મુંબઈમાં પાવર કટ : ભારતનું બિઝનેસ સિટી વીજળીના અભાવે ઠપ : જનજીવન ભારે પ્રભાવિત
મુંબઇમાં ઇલેક્ટ્રીસિટી સપ્લાયનો ઇજારો ધરાવતી કંપની, બેસ્ટ ઇલેક્ટ્રિસિટીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, ટાટા ઇનકમિંગની વીજળી સપ્લાઈ અવરોધાવાને કારણે વીજળી શહેરને નથી મળી રહી
ગ્રીડ ફેલ થવાને કારણે મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં સપ્તાહના પ્રથમ દિવસ સોમવાર, તા.12મી ઓક્ટોબરે સવારથી જ ઇલેક્ટ્રીસિટી સપ્લાય ઠપ થઈ ગયો છે. એરપોર્ટ પર ફ્લાઇટ શિડ્યુલ નોર્મલ છે પરંતુ, ટ્રેન વ્યવહારને ખાસ્સી અસર પહોંચી છે.

સમગ્ર મુંબઈમાં પ્રત્યેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ જતા ભારે અફરાતફરી મચી ગઇ છે. મુંબઇ ઉપરાંત થાણેમાં પણ પાવર કટનો મેજર પ્રોબ્લેમ ઉપસ્થિત થયો છે. ક્યાં સુધીમાં વીજળી આવશે તેના વિશે હાલમાં કંઈ ચોક્કસ કહેવામાં નથી આવી રહ્યું. આ મામલે બેસ્ટ ઇલેક્ટ્રિસિટીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, ટાટા ઇનકમિંગની વીજળી સપ્લાઈ અવરોધાવાને કારણે વીજળી શહેરને નથી મળી રહી.
ઇલેક્ટ્રીસિટી સપ્લાય ખોરવાય જવાને કારણે મહારાષ્ટ્રના ત્રણ જિલ્લા મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થઇ ચૂક્યું છે. કચેરીઓમાં કામકાજ થંભી ગયા છે.
અચાનક વીજળી જવાથી મુંબઈમાં અફરાતફરીની સ્થિતિ ઉભી થઈ છે. જાણકારી અનુસાર મુંબઈના ટ્રાફિક સિગ્નલ કામ નથી કરી રહ્યા. લોકલ રેલ્વે સેવાના તમામ સિગ્નલ પણ બંધ પડ્યા છે. જે ટ્રેન જ્યાં હતી ત્યાં જ ઉભી છે. પ્રવાસીઓને યોગ્ય જાણકારી ન મળવાને કારણે પરેશાન થઈ રહ્યા છે. પાવર બેકઅપ વગરની હોસ્પિટલમાં પણ સ્થિતિ ચિંતાજનક થઈ ગઈ છે.
ઠાણે નજીક કલવાથી પડધે સુધી પાવર સપ્લાઈમાં થયેલ મલ્ટિપલ ટ્રીપિંગને કારણે મુંબઈ મેટ્રોપોલિટન રીઝનમાં વીજળી નથી. 380 મેગાવોટ પાવર અવરોધાઈ છે. વીજળી પૂરી રીતે આવતા હજુ બેથી અઢી કલાક સુધીનો સમય લાગી શકે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


