ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે મહેસૂલ તલાટીની 2389 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જારી, 10 જૂન સુધી ઉમેદવારી કરી શકાશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની 2389 જેટલી જગ્યાઓ માટે ભરતીને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. રેવન્યુ તલાટીની વર્ષ 2025 માટે ભરતીના આજે સોમવાર (26 મે, 2025)થી ફોર્મ ભરાવવાના શરૂ થયા છે. જેમાં આગામી 10 જૂન, 2055ના રાત્રે 11:59 સુધીમાં ફોર્મ ભરી શકાશે.

રાજ્યમાં 2389 રેવન્યુ તલાટીની ભરતી માટે બે સ્તરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રાથમિક કસોટી અને મુખ્ય પરીક્ષા રહેશે. આ પરીક્ષા માટે તમામ ઉમેદવારોએ ફી ભરવાની રહેશે જેમાં પ્રાથમિક કસોટીમાં 40 ટકા કે તેથી વધુ માર્કસ લાવનારને ફી રિફંડ કરવામાં આવશે. રેવન્યુ તલાટીની ભરતીના નવા નિયમો હેઠળ હવે 12 પાસની જગ્યાએ ઉમેદવારોએ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. આ સાથે ઉમેદવારોની ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષની જગ્યાએ 20 વર્ષ કરવામાં આવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહેસૂલ તલાટીની કુલ 2389 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. રાજ્યભરમાં મહેસૂલ તલાટી ભરતી માટે આગામી સમયમાં પરીક્ષાનું પણ આયોજન થશે. ત્યારે અહીં જાણીશું કે મહેસૂલ તલાટી માટે પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે અને સંપૂર્ણ અભ્યાસક્રમ.
મહેસૂલ વિભાગમાં સીધી ભરતીના મહેસૂલી તલાટીની જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર, પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ (Multiple Choice Question) પ્રકારના પ્રશ્નોવાળી CBRT/OMR પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા પ્રિલિમિનરી અને મુખ્ય એમ બે તબક્કામાં લેવામાં આવશે. (પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે.)
લઘુતમ લાયકી ધોરણ
પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલી પરીક્ષામાં મેળવેલ ગુણનું લઘુતમ લાયકી ધોરણ પ્રશ્નપત્ર દીઠ 40 ટકા રાખવામાં આવ્યું છે.
પ્રાથમિક પરીક્ષા (MCQ આધારિત)
મહેસૂલ તલાટી ભરતી માટે બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે જેમાં પ્રથમ તબક્કામાં ત્રણ કલાકના સમયમાં 200 માર્કનું પેપર લખવાનું રહેશે. 200 માર્ક વિષય પ્રમાણે વિભાજીત કોષ્ટકમાં દર્શાવ્યા છે.
વિષય માર્કસ
ગુજરાતી 20
અંગ્રેજી 20
પોલીટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ઇકોનોમિક્સ 30
હીસ્ટ્રી, જીયોગ્રાફી, કલ્ચર હેરિટેઝ 30
એનવારમેન્ટ, સાયન્સ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી 30
કરન્ટ અફેર્સ 30
મેત્થ્સ અને રિઝિઓનિંગ 40
કુલ 200
મુખ્ય પરીક્ષા
પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ મહેસૂલ વિભના જાહેરનામા મુજબ વર્ણાત્મક સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષાની વિગતો Appendix-C મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ Appendix-D મુજબનો રહેશે.
મુખ્ય પરીક્ષાના ગુજરાતી તથા અંગ્રેજી વિષયનો વિગતવાર અભ્યાસક્રમ Appendix-D મુજબનો રહેશે. જ્યારે સામાન્ય અભ્યાસ વિષયનો વિગતવાર અભ્યાસક્રમ મંડળ દ્વારા નિયત કર્યા મુજબનો રહેશે.
વિષય માર્ક્સ સમય
ગુજરાતી ભાષા સ્કિલ 100 3 કલાક
અંગ્રેજી ભાષા સ્કિલ 100 3 કલાક
જનરલ સ્ટડિઝ 150 3 કલાક
350
ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં વિગતો ભરતાં સમયે જાતિ અંગે જે વિગત દર્શાવેલ હશે તે અરજી પત્રક કર્નફોર્મ થયેલી જાતિમાં પાછળથી ફેરફાર કરવાની કોઈ પણ વિનંતી ધ્યાને લેવામાં આવશે નહીં.આથે જો ઉમેદવારને અરજીપત્રકની કોઈ વિગતોમાં ફેરફાર કરવો હોય તો તેઓ એ અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાં સાચી વિગતો અને પુનઃ અરજી કરી કર્નફોર્મ નંબર મેળવી કર્નફોર્મ નંબર માટે નિયત ફી ભરવાની રહેશે.
ઉમેદવારે અરજી પત્રકમાં ભરેલી વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે. અને તેના પુરાવા પ્રમાણપત્રોની ચકાસણી સમયે અસલમાં રજૂ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે-તે તબક્કે રદ્દ ગણવામાં આવશે.
અગત્યની સૂચનાઓ અંગે વધારે જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
અરજી કેવી રીતે કરવી?
આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઈટ
https://ojas.gujarat.gov.in પર જવું
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
