ઇંગ્લીશ નથી આવડતું કોઇ ચિંતા નહીં : હવે B.E., B.Tech. એન્જિનિયરિંગ કોર્સ ગુજરાતી ભાષામાં કરી શકાશે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
દેશભરમાં આવેલી એન્જિનિયરિંગ, ટેક્નોલોજીની કોલેજોનું બંધારણીયથી લઇને શૈક્ષણિક સંતુલન જાળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલા ઓટોનોમસ સંગઠન ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન All India Council for Technical Education (AICTE) એ એવી આવકારદાયક જાહેરાત કરી છે કે હવે પછીના નવા શૈક્ષણિક વર્ષ 2021-22થી દેશમાં કુલ 9 પ્રાદેશિક ભાષાઓમાં બી.ટેક., બી.ઇ. (એન્જિનિયરિંગ)ની બેચલર ડિગ્રીનો અભ્યાસ કરી શકાય તે માટેની છુટ આપવામાં આવી છે. આ 9 પ્રાદેશિક ભાષાઓમાં ગુજરાતીનો સમાવેશ થાય છે. હવે યુનિર્વસિટીઓ કેટલી ઝડપથી કોર્સ સ્ટ્રક્ચર તૈયાર કરે છે તે જોવાનું રહેશે.
આ 9 ભાષાઓમાં કરી શકાશે એન્જિનિયરિંગ
– ગુજરાતી
– મરાઠી
– હિન્દી
– બંગાળી
– તેલુગુ
– તમિલ
– કન્નડ
– મલયાલમ
All India Council for Technical Education (AICTE)ના ચેરમેન અનિલ શહસ્ત્રબુદ્ધે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે નવા શૈક્ષણિક વર્ષથી 8 પ્રાદેશિષ ભાષા ઉપરાંત વધુ 11 પ્રાદેશિક ભાષાઓમાં ઇજનેરી અભ્યાસક્રમ ભણાવવા માટેની છૂટ આપવામાં આવશે.
All India Council for Technical Education (AICTE) દ્વારા ગુજરાતી સહિત 8 પ્રાદેશિક ભાષાઓમાં ઇજનેરીની બેચલર ડિગ્રીના અભ્યાસને મંજૂરી આપવાના કારણે અંગ્રેજીનો ડર ધરાવતા, અંગ્રેજીનું ઓછું જ્ઞાન ધરાવતા, ગ્રામીણ વિસ્તારોના બાળકો, આદિવાસી વિસ્તારના બાળકોમાં એન્જિનિયરિંગ પ્રત્યેની સૂગ દૂર થશે. વિદ્યાર્થી વધુને વધુ સ્કીલ્ડ અભ્યાસક્રમ કરીને વ્યાવસાયિક બની શકશે. જર્મની, ફ્રાન્સ, રશીયા, જાપાન, ચીન વગેરે જેવા વિકસિત દેશોમાં એન્જિનિયરિંગ અભ્યાસક્રમ તેમની પ્રાદેશિક ભાષામાં જ ચલાવવામાં આવી રહ્યો છે.
ઇજનેરી જેવું જ્ઞાન જો વિદ્યાર્થી પોતાની માતૃભાષામાં મેળવી શકશે તો એ સમગ્ર પ્રદેશ અને દેશ બન્ને માટે ફાયદેમંદ બની રહેશે.
ઇંગ્લિશ નહીં આવડે તો કોઇ ચિંતા નહીં, ગુજરાતીમાં કરી શકાશે એન્જિનિયરિંગ
ગુજરાતમાં એવા અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ દર વર્ષે ધો.12 પાસ કરતા હોય છે જેઓ ફક્તને ફક્ત અંગ્રેજીમાં નબળા હોવાના કારણે એન્જિનિયરિંગ કોર્સથી દૂર રહેતા હોય છે. હવે આવા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાતી માધ્યમમાંથી ધો.12 પાસ કરતા વિદ્યાર્થીઓએ હવે ઇંગ્લિશ સારુ ન હોય તો ગભરાવાની જરૂર નથી. ટૂંક સમયમાં બેચલર ઓફ એન્જિનિયરિંગનો કોર્સ ગુજરાતીમાં શરૂ કરી શકાશે.
All India Council for Technical Education (AICTE) ચેરમેન દ્વારા ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે થયેલી વાતચીતના રિપોર્ટની લિંક


આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
