CIA ALERT

RBI : એ ભારતનું પહેલું ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ લોન્ચ કર્યુ

Share On :

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક કંપોઝિટ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સનું નિર્માણ કર્યું છે. આ ઇન્ડેક્સથી માહિતી મળશે કે દેશભરમાં પેમેન્ટનું કઈ રીતે ડિજિટાઇઝેશન થયું છે. આ ઇન્ડેક્સમાં ૫ાંચ મુખ્ય પેરામીટર્સ હશે. આ પાંચ પેરામીટર્સ અલગ અલગ સમયગાળા દરમિયાન દેશમાં ડિજિટલ પેમેન્ટના પેનિટ્રેશનનું આકલન કરવામાં મદદ કરશે.

આરબીઆઈના નિવેદન અનુસાર આ પેરામીટર્સમાં પેમેન્ટ ઇનેબલર્સ,પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર-ડિમાન્ડ સાઈડ ફેકટર્સ, પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર-સપ્લાય સાઈડ ફેકટર્સ, પેમેન્ટ પરફોર્મન્સ અને ક્ધઝ્યુમર સેટ્રિસિટીનો સમાવેશ થાય છે.

આમાંથી તમામ એક પેરામીટર્સની અંદર અમુક સબ પેરામીટર્સ હશે અને તમામ એક પેરામીટર્સની અંદર ઘણા માપવાલાયક ઈન્ડિકેટર્સ હશે. આ ઇન્ડેક્સમાં માર્ચ ૨૦૧૮ને બેઝ પિરિયડ બનાવવામાં આવ્યું છે. બેઝ પિરિયડનો ડીપીઆઇ સ્કોર ૧૦૦ રાખવામાં આવ્યો છે.

આ બેઝ અનુસાર માર્ચ ૨૦૧૯નો ઉઙઈં સ્કોર ૧૫૩.૪૭ અને માર્ચ ૨૦૨૦નો ઉઙઈં સ્કોર ૨૦૭.૮૪ આવ્યો છે.નિવેદન અનુસાર આ સ્કોર જણાવે છે કે આ સમયગાળા દરમિયાન ડિજિટલ પેમેન્ટમાં ઘણો વિકાસ થયો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :