CIA ALERT

રિલાયન્સે ચીનની કંપની REC ને ખરીદી

Share On :

ચાઈના નેશનલ બ્લુસ્ટાર (ગ્રુપ)નું આરઈસી સોલર હોલ્ડિંગ એએસ (આરઈસી ગ્રુપ) હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું થઈ ગયું છે. આરઆઈએલની સંપૂર્ણ માલિકીની સહાયક સંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ (આરએનઈએસએલ)એ ચાઈના નેશનલ બ્લુસ્ટાર (ગ્રુપ) પાસેથી આરઈસી ગ્રુપની 100 ટકા ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી છે. સોદો 77.1 કરોડ યુએસ ડોલર એટલે કે લગભગ 5792.64 કરોડ રૂપિયાના એન્ટરપ્રાઈઝ મૂલ્ય પર નક્કી થયો છે.

રિલાયન્સ આરઈસીની ઉત્કૃષ્ઠ ટેકનિકસનો ઉપયોગ, જામનગરમાં બનનારા ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સમાં કરશે, જેની ક્ષમતા 4 GW પ્રતિ વર્ષથી શરૂ કરી 10 GW પ્રતિ વર્ષ સુધી વધારવાની યોજના છે. આરઈસીની પાસે ઉત્કૃષ્ઠ સોલર ટેકનીક છે, તો રિલાયન્સ પાસે મોટા પ્રમાણમાં પરિયોજના લગાવવાનો અને તેને સારી રીતે ચલાવવાનો દાયકાઓનો અનુભવ છે. બંને સાથે મળીને ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સમાં અત્યાધુનિક નેક્સ્ટ જનરેશન સંપૂર્ણ રીતે એકીકૃત પીવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી લગાવશે અને બાદમાં દુનિયાભરમાં એ જ પ્રકારની મોટી નિર્માણ સુવિધાઓ ઊભી કરવામાં આવી શકે છે. આરઈસીને હસ્તગત કરવાથી રિલાયન્સની પહોંચ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને એશિયાની સાથે દુનિયાભરના સૌર ઊર્જા બજારોમાં થઈ જશે.

ઘણા જ ઓછા કાર્બન ફુટપ્રિન્ટવાળી આરઈસી પાસે 600થી વધુ ઉપયોગિતા અને ડિઝાઈન પેટન્ટ છે, જેમાંથી 446 સ્વીકૃત છે અને બાકીનાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આરઈસી વિશ્વ સ્તર પર એક વિશ્વાસપાત્ર બ્રાન્ડ છે, જે ઈનોવેશન માટે ઓળખાય છે. દુનિયાભરમાં આરઈસીમાં 1,300થી વધુ કર્મચારી કામ કરે છે. લેવડ-દેવડ પછી તે રિલાયન્સ પરિવારનો ભાગ બની જશે. રિલાયન્સના મહત્વકાંક્ષી ગ્રીન એનર્જી મિશનને ગતિ આપશે. આરઈસીની ફ્રાન્સ, અમેરિકા અને સિંગાપોરમાં વિસ્તરણ યોજનાઓને રિલાયન્સ પોતાનો પૂરો સપોર્ટ આપશે.

આ હસ્તાંતરણ પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘હું આરઈસીના ટેકઓવરથી ઘણો ખુશ છું, કેમકે તે સૂર્ય દેવની અમર્યાદિત અને આખું વર્ષ મળતી સૌર શક્તિનું દોહન કરવામાં મદદ કરશે. આ હસ્તાંતરણ દાયકાન અંત પહેલા 100 ગીગાવોટ ક્લીન અને ગ્રીન એનર્જી બનાવવામાં રિલાયન્સના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, નવી તેમજ એડવાન્સ્ડ ટેકનોલોજીસ અને પરિચાલન ક્ષમતાઓમાં રોકાણ કરવાની અમારી રણનીતિને અનુરૂપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષય 2030 સુધી ભારતમાં 450 ગીગાવોટ રિન્યુએબ ઉર્જાનું ઉત્પાદન છે અને તેને પ્રાપ્ત કરવામાં કોઈ એક જ કંપનીનું આ સૌથી મોટું યોગદાન હશે. તે ભારતને જળવાયુ સંકટથી બચાવવામાં અને ગ્રીન એનર્જીમાં વર્લ્ડ લીડર બનાવવામાં મદદ કરશે.’

આગળ કહ્યું કે, ‘તાજેતરના રોકાણો સાથે રિલાયન્સ હવે વૈશ્વિક સ્તર પર એકીકૃત ફોટોવોલ્ટિક ગીગા ફેક્ટરી સ્થાપિત કરવામાં અને ભારતને ઓછા ખર્ચ અને ઉચ્ચ ક્ષમતાવાળી સૌર પેનલોનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવશે. અમે વૈશ્વિક કંપનીઓની સાથે રોકાણ, નિર્માણ અને સહયોગ કરવાનું ચાલુ રાખશે અને વિશ્વાસપાત્ર પ્રોડક્ટ આપી શકે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ડિસેન્ટ્રલાઈઝ્ડ રીતથી લાખો ગ્રીન રોજગારની તકો ઊભી થશે, આ તકોને લઈ હું ઘણો ઉત્સાહિત છું.’

આરઈસી એક મલ્ટીનેશનલ સોલર એનર્જી કંપની છે. કંપનીનું હેડક્વાર્ટર નોર્વેમાં અને તેનું ઓપરેશન હેડક્વાર્ટર સિંગાપોરમાં છે. ઉત્તર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને એશિયા-પ્રશાંતમાં કંપનીના ક્ષેત્રીય કેન્દ્રો છે. નોર્વેમાં બે અને સિંગાપોરમાં એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. કંપની પોતાની ટેકનિકલ ઈનોવેશન, ઉચ્ચ ક્ષમતાની સાથે સસ્તી સૌર ઉર્જા પેનલ્સના નિર્માણ માટે ઓળખાય છે. 25 વર્ષના અનુભવની સાથે તે દુનિયાની અગ્રણી અને સૌર સેલ/પેનલ અને પોલીસિલિકોન નિર્માણ કંપનીઓમાંથી એક છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :