આજ(9/7/21)થી 3 દિવસ માટે વનિતા વિશ્રામ આર્ટ ગેલેરીમાં પેઇન્ટીંગ પ્રદર્શન RAY
Jayesh Brahmbhatt 98253 44944
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ક્રિએટીવ હાઇવ સ્ટુડીયોના સંયુકત ઉપક્રમે તા. ૯, ૧૦ અને ૧૧ જુલાઇ ર૦ર૧ના રોજ સવારે ૧૧:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યા દરમ્યાન અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે સુરત શહેરના ૭૦થી વધુ કલાકારોના પેઇન્ટીંગ એકઝીબીશન ‘RAY’નું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ‘RAY’ એટલે સારા વર્તમાન અને ભવિષ્યની આશાઓ. આ નામ પસંદ કરવા પાછળનું એકમાત્ર કારણ એ છે કે કોરોના મહામારીના આ સમયગાળા દરમ્યાન જીવનની વ્યાખ્યાઓ બદલાઇ ગઇ છે. દરેકના જીવનના સમીકરણો બદલાઇ જવાને કારણે એક એવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જેને શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. આ એકઝીબીશનમાં ભાગ લેનારા કલાકારો કેટલાક જરૂરિયાતવાળા છે કે જેમણે કોરોનાને કારણે પોતાની આવક ગુમાવી છે. આવા કલાકારોને ફરીથી પગભર કરવા માટે આ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે કેટલાક એવા કલાકારોએ પણ એકઝીબીશનમાં ભાગ લીધો છે કે જેઓ આ પેઇન્ટીંગમાંથી થનારી કમાણીને બીજાને માટે વાપરશે.
ક્રિએટીવ હાઇવ સ્ટુડીયોના સંચાલક ચરણજીત સિંહ સાથે સંકળાયેલા કલાકારો
- આશલ મોદી,
- આકાશ ખરસાડિયા,
- અલીશા પટેલ,
- અલ્પા જરીવાલા,
- અમી ચુડાસમા,
- અમિત પટેલ,
- અનિતા નેમાની,
- અંજલિ જરીવાલા,
- અંકિતા પટેલ,
- અર્ચા અગરવાલ,
- અવનિ દેસાઇ,
- આયુષી અડવાણી,
- ભાવેશ જોશી,
- ભાવિ બૈદ,
- ભાવિનિ ગોલવાલા,
- ભાવના બચકાનિવાલા,
- બિનલ શાહ,
- દીપા ધિમ્મર,
- દેવિકા ગુપ્તા,
- ધૃતિશા ઘોઘારી,
- ડિમ્પલ પટવા,
- ડો. અદિતી મિત્તલ,
- ડો. મીના શાહ,
- ગીતા સુથાર,
- હર્ષા રૂચંદાની,
- હેમ મોદી,
- હેનિશા કાપડીયા ગોહેલ,
- હેનિશા કાપડીયા,
- ઇશાની શાહ,
- ઇશિકા ગુપ્તા,
- કરિશ્મા પટેલ,
- કેશવી પટેલ,
- ક્રિષ્ણા જરીવાલા,
- મલક મહેતા,
- મનિષ ચૌધરી,
- મંજરી મહેતા,
- મોના દલાલ,
- એમ. ફૈઝાન,
- મુગ્ધા બાસમાટકર,
- મુસ્કાન બંસલ,
- નમિતા અરોરા,
- નીપા શાહ,
- નિધી દેસાઇ,
- નિકિતા જરીવાલા,
- નિષ્ઠા ઝાવર,
- નિષ્ઠા ઉપાધ્યાય,
- પાયલ મલ્હોત્રા,
- પ્રાચી જિન્દાલ,
- પ્રાચી અડવાણી,
- પ્રાચી જરીવાલા,
- પ્રીતિ મહેતા,
- પ્રેરણા શર્મા,
- પ્રિયા અગરવાલ,
- રઘુવીર સિંઘ,
- રાજવી શાહ,
- રાશિ હકીમ,
- રીના બિલીમોરીયા,
- રૂપલ દોશી,
- શાયના જિન્દાલ,
- શીખા બાફના,
- શિતલ ગાંધી,
- શ્રદ્ધા વિરાની,
- શ્વેતા શાહ,
- સ્નેહલ દલાલ,
- સુધા અગરવાલ,
- સુરભી રાઠી,
- તનવી ચૌહાણ,
- વિજય પટેલ અને
- વિલેશ બિલીમોરીયા આ એકઝીબીશનમાં પોતાની કૃતિઓ રજૂ કરી છે.
2 બાય 2ના કેન્વાસમાં બનેલા આ ચિત્રો વેચાણ માટે ઉપલબ્ધ રહેશે અને આ તમામની વેચાણ કિંમત એક ચિત્રના રૂપિયા છ હજાર રહેશે. જેમાંથી ખર્ચાને બાદ કરીને બાકી રહેલી તમામ આવકનો ઉપયોગ કયાં તો ચેરીટી માટે થશે અથવા તો કેટલાક કલાકારોને આત્મનિર્ભર થવા માટે કરવામાં આવશે. શહેરીજનોને આ એકઝીબીશનની મુલાકાત લેવા માટે અને પેઇન્ટીંગની ખરીદી કરવા માટેનું નિમંત્રણ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
