સુરત-ગુડગાંવ-દિલ્હીના ૧૪ સ્થળે EDના દરોડા : Air Force માટે વિમાનોની ખરીદીમાં કૌભાંડનો રેલો સુરત સુધી
ભારતીય હવાઇ દળ (આઇએએફ) માટે ૨૦૦૯માં ૭૫ પિલાટસ બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ ખરીદવાના સોદામાં આચરવામાં આવેલા કથિત કૌભાંની તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા ગતરોજ તા.7 ઓગસ્ટને શુક્રવારે સુરત, દિલ્હી, ગુડગાંવ સમેત દેશના ૧૪ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
આ કૌભાંડમાં સીબીઆઇ દ્વારા સંજય ભંડારી, ભારતીય હવાઇ દળ, સંરક્ષણ દળ અને સ્વિત્ઝરલેન્ડસ્થિત પિલાટસ એરક્રાફ્ટ લિ. કંપનીના અજ્ઞાત અધિકારીઓ સામે ગુનો નોંધ્યો છે.

ઇડી દ્વારા દિલ્હીના ૧૨ જેટલા અને ગુડગાંવ તથા સુરતના એક-એક વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઇડી દ્વારા સોદાની તપાસ માટે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો તથા પુરાવા ભેગા કરવા માટે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વિદેશ તથા ભારતમાં કથિત બિનહિસાબી સંપત્તિ ધરાવવી અને ભ્રષ્ટાચાર માટે ઇડી અને સીબીઆઇની અલગ અલગ તપાસનો સામનો કરી રહેલા કથિત વચેટિયા અને શસ્ત્ર સલાહકાર સંજય ભંડારીનો સમાવેશ થાય છે.
સંજય ભંડારી હાલમાં બ્રિટનમાં હોવાનું કહેવાઇ રહ્યું છે અને ઇડીએ તેને ભારતમાં લાવવાની કાર્યવાહી શરૂ કરી છે. ગયા વર્ષે જૂનમાં રૂ. ૨,૮૯૫ કરોડના પિલાટસ Training Aircraft સોદા પ્રકરણે સીબીઆઇએ કેસ નોંધ્યો હતો. આ કેસની આપમેળે નોંધ લેતા ઇડીએ મની લોન્ડરિંગ અંગે અને આરોપીની બિનહિસાબી સંપત્તિના સ્રોત અંગે તપાસ કરી રહી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
