પ્રમુખ સ્વામીની 98મી જન્મજયંતીની વિરાટ ઉજવણી 15 ડિસેમ્બરે : રાજકોટમાં ધર્મોત્સવ શરૂ

પ્રમુખસ્વામી મહારાજની 98મી જન્મજયંતી મહોત્સવની ઉજવણીની શરૂઆત આજરોજ તા.5મી ડિસેમ્બર 2017ના સવારથી થઈ ચૂકી છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આજે તા.5મી ડિસેમ્બરને બુધવારે વહેલી સવારે મહંતસ્વામી સાથે મળીને આ મહોત્સવ ખુલ્લો મૂક્યો. મહોત્સવને ખુલ્લો મૂક્યા વિજય રૂપાણીએ કહ્યું,’પ્રમુખસ્વામી મહારાજનો રાજકોટ સાથે અતૂટ સંબંધ રહ્યો હતો.’

રાજકોટમાં થઇ રહી છે પ્રમુખ સ્વામી મહારાજની 98મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી
પ્રમુખસ્વામીની જન્મજયંતીની ઉજવણીના ધર્મોત્સવમાં 22 દેશના હરિભક્તો સહિત હજારો લોકો હાજરી આપી રહ્યા છે. આ ઉજવણી માટે માધાપર-મોરબી હાઈવે પર 500 એકર જમીનમાં સ્વામિનારાયણ નગર તૈયાર કરાયું છે. જેમાં રોજ 22 હજાર જેટલા સ્વયંસેવકો અને 700 સંતોસેવા આપી રહ્યા છે.
ભારતીય સંસ્કૃતિ અને સંવાદિતાને વૈશ્વિક ફલકે ઉજાગર કરનાર ખરેખરના લોક હ્રદય સમ્રાટ જેને ગણવામાં આવે છે એવા પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ૯૮મી જન્મજયંતી વિક્રમ સંવત-૨૦૭૫માં તિથિ અનુસાર તા.૧૫ ડિસેમ્બર, ૨૦૧૮ના આવી રહી છે. કેલેન્ડર વર્ષ અનુસાર તા.૭ ડિસેમ્બરે આ અવસર આવી રહ્યો છે. 2018માં બ્રહ્મસ્વરુપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજના ૯૮મા જન્મોત્સવની ઉજવણીનો પ્રારંભ રાજકોટ ખાતે પરમ પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં તા.૫ ડિસેમ્બર, ૨૦૧૮થી કરવામાં આવ્યો છે.
- મુખ્ય ઉજવણી કાર્યક્રમ તા.15મી ડિસેમ્બર 2018ના રોજ રાજકોટ ખાતે યોજાશે

વિરાટ વ્યક્તિત્વ કંઇ એમેજ નથી ખડું થયું
- 17,000થી વધુ ગામોમાં વિચરણ
- 2,50,000થીય વધુ ઘરોની મુલાકાત
- 7,00,000થીય વધુ પત્રોનું લેખન
- કરોડોની વ્યક્તિગત મુલાકાત
ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના પાંચમા ગુરુદેવ આ વિશ્વવંદનીય સંતે નિર્વ્યાજ વાત્સલ્યવર્ષામાં બાળકો, યુવાનો, વૃદ્ધો, ભણેલા કે અભણ, દેશ કે વિદેશના સૌ કોઈને ધન્ય કર્યા હતા. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની અનેકવિધ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિના સૂત્રધાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કઠિન પુરુષાર્થથી એક વિરાટ ચારિત્ર્યવાન સમાજ ખડો કર્યો છે. 17,500થી વધુ ગામડાઓમાં સાદગીપૂર્ણ રીતે વિચરણ, 3,00,000થી વધુ ભક્ત નિવાસોની સ્વયં મુલાકાત, 7,00,000 ઉપરાંત પત્રોનું લેખન અને કરોડો ભક્તજનો સાથે વ્યક્તિગત મુલાકાત, આવા નકરા પુરુષાર્થને કારણે જ વિશ્વ સમાજ તેમને વંદનીય અને વિરાટ પ્રગટ બ્રહ્મસ્વરૂપ માને છે. આ મહાન સંતે સ્વયં પુરુષાર્થ કરીને અસંખ્ય લોકોનો જીવન-ઉત્કર્ષ કર્યો છે.
ભલભલી બ્રાન્ડને ટક્કર મારે એવી ખ્યાતિ અને આભા ખડી કરી અક્ષરધામની
અક્ષરધામ જેવા જગવિખ્યાત સંસ્કૃતિધામ ઉપરાંત, જગતભરમાં 1,100થી ય વધુ મંદિરોનું સર્જન કરીને શ્રી પ્રમુખ સ્વામી મહારાજએ સંસ્કૃતિનાં સનાતન સ્મારકો વિશ્વ ફલક પર વિસ્તાર્યા છે. અનેક કુદરતી આપત્તિઓ દરમિયાન ભારત અને વિશ્વના દેશોમાં તારાજ થયેલા લોકો માટે આ કરુણામૂર્તિ સંતની કરુણા સતત વહી છે અને તેમણે ધખાવેલી આ ધૂણી અવિરત અને અટલ પણે ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ એ ક્યારેય બંધ નહીં થાય. સાધુતાના શિખર સમાન આ મહાન સંતની વિરાટ સિદ્ધિઓનું રહસ્ય એટલે પરમાત્માનો સાક્ષાત્કાર. અસંખ્યોએ તેમના સાંનિધ્યમાં પરબ્રહ્મની દિવ્ય અનુભૂતિ કરી છે, ઉચ્ચ અધ્યાત્મ-શિખર પ્રાપ્ત કર્યું છે.
પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવા ઇચ્છતા ભાવિકો માટે ખાસ સૂચના
વિશ્વવંદનીય બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ પર્વના ઉપક્રમે આ વર્ષે ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં દિવ્યતા અને ભવ્યતાથી રાજકોટ ખાતે ઉજવાશે. આ અણમોલ અવસરનો લાભ લેવા આપ સૌને હાર્દિક નિમંત્રણ છે. આ ઉત્સવનો લાભ લેવા પધારનારા હરિભક્તોની સુવિધા સારી રીતે સચવાય તે માટે કેટલીક અગત્યની સૂચનાઓ ધ્યાનમાં લેવા વિનંતી:
- જન્મજયંતી મહોત્સવ તા. ૧૫-૧૨-૨૦૧૮, માગશર સુદ ૮, શનિવારના રોજ સાંજે ૫:૦૦ થી ૮:૦૦ દરમ્યાન ઉજવાશે.
- જન્મજયંતી મહોત્સવના દિવસે સૌ હરિભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા ઉત્સવ સ્થળે એટલે કે ‘સ્વામિનારાયણ નગર’માં બપોરે ૨:00 સુધી રાખેલ છે. આ દિવસે સારંગપુર, ગઢડા કે ગોંડલમાં મહાપ્રસાદની વ્યવસ્થા થઈ શકશે નહીં.
- જન્મજયંતી મહોત્સવની મુખ્ય સભા માટે સભાસ્થળે પ્રવેશ બપોરે ૩:00 વાગ્યા પછી પ્રાપ્ત થશે.
- મહોત્સવના દિવસે કોઈપણ હરિભક્તે રાજકોટ મંદિરે દર્શન માટે ન જતાં સીધા જ મહોત્સવ સ્થળે પહોચવું. સભા પૂર્વે ઠાકોરજીનાં લાઈવ દર્શન સમયે સમયે થતાં રહેશે.
- જેમને ભીડમાં તકલીફ પડે તેવા અતિવૃદ્ધ અને અશક્ત હરિભક્તો ઉત્સવમાં ન આવે એ ઇચ્છનીય છે. તેઓ મહોત્સવનું જીવંત પ્રસારણ ઘરે બેઠાં માણી શકશે.
આ જન્મજયંતી મહોત્સવમાં લાખોની સંખ્યામાં હરિભક્તો પધારવાના હોવાથી ઉતારા અંગે નીચેની સૂચનાઓ અવશ્ય ધ્યાનમાં લઈએ:
- ગુજરાતના હરિભક્તો મહોત્સવના દિવસે નીકળી ઉત્સવ સમયે રાજકોટ પહોંચી શકશે. આથી ગુજરાતના કોઈપણ હરિભક્તો માટે ઉત્સવના દિવસે રાજકોટ, ગોંડલ, ગઢડા કે સારંગપુરમાં ઉતારાની વ્યવસ્થા થઈ શકશે નહીં, મહોત્સવની વિશાળતાને અનુલક્ષીને આ પ્રકારની વ્યવસ્થા અનિવાર્ય છે. તેથી ઉતારા માટે કોઈપણ પ્રકારનો આગ્રહ રાખવો નહીં.
- ફક્ત પરપ્રાંત અને પરદેશના તથા વલસાડ અને તેથી દક્ષિણ વિસ્તારના હરિભક્તોને તા. ૧૪-૧૨-૨૦૧૮, શુક્રવારના દિવસે ઉતારા વિભાગ તરફથી ઉતારો પ્રાપ્ત થશે. આવનાર હરિભક્તો ઉપર જણાવેલ દિવસ કરતાં વહેલાં ન આવે તે ઇચ્છનીય છે.
- ઉતારા માટે તા. ૧૯-૧૧-૨૦૧૮, સોમવાર સુધીમાં ઉતારા રિક્વેસ્ટ ફોર્મ ભરી સબમીટ કરવાથી આપને રજીસ્ટ્રેશનનો કન્ફર્મેશન નંબર તથા કન્ફર્મેશન ઇમેલ પણ પ્રાપ્ત થશે. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો પધારનાર હોવાથી ઉતારાની વ્યવસ્થા રાજકોટ કે આજુબાજુના વિસ્તારોમાં વ્યવસ્થા પ્રમાણે કરવામાં આવશે. આ માટે આપનું વાહન અવશ્ય સાથે રાખવું.
- પરદેશથી અને પરપ્રાંતથી પધારનાર હરિભક્તને રાજકોટની નજીકમાં પોતાનું કે સંબંધીનું નિવાસસ્થાન હોય તો ઉતારો ત્યાં જ રાખવો. અને પરદેશ અને પરપ્રાંતથી પધારનાર હરિભક્તો ગુજરાતમાં રહેતા પોતાના સ્નેહીજનોને ઉતારા માટે પોતાની સાથે ન લાવે તે ઇચ્છનીય છે.
- કોઈ કારણસર ઉત્સવમાં આવવાનો કાર્યક્રમ રદ થાય અથવા આવનાર વ્યક્તિઓની સંખ્યામાં ફેરફાર થાય તો ઉતારા વિભાગને વહેલી તકે અવશ્ય જાણ કરવી.
ઉતારા માટે હોટલ બુકિંગની વ્યવસ્થાઃ
ઉતારા અંગે વિશેષ માહિતી માટે સંપર્કઃ
અન્ય સૂચનાઃ
તા. ૦૫-૧૨-૨૦૧૮ થી ૧૪-૧૨-૨૦૧૮ દરમ્યાન ‘સ્વામિનારાયણ નગર’ માં પ્રાતઃપૂજાદર્શન, વિશ્વશાંતિ મહાયાગ, જીવનપ્રેરક પ્રદર્શનો, વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉદ્ઘોષ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ મળશે. રાજકોટ ઉપરાંત નજીકના વિસ્તારના હરિભક્તો તેનો લાભ લઈ શકશે, પરંતુ આ દિવસોમાં બહારગામના હરિભક્તો માટે ઉતારાની વ્યવસ્થા થઈ શકશે નહીં.
મહોત્સવ સ્થળઃ
‘સ્વામિનારાયણ નગર’, માધાપર-મોરબી બાયપાસ રોડ, રાજકોટ.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


