CIA ALERT

આજે (5 ઓગસ્ટ) અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન

Share On :

અયોધ્યામાં બનનારા ભવ્ય રામમંદિરનું પાંચમી ઑગસ્ટ, બુધવારે ભૂમિપૂજન થવાનું છે. આ પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં મંચ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ, રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત હાજર રહેશે.

અયોધ્યા નગરીને દિવાળીના જેવો મોટો તહેવાર હોય એ રીતે સજાવવામાં આવી છે. મહાનુભાવોની હાજરી અને માત્ર દેશના જ નહિ, પરંતુ વિશ્ર્વભરના હિંદુઓ માટે આ એક મહત્ત્વનો પ્રસંગ હોવાથી સુરક્ષા વ્યવસ્થા પણ બહુ વધારાઇ છે.

શ્રી રામ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ભૂમિપૂજનનો સમય બપોરે ૧૨ વાગ્યાને ૪૪ મિનિટ અને ૮ સેકંડથી લઇને ૧૨ વાગ્યાને ૪૪ મિનિટ અને ૪૦ સેકંડ સુધીનો ૩૨ સેકંડનો રાખવામાં આવ્યો છે.

રામમંદિર નિર્માણ માટે અનુષ્ઠાન (ધાર્મિક વિધિ) સોમવારે શરૂ કરાઇ હતી. રામમંદિરના ભૂમિપૂજન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવને આમંત્રણ અપાયું છે.

ગણેશપૂજન, રામ-અર્ચના, સરયૂ નદીના પૂજન જેવા કાર્યક્રમ તો સતત ચાલુ જ છે. મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને હનુમાનગઢી મંદિર ખાતે સલામતીની ખાસ વ્યવસ્થા કરાઇ છે. અયોધ્યામાં ઠેરઠેર ઇમારતોને પીળો રંગ કરાયો છે અને મંદિરો, ઉપરાંત ઘરોમાં તોરણ બાંધવામાં આવ્યા છે. દેશની વિવિધ નદીનું જળ અને પવિત્ર સ્થળોની માટી અયોધ્યા લાવવામાં આવી છે. અહીં આ પ્રસંગે ૧૧ લાખ દીવડા પ્રગટાવવામાં આવનાર છે. દેશભરમાં બુધવારે અનેક સ્થળે રામધૂન, ભજન, યજ્ઞના કાર્યક્રમ પણ રખાયા છે. શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના

સભ્યો અને અન્ય સંતોએ આસપાસના વિવિધ મંદિરમાં જઇને દર્શન કરવાનું અને જરૂરી તૈયારીને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું હતું.

શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું હતું કે રામજન્મભૂમિ પરિસરમાં વિષ્ણુસહસ્રનામની આહુતિ બે વખત અપાઇ હતી. ભગવાન રામ અને હનુમાનજીના નામે આહુતિ આપવી જરૂરી હતી.

અયોધ્યા ખાતે ગંગા સહિતની અનેક નદીના જળ અને માટી લાવવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે ભૂમિપૂજનના સ્થળની મુલાકાત લઇને થઇ રહેલી તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે હનુમાનગઢી મંદિરની પણ મુલાકાત લીધી અનેે વરિષ્ઠ વહીવટી અધિકારીઓને જરૂરી સલાહ-સૂચન કર્યા હતા.

અયોધ્યાના રેલવે સ્ટેશનને પણ રામમંદિર જેવો જ આકાર આપવાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાતના બીએપીએસના મહંત સ્વામી અને સારસાના અવિચલદાસજી સહિત સાત સંતોને આ ભૂમિપૂજન માટે આમંત્રણ અપાયું છે. અમેરિકાના ટાઇમ સ્ક્વૅરના વિશાળ સ્ક્રીન સહિતના અનેક વિદેશમાં અયોધ્યાના રામમંદિરના ભૂમિપૂજનનું પ્રસારણ થવાનું છે.

યોગી આદિત્યનાથની સાથે સોમવારે એડિશનલ ચીફ સેક્રેટરી (ગૃહ) અવનીશકુમાર અવસ્થી, અયોધ્યા જિલ્લાના મેજિસ્ટ્રેટ અંજુકામુર ઝા અને ડીઆઇજી દીપકકુમારે પણ ભૂમિપૂજનના સ્થળની મુલાકાત લીધી હતી.

અયોધ્યામાં રામમંદિરના પાંચમી ઑગસ્ટે થનારા ભૂમિપૂજનની પહેલાં શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય વિમલેન્દ્ર મોહન મિશ્રા અને અન્ય સભ્યોએ મંદિરોમાં પૂજા કરી હતી. હરિદ્વારમાં ગંગા નદીનું પવિત્ર જળ લઇને મહંત રવીન્દ્ર પુરી અને અન્ય સંતો અયોધ્યા માટે રવાના થયા હતા. ભૂમિપૂજનને ધ્યાનમાં રાખીને પ્રસાદ તરીકે એક લાખ લાડુના પેકેટ તૈયાર કરવાનો પણ ઑર્ડર અપાઇ ગયો હતો. દેશમાં અનેક સ્થળે રામમંદિરો અને અન્ય ઘણાં સ્થળે પ્રસાદના વિતરણની વ્યવસ્થા પણ કરાઇ છે. 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :