CIA ALERT

જરૂરીયાતમંદ કોરોના દર્દીઓ માટે ઓક્સીજન સિલિન્ડર જોઇતો હોય તો સચીન ઇન્સ્ટ્રીઝ એસો.નો સંપર્ક કરો

Share On :

હાલમાં કોવીડ ૧૯ની સારવાર હેઠળ હોમ આઇસોલેશનમાં હોય તેવા દર્દીઓ કે જેમને ઓક્સીજન સિલિન્ડરની સુવિધા ઘરે જોઇતી હોય તો તેમના માટે સચીન જીઆઇડીસી સ્થિત સચિન ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના સભ્યો આગેવાન શ્રી મહેન્દ્રભાઇ રામોલિયાની આગેવાની હેઠળ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ વ્યવસ્થા કરી આપે છે. દર્દીઓના સગા સબંધીઓ સચિન ઇન્સ્ટ્રીઝ ખાતેથી ઓક્સીજન સિલિન્ડર મેળવીને પોતાના ઘરે લઇ જઇ શકે છે.

સચીનના મહેન્દ્રભાઇ રામોલિયા કહે છે કે

સચિન ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા હાલમાં શહેરમાં પ્રવર્તમાન કોવીડ ૧૯ મહામારી સમયે જરૂરીયાત મંદ લોકોનેે શક્ય એટલી તમામ મદદ પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. તેમણે કહ્યું કે હાલમાં સચિન ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના સ્વયંસેવકો શહેરમાં કોઇપણ સ્થળે કોવીડ દર્દીને ઓક્સીજન સિલિન્ડરની જરૂૂૂરીયાત હોય તો તેઓ સચિન ખાતેથી બિલકુલ ફ્રી ઓફ ચાર્જ મેળવી પોતાના ઘરે લઇ જઇ શકે છે. વહેલો તે પહેલાના ધોરણે આ સુવિધા આપવામાં આવી રહી છે.

સચિન ઇન્ડસ્ટ્રીઝ ખાતેથી ઓક્સીજન સિલિન્ડર મેળવીને ઘરે લઇ જઇ શકાશે

આ ઉપરાંત સચીન ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા માસ્ક, સેનિટાઇઝર, પીપીઇ કીટ તેમજ સ્મશાનગૃહમાં જો લાકડા ખૂટી જાય તો તેની પણ બનતી તમામ મદદ કરવામાં આવી રહી છે.

જરૂરીયાત મંદ લોકો ઉપર જણાવ્યા અનુસાર મદદ મેળવવા માટે સચિન ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશના શ્રી મહેન્દ્રભાઇ પટેલ ૯૮૨૫૧ ૨૭૨૯૬ પર સંપર્ક કરી શકે છે.

May be an image of Mahendra Ramoliya and standing
May be an image of 1 person, standing and sitting

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :