Maharashtra : ૧૫ દિવસ કડક સંચારબંધી

સવારે ૭થી રાતે ૮ વાગ્યા સુધી ફક્ત જીવનાવશ્યક સેવા સાથે સંકળાયેલા લોકોને બહાર નીકળવાની પરવાનગી લોકલ ટ્રેન ચાલુ રહેશે, પરંતુ સામાન્ય નાગરિકને પ્રવેશ બંધ પાલિકાના નાળાં સફાઈના કર્મચારીઓ તેમ જ મેટ્રોની સેવાના મજૂરોને પણ પરવાનગી |
સરકાર આપે એવી આવશ્યકતા છે, જેથી અસરગ્રસ્ત વર્ગોને રાહત આપી શકાય, એમ પણ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.
શું બંધ?
ખાનગી કચેરીઓ, ફ્ેરિયા, નોન-એસેન્શિયલ સામાનની દુકાનો, આવશ્યકતા વગર બહાર જવાની પરવાનગી નહીં, જીવનાવશ્યક સેવા માટે કામ કરનારા લોકોને બાદ કરતાં અન્ય લોકોને પરવાનગી નહીં, રિક્ષા-ટેક્સી અને બેસ્ટની બસમાં નિયંત્રિત પ્રવેશ આપવામાં આવશે.
શું ચાલુ રહેશે
અત્યંત આવશ્યક સેવા સાથે સંકળાયેલા હૉસ્પિટલ, મેડિકલની દુકાનો, વીમા, ટેલિકોમ, આરબીઆઈ સહિત બધી બૅંકો, સેબીની માન્યતાપ્રાપ્ત આર્થિક-નાણાકીય સંસ્થા ચાલુ રહેશે. આ બધી સંસ્થાઓના કર્મચારીઓને અવજવર કરવા માટે મુક્તિ આપી હતી. ઉપરાંત, અત્યારની ઈમર્જન્સી પરિસ્થિતિ હોવાથી જાહેર પરિવહન ક્ષેત્રને ચાલુ રાખવામાં આવે છે. અલબત્ત, મુંબઈમાં લોકલ ટ્રેન ચાલુ રહેશે. રાજ્યમાં (લોકલ ટ્રેન), બેસ્ટની બસ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ, ઓટોરિક્ષા, ટેક્સીની સુવિધા ચાલુ રાખવામાં આવશે. પત્રકારોને અવરજવર કરવા માટે પરવાનગી આપવામાં આવી છે. અન્ય સરકારી સંસ્થા પૈકી વિદેશી દૂતાવાસ, ચોમાસા સંબંધિત કામકાજ કરનારા કર્મચારીઓ તથા ઈ-કોમર્સ ચાલુ રહેશે. રાજ્યમાં જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ચાલુ રહેશે. હોટેલ-રેસ્ટોરાં બંધ રાખવામાં આવશે, જ્યારે પાર્સલની સુવિધા ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે, એવું સરકારના પરિપત્રમાં જણાવ્યું હતું.
મફતમાં અનાજ – શિવભોજન થાળી
ગરીબોનું જીવન મુશ્કેલ બનશે એવી સંભાવનાને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે ગરીબોને એક મહિના માટે ત્રણ કિલો ઘઉં અને બે કિલો ચોખા મફતમાં આપવામાં આવશે. આવી જ રીતે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી શિવભોજન થાળી એક મહિના માટે મફતમાં આપવામાં આવશે.
નાના-મધ્યમ વેપારીને બાબાજી કા ઠુલ્લુ
ઉદ્ધવ ઠાકરેએ વેપારીઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે અત્યારે આ પરિસ્થિતિમાં વેપારીઓને ત્રણ મહિનાના જીએસટીમાં રાહત આપવામાં આવે એવો અનુરોધ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવશે. વેપારીઓને રાજ્ય સરકાર તરફથી કોઈ સીધી રાહત આપવાની વાત ઉદ્ધવ ઠાકરેએ કરી નહોતી.
ઓક્સિજન માટે એરફોર્સની મદદ માગી
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં ઓક્સિજનના સિલિન્ડરની પ્રવર્તી રહેલી અછતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આખા દેશમાં ઓક્સિજનના સિલિન્ડર જ્યાંથી ઉપલબ્ધ થાય છે તેની યાદી સરકાર પાસે છે. રાજ્યને રોજ ૧૨૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડે છે અને આગામી દિવસોમાં કદાચ આમાં વધારો થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં લેતાં વડા પ્રધાનને એવી વિનંતી કરવામાં આવશે કે ભારતીય હવાઈદળના વિમાનોનો ઉપયોગ ઓક્સિજનના સિલિન્ડરોના પરિવહન કરવા માટે તાકીદની સ્થિતિમાં પરવાનગી આપવી જેથી રાજ્યમાં તેની અછત ન સર્જાય.
૫,૪૦૦ કરોડનું રાહત પેકેજ
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં ૧૫ દિવસ માટે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે ગરીબો અને અન્યોને કોઈ ભારે નુકસાન ન થાય એ માટે ૫,૪૦૦ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજમાં ૩૫ લાખ ગરીબોને રૂ. ૧૦૦૦ આપવામાં આવશે. ૧૨ લાખ બાંધકામ મજૂરોને રૂ. ૧૫૦૦ આપવામાં આવશે. પાંચ લાખ અધિકૃત ફ્ેરિયાને રૂ. ૧,૫૦૦ સ્વનિધિ ખાતામાં આપવામાં આવશે. રાજ્યના ૧૨ લાખ પરમિટ હોલ્ડર રિક્ષાચાલકોને રૂ. ૧,૫૦૦ની રોકડ આર્થિક સહાય કરવામાં આવશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
