CIA ALERT

૧૭ રાજ્યમાં ‘વન નેશન-વન રાશન કાર્ડ’ યોજનાનો અમલ

Share On :

તાજેતરમાં ઉત્તરાખંડ સહિત ૧૭ રાજ્યમાં ‘વન નેશન-વન રાશન કાર્ડ’ યોજનાનો અમલ કરાયો હોવાની માહિતી કેન્દ્રના નાણાં મંત્રાલયે જાહેર કરી હતી.

‘વન નેશન-વન રાશન કાર્ડ’ યોજનાનો અમલ કરનાર રાજ્યને ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ્ (જીએસડીપી)નાં ૦.૨૫ ટકા વધારાનું ઋણ લેવાની પરવાનગી આપવામાં આવે છે.

આ રીતે ખર્ચ વિભાગ તરફથી આ રાજ્યોને રૂ. ૩૭,૬૦૦ કરોડનું વધારાનું ઋણ લેવાની પરવાનગી આપવામાં આવી હોવાની માહિતી નાણાં મંત્રાલયે આપી હતી.

‘વન નેશન-વન રાશન કાર્ડ’ યોજનાનો અમલ કરાયા બાદ લાભકર્તાને નેશનલ ફૂડ સિક્યોરિટી ઍક્ટ (એનએફએસએ) અને અન્ય કલ્યાણ યોજનાના લાભ સસ્તા દરની દુકાન (એફપીએસ)માં મળે છે.

આ યોજનાનો લાભ મુખ્યત્વે સ્થળાંતર કરતા મજૂરો, હંગામી કર્મચારીઓ, શ્રમિકો, કાગળ વિણવાનું કામ કરનારા અને રસ્તા પર રહેતા લોકોને મળે છે. આ યોજના હેઠળ તેઓ જે રાજ્યમાં રહેવા જાય, ત્યાં એમને સસ્તા દરે રાશનની દુકાનમાંથી રાશન મળી શકશે. આવા લોકો કોઇપણ ઇલેક્ટ્રોનિક પોઇન્ટ ઑફ સેલ (ઇ-પીઓએસ) ધરાવતી રાશનની દુકાનમાંથી રાશન મેળવી શકે છે.

કોવિડ-૧૯નાં રોગચાળા દરમિયાન આવી રહેલા અનેક પડકારોનો સામનો કરવાની બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આવા રાજ્યોની વધારાનું ઋણ મેળવવાની મર્યાદા વધારીને જીએસડીપીના બે ટકા કરી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :