CIA ALERT

NEET ક્વોલિફિકેશન 5થી 9 માર્ક નીચે ઉતર્યું : ગુજરાતમાં NEETથી પ્રવેશ મળે તેવી કુલ સીટો કરતા 3 ગણા વધુ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા

Share On :

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તા.1લી નવેમ્બરની રાત્રે જાહેર કરાયેલા નીટ યુજીના પરીણાનું એનાલિસીસ કરતા રસપ્રદ વિગતો સપાટી પર આવી રહી છે. 2021માં તા.12મી સપ્ટેમ્બરે લેવાયેલી નીટ પરીક્ષા દેશ અને દુનિયાભરમાંથી કુલ 15 લાખ 44 હજાર 275 વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી કુલ 56.34 ટકા પરીક્ષાર્થીઓને મેડીકલ, પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે ક્વોલિફાય (લાયકાતપાત્ર) જાહેર કરવામાં આવ્યા છે.

નીટ ક્વોલિફિકેશન ગયા વર્ષ કરતા 5થી 9 માર્ક નીચું ગયું, કટ ઓફ મેરીટ પણ નીચું જશે

ગુજરાતમાં નીટથી પ્રવેશ મળે તેવી કુલ સીટો કરતા ત્રણ ગણા વધુ (42હજાર ઉપરાંત) ક્વોલિફાય થયા

ગુજરાત રાજ્યમાંથી કુલ 75 હજાર જેટલા વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષા આપી હતી. આ પૈકી ક્વોલિફાય થવાની નેશનલ એવરેજ 56 ટકા પ્રમાણે અંદાજ મૂકાય તો ગુજરાતમાંથી કુલ 42000 ઉપરાંત વિદ્યાર્થીઓ મેડીકલ, પેરામેડીકલ કોર્સ માટે ક્વોલિફાય થયા છે. ગુજરાતમાં મેડીકલની 5508 અને ડેન્ટલની 1255 આયુર્વેદિકની 2242 અને હોમિયોપેથી કોલેજોની કુલ 3710 સીટ મળીને નીટના સ્કોરથી પ્રવેશ મળે તેવી રાજ્યમાં કુલ સીટોની સંખ્યા 12715ની છે. આટલી સીટોની સામે નીટ ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 42000 ઉપરાંત છે. આમ ગુજરાતમાં જેટલી સીટો ઉપલબ્ધ છે તેના કરતા સવા ત્રણ ગણા વધુ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે.

છોકરાઓ કરતા 1.19 લાખ છોકરીઓ વધુ ક્વોલિફાય થઇ

છેલ્લા ત્રણ વર્ષથી ચાલી આવતો ગર્લ્સ (કન્યા) ઉમેદવારો હાવી રહેવાનો ટ્રેન્ડ આ વખતે પણ જારી રહ્યો છે. આ વર્ષે પણ નીટ ક્વોલીફાઇ કરનારા બોયઝની સંખ્યા કરતા ગર્લ્સની સંખ્યા 1.19 લાખ વધારે છે.

n all, 8,70,074 (56.34%) of the 15,44,275 candidates who appeared for the test qualified. In continuation of the trend in the past, the number of female candidates who qualified is 1.19 lakh higher than male candidates.

Reported @ 10pm 1/11/2021

ગત 12 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી મેડીકલ પેરામેડિકલ કોર્સમાં સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ, નીટ 2021નું પરીણામ નેશનલ ટેસ્ટીંગ એજન્સી(એનટીએ)એ તા.1લી નવેમ્બર 2021ના રોજ જાહેર કરી દીધું હતું. પરીણામના થોડા કલાકો સુધી ફક્ત ઇમેલથી જ પરીણામ મેળવી શકાયાના અહેવાલો મળ્યા હતા, બાદમાં નીટની પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા તમામ વિદ્યાર્થી ઉમેદવારો નીટની સત્તાવાર વેબસાઇટ ઉપર પોતાનું રિઝલ્ટ જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. 

જો કે એનટીએ દ્વારા તમામ ઉમેદવારોને તેઓના રજિસટર્ડ ઇ-મેઇલ ઉપર પરિણામ મોકલી આપવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે એનટીએએ તમામ ઉમેદવારોને વ્યક્તિગત ધોરણે રિઝલ્ટ મોકલી આપીને સૌને ચોંકાવી દીધા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :