Friday મોદી મુંબઈમાં અને રાહુલ સંગમનેરમાં સભા ગજાવશે
મહારાષ્ટ્રમાં 29મી તારીખે ચોથા અને છેલ્લા તબક્કાની ચૂંટણી છે ત્યારે તે પહેલા ભાજપ અને કૉંગ્રેસ પક્ષના નેતાઓ મતદારોને મનાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. આજે મુંબઈમાં બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી) ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રેલીને સંબોધશે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અહેમદનગરમાં સંગમનેર ખાતે સભાને સંબોધશે. ચોથા તબક્કામાં મુંબઈની છ બેઠક માટે પણ મતદાન થવાનું છે. ભાજપે શિવસેના સાથે જોડાણ કર્યું હોવાથી ત્રણ બેઠક પર ભાજપ અને ત્રણ બેઠક પર શિવસેના લડી રહી છે. 2014માં મુંબઈની તમામ બેઠક પર યુતિના ઉમેદવારો જીતીને આવ્યા હતા. આ વખતે પણ ઈશાન મુંબઈને બાદ કરતા તમામ વર્તમાન સાંસદોને ટિકિટ આપવામાં આવી છે. મુંબઈ માત્ર આર્થિક રાજધાની જ નહીં, એક આંતરરાષ્ટ્રીય શહેર તરીકે પ્રસ્થાપિત છે તેથી અહીંની બેઠકો જીતવી તમામ પક્ષ માટે મહત્ત્વની છે.
બીજી બાજુ રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધી મુંબઈમાં રેલી યોજશે તેમ માનવામાં આવતું હતું, પરંતુ એમ બન્યું નથી. ગાંધી મહારાષ્ટ્રને ઓછું મહત્ત્વ આપી રહ્યા હોવાનું પણ માનવામાં આવે છે, પરંતુ કૉંગ્રેસના નેતાઓએ આ વાતનો ઈનકાર કરતા જણાવ્યું હતું કે તેમણે અને કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓએ સભાઓ ગજવી છે. આ સાથે એનસીપી ચીફ શરદ પવાર મુંબઈમાં પણ સભાઓ લઈ રહ્યા છે. ગાંધીએ ચૂંટણીની તારીખ પહેલા મુંબઈમાં સભા સંબોધી હતી. મુંબઈમાં ગુજરાતી મતદારો પણ મોટા પ્રમાણમાં છે ત્યારે મોદીના ભાષણની અસર તેમના પર વધારે પડશે, તેમ માનવામાં આવે છે. 17 બેઠક માટે લગભગ 3.11 કરોડ મતદાર પોતાની ફરજ નિભાવશે. મુંબઈ, થાણે, પાલઘર, ભિવંડી અને પશ્ર્ચિમ મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ચૂંટણી યોજાશે.
આજે બીકેસી ખાતે જનમેદની એકઠી કરવાની જવાબદારી મુંબઈના ભાજપ-શિવસેનાના નેતાઓ-પદાધિકારીઓ તેમ જ છ લોકસભા બેઠક પર ઊભેલા ઉમેદવારોને સોંપવામાં આવી છે. પક્ષના સૂત્રોનું માનીએ તો તમામ મતવિસ્તારોમાંથી 150 બસ મેદાન સુધી પહોંચાડવાની જવાબદારી આપવામાં આવી છે. 1000 જેટલી બસમાં માણસો મેદાન સુધી લઈ જવામાં આવે તેમ માનવામાં આવે છે .જોકે એક પદાધિકારીનું કહેવાનું હતું કે પક્ષ તરફથી આવી કોઈ સૂચના આપવામાં આવી નથી. આ રેલીમાં શિવસેના અને આરપીઆઈ પણ જોડાયા હોવાથી આપોઆપ જંગી રેલી સાબિત થશે. લોકોને વડા પ્રધાનને પ્રત્યક્ષ સાંભળવાની પણ ઈચ્છા હોય છે, આથી આમ જનતા પણ મોટી સંખ્યામાં ભાગ લેશે અને આ રેલી ખૂબ જ સફળ સાબિત થશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
