ધો.12માં અધૂરા અભ્યાસે વિદ્યાર્થી કેવી રીતે જાન્યુઆરીમાં JEE Main આપી શક્શે?
Jayesh Brahmbhatt 98253 44944
જેમને સિસ્ટમની ખબર નથી એવા લોકો ઇજનેરી અને નીટ જેવી રાષ્ટ્રીય અને મહત્વની ગણાતી પ્રવેશ પરીક્ષાઓ અંગે નીતિ વિષયક નિર્ણયો લઈ રહ્યા છે અને આવું થવાને કારણે ગઇ તા.7મી જુલાઇ 2018ના રોજ ઉતાવળે કરવામાં આવેલી ઘોષણાઓને રદ કરીને નવેસરથી જાહેરાતો કરવી પડી હતી. તા.21મી ઓગસ્ટ 2018ના રોજ કરાયેલી તાજા જાહેરાતો અનુસાર જેઇઇ મેઇન પરીક્ષા જાન્યુઆરી માસમાં લેવામાં આવશે. ધો.12 મેથેમેટિક્સ સાથે હાલ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ તેમનું સત્ર, કોર્ષ, વર્ષ પૂરું થયા વગર કેવી રીતે આ પરીક્ષા આપી શક્શે એનો વિચાર કરાયો નથી. એથી વિશેષ જો હાલમાં ધો.12 પીસીએમમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ જાન્યુઆરી 2019માં જેઇઇ મેઇન પરીક્ષા નહીં આપશે તો તેમણે આઇઆઇટી, એનઆઇટીમાં પ્રવેશ માટે 2020 જાન્યુઆઆરી સુધી રાહ જોવી પડશે. જાન્યુઆરી 2020માં પરીક્ષા પાસ કર્યા પછી પણ છ મહિના એટલે કે જુલાઇ 2020 સુધી તેમને કોઇ એનઆઇટી કે આઇઆઇટી પ્રવેશ આપવાની નથી. આમ કેટલાક ભેજાગેપ અધિકારીઓ વગર વિચાર્યે આડેધડ નિર્ણયો લઇ રહ્યા હોવાની અનૂભુતિ થઇ રહી છે.

The change in NEET exam pattern (as against the statement released on 7th July, 2018), which will now be a single exam in pen-and-paper mode and in the same number of languages as been conducted last year.
Here is the calender for NEET, JEE Main 2019 dates released by National Testing Agency:




બે વખત નીટ અને જેઇઇ પરીક્ષા લેવાની બાબતમાં કાંચુ કપાયું હોવાનું જણાતા એ નિર્ણય ફેરવી કાઢ્યો હવે તા.21મી ઓગસ્ટના રોજ નેશનલ ટેસ્ટિંગ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલા શિડ્યુલને જોતા કોઇ ભેજાગેપ અધિકારીએ ઓફિસમાં બેઠા બેઠા નિર્ણય લીધો હોવાનું જણાય આવે છે.
જેઇઇ મેઇનની વાત કરીએ તો જેઇઇ મેઇન પરીક્ષા કે જે આઇઆઇટીમાં પ્રવેશ માટેનું પહેલું પગથીયું અને એનઆઇટીમાં પ્રવેશ માટેની એકમાત્ર પરીક્ષા છે. ઇજનેરીમાં ગુણવત્તાસભર અને નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી સંસ્થામાં પ્રવેશ મેળવવો હોય તો જેઇઇ મેઇન અતિ આવશ્યક છે. જેઇઇ મેઇન પરીક્ષા ધો.12 ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ પીસીએમ ગ્રુપ સાથે એપિયર થયેલા કે એપિયર્ડ થઇ ચૂકેલા વિદ્યાર્થીઓએ આપવાની હોય છે. જેઇઇ મેઇન્સ 2019ની પરીક્ષા જાન્યુઆરીની તા.6થી 20 દરમિયાન યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
આ જાહેરાત સાવ જ મનઘડંત રીતે અને કોઇપણ પ્રકારની વાસ્તવિક સ્થિતિ જોયા જાણ્યા વગર કરી દેવામાં આવી છે. હાલમાં ધો.12 પીસીએમમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ તેમનું અભ્યાસકીય વર્ષ અને સત્ર પૂરું કર્યા વગર કેવી રીતે પરીક્ષા આપી શકશે. એક તરફ સરકાર એમ કહે છે કે બોર્ડના વિદ્યાર્થીઓ જો શાળામા 80 ટકા હાજરી નહીં હોય તો પરીક્ષા નહીં આપી શકે, આવા સંજોગોમાં જેઇઇ મેઇન 2018 પરીક્ષા જાન્યુઆરીમાં લેવાની હોય તો કેવી રીતે 80 ટકા હાજરી થશે.
આ નિર્ણયનો બીજું ભયસ્થાન એ પણ છે કે શાળાઓ તેમજ વિદ્યાર્થીઓ જાન્યુઆરીમાં જેઇઇ કવર થાય તે માટે ધો.11ને સાવ જ સાઇડ પર મૂકી દેશે અને ધો.11નો અભ્યાસક્રમ છ માસમાં જ પૂરો કરીને જેઇઇ મેઇનના એક વર્ષ અગાઉથી જ તૈયારી કરી દેશે.
બીજી તરફ જો વિદ્યાર્થીઓ ધો.12ની પરીક્ષા પાસ કર્યા પછી જેઇઇ મેઇન આપશે તો તેમની કારકિર્દીમાં એક વર્ષ વધું બગડશે. દર વર્ષે મે માસમાં ધો.12 સાયન્સના પરીણામો જાહેર થઇ જાય છે એ પછી જાન્યુઆરી સુધી વિદ્યાર્થીઓએ જેઇઇ મેઇનની તૈયારી કરવી પડશે. આ નિર્ણય સીધો જ વિદ્યાર્થીઓનું એક વર્ષ તો બગાડશે જ પરંતુ, સાથોસાથ કોચિંગ ક્લાસીસોવાળાને બખ્ખાં કરી આપનારો જણાય રહ્યો છે.
હાલની સિસ્ટમ યોગ્ય હતી કે એપ્રિલ માસમાં જેઇઇ લેવાય અને જૂન માસમાં એડવાન્સ્ડ લેવાય કે જેથી ધો.12 પછી વિદ્યાર્થીઓને તરત જ કોલેજમાં પ્રવેશ માટે કનેક્ટિવિટી મળી જતી હતી.
આમ જેઇઇ મેઇનનું કેલેન્ડર ગોઠવનારા અધિકારીઓએ મગજ ચલાવ્યા વગરનો નિર્ણય લીધો છે જેની સામે એકલા ગુજરાતમાંથી જ નહીં બલ્કે સમગ્ર દેશમાંથી ઉહાપોહ મચશે અને ફરીથી આ નિર્ણયને ફેરવી તોડવાની નોબત આવશે એમ હાલ તો જણાય રહ્યું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


