RIL Shares : એક જ દિવસમાં 8.69%નો કડાકો

Reliance Industries Ltd દ્વારા 30/10/2020 શુક્રવારે જાહેર કરવામાં આવેલા Q2ના પરિણામો બાદ આજે 2/11/2020 તેના શેરમાં લગભગ 7 ટકાનો જંગી કડાકો બોલાયો છે. આજે કંપનીનો શેર 2,27 રુપિયાના ભાવે ખૂલ્યો હતો, જે ઈન્ટ્રા ડે 1859 રુપિયાનો લો બનાવી આખરે 1876 રુપિયાના ભાવ પર બંધ આવ્યો હતો.
આ વર્ષે માર્ચ મહિનામાં શેરબજારમાં જોરદાર કડાકો બોલાયો ત્યારે રિલાયન્સના શેરે 867 રુપિયાનો 52 સપ્તાહનો લૉ બનાવ્યો હતો. જોકે, રિલાયન્સના ડિજિટલ અને રિટેલ બિઝનેસમાં ફેસબુક, ગુગલ સહિતના આંતરરાષ્ટ્રીય રોકાણકારોએ હિસ્સો ખરીદતા તેને જંગી આવક થઈ હતી.
પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે રિલાયન્સે જંગી ફંડ એકત્ર કરતા તેના શેરમાં પણ આગઝરતી તેજી જોવા મળી હતી, અને 867 રુપિયાનો લૉ બનાવનારો તેનો શેર ગણતરીના સમયમાં જ 2,369 રુપિયાની 52 વીકની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.
આમ, માત્ર છ-સાત મહિનાના ગાળામાં જ રિલાયન્સના શેરે રોકાણકારોને દોઢ ગણાથી પણ વધુ વળતર આપ્યું હતું. જોકે, તેના 2020-21ના Q2ના પરિમામ બાદ તેમાં અત્યારસુધીનું સૌથી તીવ્ર કરેક્શન જોવા મળ્યું છે.
એક જ દિવસમાં RILના શેરમાં બોલાયેલા જંગી કડાકાથી રોકાણકારોના એક લાખ કરોડ રુપિયા ધોવાયા છે. RILમાં તેના પ્રમોટર્સનો 50.49 ટકા ભાગ છે. આમ, મુકેશ અંબાણીની સંપત્તિમાં જ એક દિવસમાં 50,000 કરોડ રુપિયાનું ધોવાણ થયું છે.
CiA Live ન્યુઝ વ્હોટ્સએપ પર મેળવવા માટે અહીં ક્લીક કરો
https://chat.whatsapp.com/Khqw6CLkjZdAUbXA0do8mb
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
