CIA ALERT

૨૦૦૦ની ચલણી નોટ છાપવાનું બે વર્ષથી બંધ

Share On :

છેલ્લાં બે વર્ષથી રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ છાપવાનું બંધ કરી દેવામાં આવ્યું હોવાની માહિતી સરકારે સોમવારે લોકસભામાં આપી હતી.

લોકસભામાં આપેલા લેખિત ઉત્તરમાં રાજ્યકક્ષાના નાણાં ખાતાના પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે કહ્યું હતું કે ૩૦ માર્ચ ૨૦૧૮ના રોજ સુધી રૂ. ૨૦૦૦ના મૂલ્યની ૩૩૬.૨ કરોડ ચલણી નોટ સર્ક્યૂલેશનમાં હતી જે બૅંકના ચલણી નોટના કુલ જથ્થાના ૩.૨૭ ટકા અને વેપારના ૩૭.૨૬ ટકા જેટલી હતી.

૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ રૂ. ૨૦૦૦ના મૂલ્યની ૨૪૯.૯ કરોડ ચલણી નોટ સર્ક્યૂલેશનમાં હતી જે બૅંકના ચલણી નોટના કુલ જથ્થાના ૨.૦૧ ટકા અને વેપારના ૧૭.૭૮ ટકા જેટલી હતી, એમ તેમણે કહ્યું હતું.

જનતા દ્વારા કરાતી રૂપિયાની લેવડદેવડને ધ્યાનમાં રાખીને સરકાર અને આરબીઆઈ સલાહમસલત કર્યા બાદ ચોક્કસ મૂલ્યની ચલણી નોટનું પ્રમાણ જાળવી રાખવા જરૂરિયાત પ્રમાણે ચલણી નૉટ પ્રિન્ટ કરવાનો નિર્ણય લે છે.

વર્ષ ૨૦૧૯-૨૦ અને વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ છાપવાની કોઈ યાદી મોકલવામાં ન આવી હોવાનું તેમણે કહ્યું હતું. નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન રૂ. ૨૦૦૦ના મૂલ્યની ૩૫૪.૨૯૯૧ કરોડ ચલણી નોટ છાપવામાં આવી હોવાનું આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

જોકે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ. ૨૦૦૦ના મૂલ્યની માત્ર ૧૧.૧૫૦૭ કરોડ ચલણી નોટ છાપવામાં આવી હતી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં આ પ્રમાણ ઘટીને ૪.૬૬૯૦ કરોડ જેટલું થઈ ગયું હતું.

એપ્રિલ ૨૦૧૯થી રૂ. ૨૦૦૦ના મૂલ્યની એકપણ ચલણી નોટ છાપવામાં ન આવી હોવાનું તેમણે કહ્યું હતું.

રૂ. ૨૦૦૦ની ચલણી નોટની સંગ્રહખોરી અને કાળાનાણાંને અંકુશમાં લેવાના પ્રયાસના ભાગરૂપ આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

કાળાનાણાં અને બનાવટી ચલણી નોટો પર અંકુશ લાદવાના પ્રયાસના ભાગરૂપ સરકારે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ના મૂલ્યની ચલણી નોટ અર્થતંત્રમાંથી પાછી ખેંચી લીધા બાદ નવેમ્બર ૨૦૧૬માં રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી.

જોકે, બાદમાં રૂ. ૫૦૦ની નવી ચલણી નોટ અર્થતંત્રમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ રૂ. ૧૦૦૦ના મૂલ્યની ચલણી નોટ કાયમ માટે રદ કરવામાં આવી હતી.

હાલ રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ ઉપરાંત રૂ. ૧૦, રૂ. ૨૦, રૂ. ૫૦, રૂ. ૧૦૦, રૂ. ૨૦૦ અને રૂ. ૫૦૦ની ચલણી નોટ દેશના અર્થતંત્રમાં સર્ક્યૂલેશનમાં છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :