CIA ALERT
16. May 2024
October 9, 20211min241

Related Articles



MI IPL 2021 ટુર્નામેન્ટની બહાર

Share On :
Print Friendly, PDF & Email

હૈદરાબાદ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને મોટા સ્કોરે મેચ જીતવી ખુબ જ જરૂરી હતી. જો કે, હૈદરાબાદે 65 રન બનાવતાં જ મુંબઈ પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

મુંબઈ ઈન્ડિયન્સ માટે આજે હૈદરાબાદ સામેની મેચ કરો કે મરોની જંગ જેવી હતી. પણ હૈદરાબાદની ટીમે 65 રન બનાવતાની સાથે જ ખુબ જ નિરાશા સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લે ઓફમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. ગુરુવારે કોલકાતાએ રાજસ્થાન સામેની મેચ જીત બાદ મુંબઈને પ્લે ઓફમાં સ્થાન મેળવવા માટે હૈદરાબાદને 65 રનોમાં ઓલ આઉટ કરવું જરૂરી હતી. જો કે તે શક્ય ન બનતાં મુંબઈ પ્લે ઓફમાંથી બહાર થઈ ગઈ છે. અને હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પ્લે ઓફમાં જંગ જામશે.

કોલકાતાએ રાજસ્થાન સામે જીત બાદ મુંબઈ માટે પ્લે ઓફમાં પહોંચવા માટે મુંબઈને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં 250 રનોથી વધારે રનોનો સ્કોર બનાવવો પડશે, જ્યારે 170 રનોથી વધારે રનો સાથે હૈદરાબાદને માત આપવી પડશે તેવી સ્થિતિ હતી. અને રન ચેઝ કરશે તો પ્લે ઓફથી બહાર ફેંકાવવાનું નક્કી હતું. જો કે, આજે ટોસ જીતવામાં નસીબે મુંબઈને સાથ આપ્યો હતો. મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. અને 20 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા. જેથી પ્લે ઓફમાં પહોંચવા માટે મુંબઈને હૈદરાબાદને 65 રનમાં ઓલ આઉટ કરવું જરૂરી હતી. પણ હૈદરાબાદે 65 રન બનાવતાંની સાથે જ મુંબઈ માટે પ્લે-ઓફની રેસ પુર્ણ થઈ ગઈ હતી.

મુંબઈ તરફથી આજે ઈશાન કિશન અને સુર્યકુમાર યાદવે વિસ્ફોટક બેટિંગ કરી હતી. પણ તેમ છતાં મુંબઈ પ્લે ઓફમાંથી બહાર નીકળતી જતાં ભારે નિરાશાનો સામનો કરવાનો વારો આવ્યો છે. મુંબઈની ટીમ માટે આ સિઝન ખુબ જ નિરાશાજનક રહી હતી. આ સિઝનમાં 7 મેચોમાં મુંબઈને હારનો સામનો કરવો પડ્યો હતો. 2018 બાદ આ સિઝનમાં મુંબઈ પ્લે ઓફમાં સ્થાન બનાવી શકી ન હતી. મુંબઈ 2020, 2019, 2017, 2015, 2013માં આઈપીએલની ચેમ્પિયન રહી ચૂકી છે.https://00513150e5d40265fe816133ccd5f6f9.safeframe.googlesyndication.com/safeframe/1-0-38/html/container.html

મુંબઈ પણ બહાર થઈ ગયા બાદ હવે પ્લે ઓફનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. હવે પ્લે ઓફમાં દિલ્હી કેપિટલ્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે જંગ જામશે. ટોપ 2માં રહેતી ટીમોને ફાઈનલમાં પહોંચવા માટે એક વધારેનો મોકો મળે છે. આ બંને પહેલા ક્વોલિફાયર હોય છે, જેમાં જીત મેળવતી ટીમ સીધી ફાઈનલમાં પહોંચે છે. અને ત્યારબાદ ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમ વચ્ચે એલિમિનેટર મેચ રમાઈ છે. જેમાં જીત મેળવતી ટીમ ક્વોલિફાયરમાં હારનો સામનો કરનાર ટીમ સાથે બીજી ક્વોલિફાયર મેચ રમે છે. અને તેમાં જીતનાર ટીમ ફાઈનલમાં પહોંચે છે.

પ્લે ઓફની મેચઃ

– પ્રથમ ક્વોલિફાયરઃ 10 ઓક્ટોબર (દુબઈ)- દિલ્હી કેપિટલ્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ

એલિમિનેટરઃ 11 ઓક્ટોબર (શારજહા)- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs કોલકાતા નાઈટ રાઈડર્સ

બીજી ક્વોલિફાયરઃ 13 ઓક્ટોબર (શારજહા)- એલિમિનેટરની વિજેતા અને પ્રથમ ક્વોલિફાયરમાં હારતી ટીમફાઈનલઃ 15 ઓક્ટોબર (દુબઈ)- પ્રથમ ક્વોલિફાયરની વિજેતા અને બીજી ક્વોલિફાયરની વિજેતા ટીમ

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :