ઓટોમોબાઇલ સ્ક્રેપ નીતિ : અલંગમાં સ્ક્રેપ યાર્ડ
ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં યોજાયેલી પહેલી સ્ટેટ ઇન્વેસ્ટર સમિટમાં ભારતના અર્થતંત્રને વેગ આપનારી નવી ઓટોમોબાઇલ ક્રેપ નીતિની સત્તાવાર જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરી હતી. તેમણે આ તકે કહ્યું કે, પહેલી ઓક્ટોબરથી નવી નીતિ લાગુ થશે. નીતિ દેશમા રૂ. 10,000 કરોડનુ નવું રોકાણ લાવશે અને અસંખ્ય રોજગારીનું નિર્માણ કરશે. આ યોજનાને સરકારે કચરામાંથી કંચન ગણાવી હતી. આ નીતિના પગલે અલંગ અને કચ્છમાં ક્રેપ યાર્ડ શરૂ થઈ શકે છે.

તેમણે જણાવ્યું હતુ કે આ નીતિમાં સામાન્ય પરિવારોને દરેક રીતે ફાયદો થશે. ગાડીને ક્રેપ કરવા પર એક સર્ટિફિકેટ મળશે. આ સર્ટિફિકેટ જેની પાસે હશે તેણે નવી ગાડીની ખરીદી પર રજિસ્ટ્રેશન માટે કોઇ પૈસા આપવા નહી પડે. તેની સાથે જ રોડ ટેક્સમાં પણ છૂટ આપવામાં આવશે. બીજો લાભ એ થશે કે જૂની ગાડીનો નિભાવ ખર્ચ, મરામત ખર્ચ, ઇંધણ કાર્યક્ષમતામાં પણ બચત થશે. ત્રીજો લાભ કે જે જીવનસાથે સંકળાયેલો છે તે એ છે કે જૂની ગાડી, જૂની ટેકનોલોજીને કારણે માર્ગ અકસ્માતનો પણ ખતરો વધુ રહે છે, જેમાંથી મુક્તિ મળશે.’
આ કાર્યક્રમમાં કેન્દ્રિય પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. નીતિન ગડકરીએ આપેલા પ્રવચનમાં ભાવનગરના અલંગ ખાતે દેશનો પ્રથમ ક્રેપ પ્લાન્ટ શરુ થઇ શકે તેમ જણાવ્યું હતુ. એ ઉપરાંત કચ્છમાં પણ જૂના વાહનો ક્રેપ કરવા માટે પાર્ક સ્થાપવાની વાત થઇ હતી.
વડાપ્રધાને પ્રવચનમાં જણાવ્યું હતુ કે ફોર્મલ ક્રેપીંગનો શું લાભ છે તેનો ગુજરાતે સાક્ષાત્કાર કર્યો છે. ગુજરાતના અલંગને શિપ રિસાયક્લીંગ હબ તરીકે ઓળખવામાં આવે છે. અલંગ દુનિયાની શિપ રિસાકક્લીયંગ ઉદ્યોગમાં પોતાની હિસ્સેદારી ઝડપથી વધારી રહ્યુ છે. શિપ રિસાયક્લીંગના આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે નવી રોજગારીની તકો વિકસાવી છે. આ સમગ્ર બાબતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કીલ્ડ મેનપાવર પણ છે. આમ અલંગ ખાતે જહાજો બાદ ગાડીઓનું ક્રેપીંગનું પણ મોટુ હબ બની શકે છે.
ભારતની આઝાદીનું 75મુ વર્ષ આવી રહ્યુ છે ત્યારે આ નીતિ નવા ભારતની મોબિલિટી, ઓટો ક્ષેત્રને એક નવી ઓળખ આપશે. મોબિલીટીમાં આવેલી આધુનિકતા, ટ્રાવેલ અને
વાહનવ્યવહારનો બોજ તો ઘટાડે જ છે પરંતુ આર્થિક વિકાસ માટે પણ મદદ સાબિત થાય છે. 21મી સદીનું ભારતે ચોખ્ખુ, ટ્રાફિક મુક્ત અને સાનુકૂળ મોબિલીટીનું લક્ષ્ય લઇને ચાલવુ જોઇએ, તે આજે સમયની માગ છે.’
કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન’ નીતિન ગડકરીએ જણાવ્યું કે, દેશમાં સૌથી વધુ રોજગારી અને’ ટેક્સ આપતું ક્ષેત્ર ઓટોમોબાઇલનું છે, જે હવે વેગ પકડશે. પ્રદુષણની સાથે સાથે વાહનોની ફિટનેસ અને રોડ સેફ્ટી પર અમે વિશેષ ભાર મૂક્યો છે. ભારતમાં અંદાજે એક કરોડ ગાડીઓ ફિટનેસ વગર ચાલતી હતી જે પ્રદૂષણની સાથો સાથ અને સેફ્ટીની બાબતમાં પણ નુકશાનકારક છે અને આ જ બાબત ક્રેપેજ પૉલિસી તૈયાર થવા બાબતનું મુખ્ય પરિબળ હતું. જૂના વાહનો ક્રેપ થતા 10 થી 12 ટકા પ્રદૂષણ ઘટશે.
ગડકરીએ કહ્યું કે, ઉત્પાદન વધતા સરકારને જીએસટીમાં 30થી 40 હજાર કરોડનો ફાયદો થશે. નવા વાહનોની ખરીદીમાં પાંચ ટકાની છૂટ મળશે. જિલ્લામાં જ’ ક્રેપિંગ સેન્ટર અને ફિટનેસ સેન્ટર નિર્માણ પામશે પરિણામે માલીકોએ વ્હિકલ ક્રેપ કરવા વધુ દૂર નહીં જવું પડે. આ પૉલિસીથી અલંગ ખાતે ઈન્ટિગ્રેટેડ રિસાયક્લિગ હબ બનશે.’
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યુ કે, ગુજરાત ભારતનું સૌથી મોટું ઓટોમોબાઈલ હબ છે જેના પરિણામે ટાટા, ફોર્ડ, હોન્ડા, સુઝુકી જેવી ઘણી મોટી કંપનીઓ અને બીજી ઘણી મોટી ઉત્પાદન કંપનીઓ છે. વિકાસના પરિણામે મોટા ઓટોમોટિવ ઉત્પાદકોની હાજરી તેમજ રાજ્યમાં નોંધાયેલા વાહનોની સંખ્યામાં ભારે વધારો થયો છે.પર્યાવરણના જતન માટે જૂના વાહનોને ક્રેપ કરવાનું જરૂરી બની ગયું છે અને તેના માટે સુવિધાઓ વિકસાવવી એ માટે આપણે પ્રયાસો કરવા પડશે.
એશિયાના દેશો ક્રેપિંગ માટે ગુજરાતમાં ક્રેપ મોકલશે, જે કંડલાના માધ્યમથી ગુજરાતમાં આવશે. જૂનાં વાહનોનો નિકાલ કરવા માટે ગુજરાતમાં ચારથી પાંચ સ્થળે ભંગારવાડા બનાવવામાં આવશે.’
આ પોલિસી લાગુ થતાં જ જૂનાં વાહનો ક્રેપમાં જશે. ગુજરાતમાં કુલ મળીને 16,43,218 વાહન ભંગારવાડે જાય તેવો અંદાજ છે. કેન્દ્ર સરકારે પોલિસી જાહેર કરશે ત્યાર બાદ ગુજરાત સરકાર એમાં આંશિક ફેરફાર કરે એવી પણ શક્યતા છે.’
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
