CIA ALERT
28. April 2024

દામકાની સંજીવની હાઈસ્કૂલના નવોદય ક્વોલિટી સર્કલે પ્રાપ્ત કર્યો ઇશિકાવા વૈશ્વિક એવોર્ડ

Share On :
Print Friendly, PDF & Email

વર્ષ 2019માં લખનૌ મુકામે 22th International Convention on students’ Quality circle Convention  27 થી 30 નવેમ્બર સુધી યોજાયેલ હતો. જેમાં કેસ સ્ટડી પ્રેઝન્ટેશન, ડીબેટ, નુક્કડ નાટક, પેપર પ્રેઝન્ટેશન, ક્વિઝ, પોસ્ટર એન્ડ સ્લોગન મેકીંગ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી વિવિધ સ્પર્ધાઓમાં વિશ્વના અન્ય દેશોમાંથી આવેલ 106 ટીમ તથા ભારતની 52 ટીમોએ ભાગ લીધો હતો.

જેમાં સૂરત નજીક હજીરા વિસ્તારમાં આવેલી સંજીવની હાઇસ્કૂલના નવોદય ક્વોલિટી સર્કલે કેસ સ્ટડી પ્રેઝન્ટેશનમાં સ્ટ્રીમ A6 વિભાગમાં “શિક્ષણમાં ટેક્નોલોજીનો અભાવ” વિષય પર ઉત્કૃષ્ટ રજૂઆત કરી હતી. જેના નિર્ણાયક તરીકે ઓસ્ટ્રેલિયાના જે. એમ. રૂપારી શાહ, QCFIના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર ડી. કે. શ્રીવાસ્તવ અને અંકલેશ્વર ચેપ્ટરના ચેરમેન સુધાબેન મઝુમદાર પધાર્યા હતા. તેમણે ગામડાની ગુજરાતી માધ્યમની શાળાની વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ રજૂઆત, સંશોધન અને નવતર પ્રયોગના અને ક્વોલિટી સર્કલમાં ઉપયોગ કરેલ વિવિધ ટૂલ્સની પદ્ધતિસરની ગોઠવણીના ભારોભાર વખાણ કર્યા હતા. સમગ્ર 158 ટીમોમાંથી સંજીવની શાળાના નવોદય ક્વોલિટી સર્કલે પ્રથમ ક્રમ મેળવી ઇશિકાવા એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.

QCFI ના વાઇસ ચેરમેને 27 થી 30 ડિસેમ્બર સુધી વારાણસીમાં યોજાનારા રાષ્ટ્રીય કક્ષાના સંમેલનમાં ભાગ લેવા આમંત્રિત કર્યા હતા.

સંજીવની શાળાના નવોદય ક્વોલિટી સર્કલે 2013, 2015 અને 2019માં આંતરરાષ્ટ્રીય કક્ષાના સંમેલનમાં ભાગ લઈ સતત ત્રણ વર્ષથી પ્રથમ ક્રમ મેળવી અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી સંજીવની શાળાનું નામ રોશન કર્યું છે, તે બદલ સંજીવની શાળા પરિવારે નવોદય ક્લોલિટી સર્કલના સભ્યો કુ. માનસી પટેલ, કુ. કરીના પટેલ, કુ. વિધિ પટેલ, કુ. ઇશિકા પટેલ, કુ. ઐશા પટેલ અને કુ. અપેક્ષા પટેલ તથા શિક્ષકશ્રી સંદીપભાઈ પટેલને અભિનંદન આપી ભવિષ્યમાં પણ આવી સફળતા મેળવતા રહે એવી શુભેચ્છા પાઠવી હતી.

વર્ષ 2007થી રાજય, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી ક્વોલિટી સર્કલની ચળવળમાં એક અનેરી છાપ ઊભી કરવામાં સંજીવની શાળા સફળ બની છે, ક્વોલિટી સર્કલ એ સંજીવની શાળાની એક આગવી વિશિષ્ટતા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :