तुम मुझे खून दो : કોરોના સામેની ચળવળને લડવૈયાઓનો સોલીડ રિસ્પોન્સ : 15 ઑગસ્ટ પર્વે સુરતીઓનું સ્પીરીટ
સુરતની યુનિક જેમ્સના 41 રત્નકલાકારોનું પ્લાઝમા ડોનેશન
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ભારતની આઝાદીની લડતમાં યોગદાન આપનાર વિશ્વ વિખ્યાત ચળવળકાર સુભાષચંદ્ર બોઝનું સનાતન વિધાન-અપીલ तुम मुझे खून दो, में तुम्हे आझादी दूंगा આજે કોરોના સામેના યુદ્ધની સ્થિતિમાં પણ એટલું જ પ્રસ્તુત થઇ પડ્યું છે. આજે ભલે સુભાષચંદ્ર બોઝ આપણી વચ્ચે નથી પણ, તેમની લોહી માટેની અપીલ અને આઝાદી બન્નેના મહાત્મ્યમાં સામ્યતા છે. સુભાષચંદ્ર બોઝે આઝાદી અપાવવાનો કોલ આપ્યો હતો, આજે પણ લોહી (પ્લાઝમા)ના બદલામાં આઝાદી મળશે પણ એ કોરોનાથી. આજે કોરોનાને મહાત કરનારા લોકોને સુભાષચંદ્ર બોઝની જેમ જ સાદી પડી રહ્યો છે, તુમ મુઝે ખૂન (લોહી-પ્લાઝમા) દો, હમ કિસી કો કોરોના સે મુક્તિ દેંગે. અને કોરોનાને મહાત કરનારા સુરતીઓ પણ આ અપીલને જબરદસ્ત રિસ્પોન્સ આપી રહ્યા છે. યોગ-સંયોગ પણ એવો રચાયો છે કે વર્તમાન સમયમાં ભારત તેનો 73મો સ્વતંત્રતા પર્વ ઉજવી રહ્યું છે. સુરતીઓના આ સ્પીરીટમાં પ્લાઝમા ડોનેશન જેવી નિસ્વાર્થ પ્રવૃતિથી વિશેષ સ્વતંત્રતા પર્વની ઉજવણી શું હોઇ શકે.
સુરતના 531 કોરોના મહારથી ( કોરોનાને મહાત કરનાર)ઓએ તા.13મી ઓગસ્ટ સુધીમાં પોતાના લોહી પ્લાઝમાનું દાન કરીને અનેક લોકોને નવજીવન બક્ષ્યું છે.
ઇતિહાસ સાક્ષી છે કે સુરત અનેક સામાજિક ક્રાંતિઓનું પ્રણેતા બન્યું છે
ઇતિહાસ સાક્ષી છે કે સુરત અનેક સામાજિક ક્રાંતિઓનું પ્રણેતા બન્યું છે. એક સમયનું ગંદુ ગોબરું સુરત સ્વચ્છ શહેરમાં પહેલા નંબરે આવી ચૂક્યું છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી સુરતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં પણ શાળાઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં પ્લાઝમા ડોનેશનમાં પણ સુરત સમગ્ર ભારત જ નહીં વિશ્વ માટે અનુકરણીય કાર્ય કરી શકવા સમર્થ છે. સુરતમાંથી અત્યાર સુધીમાં 12,740 સુરતીઓ કોરોનાને મહાત આપી ચૂક્યા છે, જેમાંથી ફક્ત 4-5 ટકા સુરતીઓએ જ પ્લાઝમા ડોનેશન કર્યું છે, પ્લાઝમા ડોનેશનનો આ આંકડો વધવાનો છે એમાં બેમત નથી. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે સુરતમાં પોટેન્શિયલ છે એ વાતની પ્રતીતી સંકટ સમયે થઇને જ રહે છે. જો કોરોનાને મહાત કરનારા સુરતીઓ મોટા પાયે પ્લાઝમા ડોનેશન કરે તો 15મી ઓગસ્ટનો 73મો સ્વતંત્રતા પર્વે સુરતીઓ ભારતમાં જ નહીં વિશ્વમાં અનુકરણીય બની રહેશે.

12,740 સુરતીઓ કોરોનાને મહાત આપી ચૂક્યા છે, જો આ લોકો પ્લાઝમા ડોનેશનમાં ઉતરી આવે તો સુરત વિશ્વ માટે ફરી અનુકરણીય શહેર બની શકે
કોરોનાના ક્રિટીકલ પેશન્ટ્સની સારવાર માટે સૌથી કારગત નિવડી રહેલી પ્લાઝમા થેરાપીને વધુ ઇંજન મળે એ માટે સુરતને કર્મભૂમિ બનાવનારા સૌરાષ્ટ્રવાસી રત્નકલાકારો દિલોજાનથી આગળ આવ્યા છે. સુરતની હીરા પેઢી, યુનિક જેમ્સના કુલ 41 રત્નકલાકારોએ પોતાના લોહીમાં ડેવલપ થયેલા એન્ટીબોડીઝ પ્લાઝમા અન્ય દર્દીઓનો જીવ બચાવી શકે તે હેતુથી પ્લાઝમા ડોનેશન કરીને ઉદાહરણીય કાર્ય કર્યું છે.
યુનિક જેમ્સને સલામ
સુરતના કતારગામ વિસ્તારમાં કાર્યરત યુનિક જેમ્સ કંપનીના 41 હીરાના કારીગરો એક યા બીજા કારણોથી કોરોનામાં સપડાયા હતા અને બાદમાં સાજા થઈને નિર્ધારીત સમયગાળા બાદ તેમના બ્લડમાં રહેલા પ્લાઝમા દાન કર્યું છે. તા.12મી ઓગસ્ટ સુધીમાં સુરતમાં 541 કોરોનામુક્ત લોકો પ્લાઝમાનું દાન કરી ચૂક્યા હતા.
કતારગામની યુનિક જેમ્સ હીરાની પેઢીના 41 કર્મચારીઓએ પ્લાઝમા ડોનેશન કરીને સમાજમાં અનુકરણીય દાખલો બેસાડ્યો છે. આ અંગે યુનિક જેમ્સના જયેશભાઇ સાથે વાતચીતમાંથી મળેલી માહિતી આ મુજબ છે.
યુનિક જેમ્સના જયેશભાઈ મોણપરાનો તા.30 જુનના રોજ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. એ પછી તેઓ ટ્રીટમેન્ટ લઇને સાજા થયા હતા. બાદમાં તેમના નજીકના સંબંધીનો કોલ આવ્યો હતો કે તેમના નજીકના સંંબંધી કોરોનાગ્રસ્ત છે અને તેમના માટે પ્લાઝમાની તાતી જરૂરિયાત છે. જયેશભાઈએ તૈયારી બતાવીને સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યું હતું.
યુનિક જેમ્સના કર્મચારીઓનું ટેસ્ટીંગ કરાયું
છેલ્લા બેથી ત્રણ મહિના દરમિયાન કંપનીમાં જેટલા પણ રત્નકલાકારોને શરદી, ખાંસી કે તાવના લક્ષણો થયા હોય તેઓનો હેલ્થ ડેટા કલેક્ટ કરીને કંપનીએ સ્વખર્ચે તમામના એન્ટીબોડી રીપોર્ટ કરાવ્યા હતા. જે પૈકી 80થી વધુ રત્નકલાકારોમાં રોગ પ્રતિકાકર કોષો-પ્લાઝમા બની ચૂક્યા હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું. પ્રથમ તબક્કે 66 રત્ન કલાકારોના એન્ટી-બોડી ટેસ્ટ કરાવીને તબક્કાવાર 41 રત્ન કલાકારોના પ્લાઝમા કલેક્ટ કર્યા છે જ્યારે બાકી 25 રત્નકલાકારો આગામી સમયમાં પોતાના પ્લાઝમાનું દાન કરશે.
એક શાળા સંચાલક જયસુખ કથિરીયાનું પ્લાઝમા ડોનેશન, આવા વીરલાઓથી ભર્યું છે સુરત

મારે શું, મને શું મળશે જેવી વિચારધારાથી પર સુરતીઓનો મિજાજ કંઇક અલગ છે. તાપી તટે વસેલા આ શહેરને વરદાન મળ્યું છે કે એ નિસ્વાર્થ સેવા એવી રીતે કરી જાણે છે કે જેમાંથી બીજાને પ્રેરણા મળે. ઉપરોક્ત તસ્વીર જયસુખ કથિરીયાની છે. વ્યવસાયે શાળા સંચાલક છે, ખાધે પીધે સુખી સંપન્ને. સંજોગોવસાત્ તેઓ પણ કોરોનાગ્રસ્ત થયા હતા. જેવા 14 દિવસ પૂરા થયા, કોઇની રાહ જોયા વગર પ્લાઝમા ડોનેશન કર્યું અને હવે પ્લાઝમા ડોનેશન માટે સક્રીય. આવા તો કંઇ કેટલા વીરલાઓથી ભરેલું છે સુરત.
અમારે એ દાવો પણ નથી કરવો કે સૌથી પહેલા અમે આ સમાચાર પ્રકાશિત કર્યા હતા
CiA Live અને શિક્ષણ સર્વદા પરીવાર એવી દરેક બાબતોને નિસ્વાર્થપણે પ્રકાશિત કરે છે, પ્રોત્સાહિત કરે છે અને તેમાં તન-મન-ધનથી જોડાય છે, જેનાથી સમાજની સેવા થતી હોય
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
