CIA ALERT

PM મોદી અને શરદ પવાર વચ્ચે ગૂફ્તેગુ, દેશની રાજનીતિમાં હલચલ

Share On :

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારની શનિવારના રોજ દિલ્હીમાં મુલાકાત થઈ. બન્ને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત ચાલી. ચોમાસું સત્ર પહેલા શરદ પવાર સાથે થયેલી આ મુલાકાતને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. સોમવારથી ચોમાસુ સત્રની શરુઆત થવાની છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી એક સર્વદળીય બેઠક બોલાવવામાં આવી છે.

Sharad Pawar Raises Concerns Over New Cooperation Ministry In PM Meet

વિપક્ષ તરફથી સરકારને સંસદમાં ઘેરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આવતીકાલે કોંગ્રેસના લોકસભા સાંસદોની પણ બેઠક બોલાવવામાં આવી છે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી બેઠકને સંબોધિત કરશે. મોનસૂન સેશન પહેલા અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ કોંગ્રેસ તરફથી તૈયાર કરવામાં આવી રહી છે. સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે કોંગ્રેસ વિપક્ષી દળો સાથે પણ સંપર્ક સાધી રહી છે.

મહારાષ્ટ્રમાં અત્યારે ગઠબંધનની સરકાર છે, તે દરમિયાન વડાપ્રધાન અને એનસીપી ચીફ શરદ પવારની મુલાકાતથી રાજકારણના નિષ્ણાંતોમાં ચર્ચા શરુ થઈ છે. મહારાષ્ટ્રના રાજકીય ભવિષ્યને લઈને પણ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શરદ પવારને વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવાની વાત સામે આવી હતી. પરંતુ શરદ પવારે કહ્યુ હતું કે આ ખોટી વાત છે. મને ખબર છે કે જે પાર્ટી પાસે 300થી વધારે સાંસદ હોય તે જોઈને પરિણામ શું આવશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :