એચડીએફસી બેંકને RBI ફટકાર્યો 10 કરોડ રૂપિયાનો દંડ

Share On :
HDFC Bank predicts stronger loan growth after Q2 shine | Hindustan Times

ભારતીય રિઝર્વ બેંકએ રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સમાં ખામીઓ માટે એચડીએફસી બેંક લિમિટેડને 10 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. કેન્દ્રીય બેંકે જણાવ્યું કે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 6(2) અને કલમ 8ની જોગવાઈઓના ઉલ્લંઘનને પગલે એચડીએફસી બેંકને આ દંડ કરાયો છે. આરબીઆઈએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, આ કાર્યવાહી રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સમાં ખામીઓ આધારિત છે અને બેંક દ્વારા પોતાના ગ્રાહકોની સાથે કરાયેલી કોઈપણ લેવડ-દેવડ કે સમજૂતીની માન્યતા સાથે સંબંધિત નથી.

રિઝર્વ બેંકે સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, બેંકના ઓટો લોન પોર્ટફોલિયોના સંબંધમાં ઘણી વ્હિસલબ્લોઅર ફરિયાદ મળી હતી અને તેની તપાસ કરવામાં આવી તો ઘણી અનિયમિતતાઓ જણાઈ હતી. આ સંબંધમાં પહેલા બેંકને નોટિસ આપી એવી સલાહ અપાઈ હતી કે, તે કારણ બતાવે કે કેમ એક્ટની જોગવાઈઓ/નિર્દેશોના ઉલ્લંઘન માટે તેને દંડ ન કરવામાં આવે.

કારણ બતાવ નોટિસના બેંકના જવાબ પર વિચાર કર્યા બાદ, વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરાયેલા મૌખિક રજૂઆત અને બેંક દ્વારા રજૂ કરાયેલા વધુ સ્પષ્ટીકરણો અને દસ્તાવેજોની તપાસ પછી, આરબીઆઈ એ નિષ્કર્ષ પર પહોંચી કે એક્ટની જોગવાઈઓના ઉલ્લંઘનના ઉપરોક્ટ આરોપ પ્રમાણિત છે અને બેંકને દંડ કરવો જોઈએ.

ઓટો લોન આપવામાં બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 6(2) અને કલમ 8ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવાને કારણે રિઝર્વ બેંકે એચડીએફસી બેંકને 10 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :