CIA ALERT

સૌરાષ્ટ્ર કોરોના લેટેસ્ટ અપડેટ

Share On :

કોવિડ-19 મહામારી જાણે સૌરાષ્ટ્રમાં ઘર કરી ગઈ હોય તેમ હવે જુદા જુદા વિસ્તારોમાંથી નવા કેસ આવી રહ્યા છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ સતત વધારો થતો રહે છે. આજે તો રાજકોટમાં કોરોનાના રેકર્ડબ્રેક 105 કેસ નોંધાયા હતા તો જામનગરમાં રેકર્ડબ્રેક 97 દરદી કોરોનામુક્ત થયા હતા. આ ઉપરાંત રાજકોટમાં 10, જામનગરમાં 10 અને અમરેલી, ગીર સોમનાથ અને પોરબંદરમાં એક-એક દરદીએ સારવાર દરમિયાન દમ તોડયો હતો.

રાજકોટ શહેરમાં નવા 78 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 2978 થયો હતો. જ્યારે તાલુકા-ગ્રામ્ય પંથકમાં નવા 27 કેસ નોંધાતા જિલ્લામાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 4435 થઈ હતી. બીજી તરફ આજે શહેરના 10 અને ગ્રામ્યના 1 મળીને 11 દરદીએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. જો કે, ગોંડલના પ્રતિનિધીના જણાવ્યાનુસાર તાલુકામાં છેલ્લા ચોવિસ કલાકમાં 23 કેસ નોંધાયા છે અને 5 દરદીના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે જિલ્લાની યાદીમાં ગ્રામ્યમાં માત્ર એક જ મૃત્યુ થયું હોવાનું જાહેર કરાયું છે. આ ઉપરાંત શહેરના 22 અને ગ્રામ્યના 15 દરદી કોરોનામુક્ત થયા હતા. રાજકોટ સિવિલમાં 370 અને ખાનગી હોસ્પિટલમાં 361 મળીને કુલ 731 દરદી સારવાર હેઠળ છે.

જામનગરની ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 10 દરદીના મૃત્યુ નિપજ્યા હતા. જેમાં જામનગર શહેરના 6, ગ્રામ્યના 1 અને દ્વારકા જિલ્લાના 3 દરદીનો સમાવેશ થાય છે. જ્યારે હોસ્પિટલમાં શહેરી વિસ્તારના 74 અને ગ્રામ્યના 11 મળીને નવા 85 કોરોના પોઝિટિવ દરદી સારવાર માટે ખસેડાયા હતા. આ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 2230 થઈ હતી. જેમાંથી આજે સારી બાબત એ છે કે, જામનગર જિલ્લાના 97 દરદીઓ કોરોનામુક્ત થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી નવા કેસ કરતા ડિસ્ચાર્જ દરદીનો આંક વધતો જાય છે.

જૂનાગઢ જિલ્લામાં આજે 14 પોલીસ કર્મી સહિત નવા 32 વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યા હતા. વિસાવદર પોલીસ સ્ટેશનમાં બે મહિલા કોન્સ્ટેબલ, એક ડ્રાઈવર, એક ટી.આર.બી.જવાન તથા બે હોમગાર્ડ કોરોનાની ઝપટે ચડયા હતા. જ્યારે વંથલીમાં છેલ્લા ચાર દિવસમાં એક મહિલા સહિત આઠ પોલીસ જવાનો કોરોનાગ્રસ્ત આવ્યા છે. જૂનાગઢ શહેરમાં આજે 17, કેશોદમાં 3, વિસાવદર, માંગરોળ, માણાવદર, માળીયા અને ભેંસાણમાં 2-2 તથા વંથલી અને જૂનાગઢ ગ્રામ્યમાં 1-1 સહિત જિલ્લામાં નવા 32 કેસ નોંધાયા હતા. જ્યારે 39 દરદી સાજા થયા હતા.
ભાવનગર શહેરમાં 27 પુરુષ અને 10 સ્ત્રી મળીને 37 તેમજ ભાવનગર ગ્રામ્ય, ગારીયાધાર, ઘોઘા, મહુવા, પાલીતાણા, તળાજા, સિહોર તથા ઉમરાળા તાલુકાઓમાં 28 સહિત જિલ્લામાં નવા 65 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 2669 થયો હતો. જેમાંથી આજે શહેરના 29 અને ગ્રામ્યના 21 એમ કુલ 50 દરદી કોરોનામુક્ત થતા હાલ 524 એક્ટિવ કેસ છે.

અમરેલી જિલ્લામાં નવા 28 કેસ નોંધાતા કુલઆંક 1191 થયો હતો. જ્યારે આજે 29 દરદી કોરોનામુક્ત થયા હતા અને એક દરદીનું મૃત્યુ નિપજ્યું હતુ. જિલ્લાના કોટડાપીઠા પાસેના પાનસડા ગામે અઠવાડીયામાં કોરોનાના ત્રણ કેસ આવતા ફફડાટ ફેલાયો છે.

મોરબી શહેર-તાલુકામાં 21 તેમજ વાંકાનેર અને હળવદમાં 2-2 તથા માળીયામાં 1 મળીને નવા 26 કેસ નોંધાયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડામાં 6, વેરાવળમાં 5, ઉનામાં 4, કોડીનારમાં 1 મળીને 16 નવા કેસ નોંધાતા કુલ કેસનો આંક 1000ને પાર અર્થાત 1006 થયો હતો. જેમાંથી આજે 13 દરદી ડિસ્ચાર્જ થયા હતા અને કોડીનારના એક દરદીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતુ. જિલ્લાના પાટનગર તાલાલામાં બે દિવસમાં બે મૃત્યુ નોંધાયા છે અને મામલતદાર કચેરીમાં બે સહિત શહેરમાં કુલ 99 કેસ નોંધાયા છે.

પોરબંદર શહેર-જિલ્લામાં નવા 12 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 443 થઈ છે. જેમાંથી આજે શહેરના એક દરદીનું અન્ય જિલ્લામાં મૃત્યુ નિપજતા કુલમૃત્યુઆંક 32 થયો હતો અને હાલ 103 દરદી સારવારમાં છે.

બોટાદ શહેરમાં 4, બરવાળા અને કારીયાણી ગામે એક-એક એમ નવા 6 કેસ નોંધાયા હતા અને વધુ 8 દરદી કોરોનામુક્ત થતા હાલ 81 એક્ટિવ કેસ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 15 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 8 નવા કેસ નોંધાયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગની યાદીમાં જાહેર થયું છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :