ક્રિકેટના જબરદસ્ત ફેન અને પેરાગ્લાઇડિંગના શોખીન છે આશિષ ગુજરાતી : જાણો SGCCIના નવા પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતીને
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
અસ્સલ સુરતી અને પોતાના મુદ્દા પર ચોક્કસ હોય છે આશિષ ગુજરાતી. આજે તા.31મી જુલાઇ 2021ની સાંજે પાંચ કલાકે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના આગામી વર્ષના પ્રેસિડેન્ટ તરીકે ચાર્જ લઇ રહ્યા છે. આશિષ ગુજરાતીને ટેક્ષટાઇલ તથા અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો અગર તો સુરતી મોઢ વણિક સમાજના લોકો ઓળખતા હશે પરંતુ, હવે તેઓ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાના પ્રેસિડેન્ટ બન્યા છે ત્યારે ઉદ્યોગ, ધંધા રોજગાર સાથે સંકળાયેલા તમામ લોકો તેમના વિશે જાણે તે જરૂરી છે.
આશિષ ગુજરાતીની અત્યાર સુધીની ઓળખની વાત કરીએ તો વીવીંગ ઇન્ડસ્ટ્રીઝ અને ઓવર ઓલ ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ટેકનિકલી સાઉન્ડ પર્સનાલિટી ગણાય. હાલમાં ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ટેક્નોલોજી અપગ્રેડેશન ચાલી રહ્યું છે આ ઇન્ડસ્ટ્રીને આ સ્ટેજ પર લાવવામાં આશિષ ગુજરાતીનું પણ કંઇ કેટલુંય યોગદાન લેખાવી શકાય.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનાં લાઈફ મેમ્બર તરીકે જોડાઈને છેલ્લાં ૧૬ વર્ષથી તેઓ સક્રીય કાર્યકર તરીકે સેવા આપી છે. છેલ્લાં ૧૦ વર્ષથી મેનેજિંગ કમિટીનાં સભ્ય રહી અસંખ્ય પ્રવૃત્તિઓમાં અતિ-મહત્વનું યોગદાન આપ્યું છે. વર્ષ ૨૦૨૦-૨૦૨૧નાં તેઓ ચેમ્બરનાં ઉપ-પ્રમુખ તરીકે ચૂંટાયા હતાં અને વર્ષ દરમ્યાન પ્રસંશનીય કામગીરી કરી હતી. CiALive
આશિષ ગુજરાતી, બેંગલોરથી મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી પ્રાપ્ત કરીને સુરતના ટેકસટાઈલ ઉદ્યોગમાં જોડાયા હતાં. તેઓ ટેકસટાઈલ ઉદ્યોગના ઊંડા અભ્યાસુ છે તેમજ વર્ષોથી સુરતનાં ટેકસટાઈલ ઉદ્યોગનાં પ્રાણપ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ અર્થે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં વિવિધ સ્તરે વખતોવખત રજૂઆતો કરી ધાર્યા પરિણામો મેળવી ઉદ્યોગને લાભાન્વિત કર્યો છે. પોતાના દીર્ધ અનુભવ અને અનોખા વિઝન થકી તેમણે ઉદ્યોગમાં ભારે લોકપ્રિયતા સાથે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના લાઈફ મેમ્બર તરીકે જોડાઈને છેલ્લાં ૧૬ વર્ષથી તેઓ સક્રીય કાર્યકર તરીકે સેવા આપી રહયા છે. છેલ્લાં ૧૦ વર્ષથી મેનેજિંગ કમિટીનાં સભ્ય રહી અસંખ્ય પ્રવૃત્તિઓમાં અતિ–મહત્વનું યોગદાન આપ્યું છે. વર્ષ ર૦ર૦–ર૦ર૧ના તેઓ ચેમ્બરના ઉપ–પ્રમુખ તરીકે ચૂંટાયા હતાં અને વર્ષ દરમ્યાન પ્રસંશનીય કામગીરી કરી હતી.
આશિષ ગુજરાતી માટે ક્રિકેટ માત્ર શોખ નહીં જૂનુન છે. બાળપણથી યુવાવસ્થા દરમ્યાન ક્રિકેટમાં ખૂબજ સક્રિય ખેલાડી રહયાં છે અને આજે પણ આ શોખ યથાવત છે. આ ઉપરાંત તેઓ એડવેન્ચર સ્પોર્ટસ, રીવર રાફટીંગમાં ખૂબજ રસ ધરાવે છે. તેઓ મનાલી જેવા સ્થળોએ ૧૫ ક્.મિી. દૂર ટ્રેકીંગનાં શિડયુલ્સ પણ લીધા છે. તેઓને પેરાગ્લાઈડીંગનો ખૂબ શોખ છે અને આજે પણ વર્ષ દરમ્યાન બે ત્રણ વખત પેરાગ્લાઈડીંગ તેમજ ટ્રેકીંગ કરતાં હોય છે. આ ઉપરાંત તેમને સંગીતમાં ખાસ કરીને ભારતીય શાસ્ત્રીય સંગીત, સેમી ક્લાસીકલ, વેસ્ટર્ન સંગીત તેમજ સુગમ સંગીતનો ખૂબજ શોખ છે.
પાંડેસરા વીવર્સ કો.ઓ. સોસાયટીના પ્રમુખ છે
છેલ્લાં ૧ર વર્ષથી કાર્યરત પાંડેસરા વિવર્સ કો–ઓપ. સોસાયટીના તેઓ પ્રમુખ છે. તેમની આગેવાનીમાં યાર્ન બેંકની સ્થાપના પછી સંસ્થાએ પ્રગતિ સાધી નવી ઉંચાઈ પ્રાપ્ત કરી વિવર્સ આલમની ખૂબ સેવા કરી છે. તેમણે જીએફઆરઆરસી, ફીઆસ્વી અને ફોગવા જેવા જાણીતા એસોસીએશનો સાથે રહીને સ્થાનિક કાપડ ઉદ્યોગનાં વિકાસ માટે પ્રસંશનીય કામગીરી કરી છે.
સરકાર સમક્ષ અનેક મુદ્દાઓ પર મુદ્દાસર, ડેટા સાથે અસરકારક રજૂઆતો કરી ચૂક્યા છે
‘ટફ’ સબસિડી, જીએસટી, મેગા પાવરલૂમ ક્લસ્ટર, આઈટીસી રીફંડ, એન્ટી ડમ્પીંગ ડયૂટી, ‘નેશનલ ટેકસટાઈલ પોલિસી ડ્રાફટ’, ‘ટેકસટાઈલ એકસલન્સ સેન્ટર’, ટેકનીકલ ટેકસટાઈલથી લઈને ઉદ્યોગનાં અનેક નાનાં મોટા પ્રશ્નોનાં નિરાકરણ માટે વિવિધ સરકારી વિભાગો, ગુજરાત સરકાર, ટેકસટાઈલ કમિશ્નર, હાઈકોર્ટ તથા કેન્દ્ર સરકારનાં મંત્રાલયો સુધી અસરકારક રજૂઆતો કરીને અનેક વખત સફળતા મેળવીને ઉદ્યોગની વિકાસલક્ષી કામગીરી કરી છે. હાલમાં ચેમ્બર ખાતે આધુનિક ટેકસટાઈલ એજ્યુકેશન સેન્ટરની શરૂઆતથી લઈને અનેક બૌદ્ધિક ચર્ચાઓ, વેબિનાર અને કાર્યશાળાઓ તેમનાં દીર્ધ અનુભવ અને દુરંદેશી દૃષ્ટિકોણની દેન છે.
આ કામ કરવાની નેમ ધરાવે છે
સુરતમાં સ્ટાર્ટ–અપ ઇકો સિસ્ટમ પ્રબળ બનાવવા તથા દેશમાં ‘પ્રથમ ચેમ્બર લીડ સ્ટાર્ટ–અપ ઇન્કયુબેટર’ બનાવવાની મંજૂરી મેળવવા માટે તેઓ પ્રયાસ કરી રહયા છે. આ ઉપરાંત સુરતને આઇ.ટી. હબ બનાવવાની જે ઝૂંબેશ હાલ ચાલી રહી છે તેને વધુ મજબુત બનાવવાની દિશામાં આગળ વધી રહયા છે.
ભારત સરકાર દ્વારા દેશમાં સાત જેટલા મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેકસટાઇલ્સ પાર્ક્સ (MITRA) સ્થાપવાનું નકકી કર્યું છે. એમાંથી એક પાર્ક સુરતને મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. તદુપરાંત પી.એલ.આઇ. સ્કીમની ગાઇડલાઇનમાં ટેકસટાઇલના સ્પેશ્યાલિટી યાર્ન, ટેકનીકલ ટેકસટાઇલના ફેબ્રિકનો સમાવેશ થાય તેના માટે તેઓ પ્રયત્નશીલ છે. ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા નેશનલ ટેકનીકલ ટેકસટાઇલ મીશન અંતર્ગત રૂપિયા ૧૪૮૦ કરોડની ફાળવણીની જાહેરાત કરી છે ત્યારે એનો મહત્તમ લાભ દક્ષિણ ગુજરાતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને મળે તે માટે પણ તેઓ પ્રયત્ન કરી રહયા છે.
દેશમાં ગયા માર્ચ ર૦ર૦થી શરૂ થયેલી કોરોના મહામારી દરમ્યાન કાપડ ઉદ્યોગ સહિતનાં અનેક નાના મોટા ઉદ્યોગ–ધંધાનાં કારીગરો અને જરૂરતમંદો માટે ફૂડ કીટ વિતરણ, માસ્ક વિતરણ, વેકિસનેશનથી લઈ અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓમાં તેમની ભૂમિકા સક્રિય અને સરાહનીય રહી છે. તેઓ ઈંગ્લેડ, યુરોપ, સ્વિત્ઝર્લેન્ડ, ચાઈના, ટર્કી, મલેશિયા અને સિંગાપોરની મુલાકાત પણ લઈ ચૂકયા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
