૨,૦૦૦ની નૉટ છાપવાનું બંધ કરવાનો નિર્ણય નથી લેવાયો
સરકારે સોમવારે તા.16મી માર્ચ 2020ના રોજ જાહેરમાં એવી સ્પષ્ટતા કરી છે કે ભારતીય ચલણની હાઇએસ્ટ વેલ્યુ ધરાવતી રૂપિયા ૨,૦૦૦ની ચલણી નૉટો છાપવાનું બંધ કરવાનો કોઇ નિર્ણય નથી લેવાયો.

મોટા ભાગની બૅન્કોના એટીએમમાંથી રૂપિયા ૫૦૦, રૂપિયા ૨૦૦ અને રૂપિયા ૧૦૦ની જ નૉટ નીકળતી હોવાથી તેમ જ કૅશ કાઉન્ટર પરથી પણ રૂપિયા ૨,૦૦૦ની નૉટ બહુ જ ઓછી અપાતી હોવાથી સામાન્ય જનતાના મનમાં રૂપિયા ૨,૦૦૦ની નૉટ રદ થઇ હોવાની શંકા ઊભી થઇ છે.
રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાં પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે લોકસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સામાન્ય જનતાને રૂપિયા ૨,૦૦૦ની નૉટ વટાવવામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને બૅન્કો દ્વારા ગ્રાહકોને રૂપિયા ૨૦૦ અને રૂપિયા ૫૦૦ની વધુ નૉટ વધુ અપાઇ રહી છે.
તેમણે જણાવ્યું હતું કે સરકાર ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)ની સાથે સલાહમસલત કરીને જરૂરિયાત મુજબ ચલણીનૉટોનું છાપકામ કરે છે.
અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે દેશમાં પાંચમી માર્ચે રૂપિયા ૧૦૦ની ૧૯૬૨૪૭.૭ લાખ, રૂપિયા પચાસની ૮૫૫૬૮.૪ લાખ નૉટ હતી.
આ ઉપરાંત, રૂપિયા ૨૦ની રૂપિયા ૧૬,૬૧૯.૬૦ કરોડના મૂલ્યની અને રૂપિયા ૧૦ની રૂપિયા ૩૦૫૧૦.૭૯ કરોડના મૂલ્યની નૉટ હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


