વરસાદથી બેહાલ મહારાષ્ટ્ર, કોંકણ અને સૌરાષ્ટ્ર
મુંબઈમાં વરસાદે ભારે અફરાતફરી મચાવી દીધી છે. નિંચાણવાળા વિસ્તારોમાં જલભરાવ તેમજ હજુ પણ બુધવારની રાત્રે અને ગુરુવારની સવારે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

દરમિયાન તા.15મી જુલાઇના રોજ બપોરે 2 વાગ્યા બાદ મુંબઈ સહિત ઉપનગરમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી ૪૮ કલાકમાં મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવાની સાથે ઑરેન્જ અલર્ટ જારી કરી છે. રત્નાગિરિ, સિંધુદુર્ગ, રાયગડ જેવા કોકણના કિનારાના વિસ્તારોમાં રેડ અલર્ટ જાહેર કરાઈ છે. ૧૨ કલાકમાં પરાવિસ્તારમાં ચાર ઇંચ અને તળમુંબઈમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.
મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં ગઈ કાલે સવારે છૂટાછવાયા વરસાદની શરૂઆત થયા પછી બપોરે મુશળધાર વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. લોઅર પરેલ, વરલી, દાદર, માટુંગા, કિંગ્સ સર્કલ જેવા તળ મુંબઈમાં તો અંધેરી, મલાડ, કાંદિવલી, બોરીવલી વગેરે પરા વિસ્તારોમાં ભારે વરસાદને લીધે નીચાણવાળા ભાગમાં પાણી ભરાઈ ગયાં હતાં.
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ મહારાષ્ટ્રથી કેરળના દરિયાકિનારે હવાનું દબાણ નિર્માણ થયું હોવાથી આ વિસ્તારમાં વરસાદ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થયું છે. આથી કેટલાંક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
