નાનકડી દિકરી વિહાની એ શરુ કરાવી દાનવીર સુરતીઓ માટે #KhushiyanViralKarDo ચેલેન્જ
આમ તો સુરત અને સુરતીઓ ઉદાર સખાવતી ગણાય. સુરતમાં કહેવાય છે કે કોઇક સારા કામ-કાર્ય કરવા માટે ટહેલ નાંખે એટલે જોતજોતામાં કરોડો રૂપિયા ભેગા થઇ જાય. ખાણીપીણીના શોખીન સુરતીઓમાં હેલ્પિંગ હેન્ડસની ભાવના પણ ઉજાગર થતી જોવા મળે છે. આવા જ એક સુરતી યુવાન જીગર ટોપીવાલાએ પોતાની નાનકડી દિકરી વિહાની જીગર ટોપીવાલામાં નાનપણથી જ ઉદાર હાથે બીજાને કશુંક આપવાની પ્રેરણાના બી રોપવા માટે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઉગત ખાતે આવેલી શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળાના અંદાજે 286 જેટલા વિદ્યાર્થીઓને ગીફ્ટસ વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમની ફળશ્રુતિ રૂપે શહેરના દાનવીરોને મળી છે દાન કરવાની ચેલેન્જ અને એ ચેલેન્જનું નામ પણ રાખવામાં આવ્યું છે હેશટેગ વાઇરલ કર દો ખુશીયા…#KhushiyanViralKarDo

(વિહાની જીગર ટોપીવાળા નામની આ દિકરીમાં અત્યારથી જ ઉદારતા અને સમર્પણની ભાવના વિકસાવવા માટે તેના માતાપિતાએ નાતાલ પર્વને અનુલક્ષીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત રવિશંકર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિહાનીના હસ્તે ગીફ્ટ વિતરણ કર્યું હતું.)
૨૪ ડિસેમ્બરના રોજ શહેરની શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળા, ઉગત ના વિદ્યાર્થીઓ એ નાનકડા બાળ સાન્ટા કલોઝ સાથે નાતાલની ઉજાણી કરી હતી. વિદ્યાર્થીઓમાં ડાન્સ, ક્વિઝ અને તેમની ઉમર મુજબ ગિફ્ટ્સ, ચોકલેટસ તથા કેક આપી ભૂલકાઓના ચહેરા પર ખુશાલી મહેકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરતના અડાજણ સ્થિત ડિજીટલ મિડીયા માર્કેટિંગ ફર્મ ઓનલાઈન યુગ ના મેનેજમેન્ટએ આ ચેલેન્જ લઇને દાનવીર તરીકે જાણીતા સુરતીઓને એક નવી દિશા આપી છે.

(શિક્ષણ સમિતિ સંચાલિત ઉગત ખાતે આવેલી રવિશંકર પ્રાથમિક શાળામાં નાતાલની પર્વે જીગર ટોપીવાળા એન્ડ ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા 286 જેટલા બાળકોને ગીફ્ટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો)
બાળપણથી નાના બાળકોમાં ઉદારતા અને સમર્પણની ભાવનાના બીજ રોપાય અને સમગ્ર જીવન દરમિયાન તેઓ તેનો વ્યાપ વધારે એવા પ્રયાસના ભાગરૂપે સુરત મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત રવિશંકર મહારાજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

(શિક્ષણ સમિતિ સંચાલિત ઉગત ખાતે આવેલી રવિશંકર પ્રાથમિક શાળામાં નાતાલની પૂર્વ સંધ્યાએ ગીફ્ટ વિતરણ કરતા જૈવલ કુનાલ મારફતિયા)
દાન અને મદદની ભાવના રાખીને આગળ વધે એ જ આપણી સભ્યતા અને સંસ્કાર છે. આ વર્ષ ના અંત પેહલા એક નાનકડી પ્રતિજ્ઞા લઇને આપણા બાળકોને દાન કરતા શીખવીએ અને ગરીબ બાળકોની મદદ શરુ કરીએ. સોશ્યિલ મીડિયા પર લોકોને પ્રેરિત કરવા માટે #KhushiyanViralKarDo મુકી તમારા ફોટોસ શૅર કરો. સુરતના દરેક લોકો દાન કરે અને ખુશી ફેલાવામાં પોતાનું યોગદાન આપે, એ ઉદેશ્ય સાથે ચાલો અપને પણ આજે એક ચેલેન્જ લઈએ અને બીજા પાંચ લોકોને ચેલેન્જ લેવા પ્રેરિત કરીયે.

(વિહાની ટોપીવાળાની સખાવત સાથે શહેરમાં શરૂ થઇ ચેલેન્જ #KhushiyanViralKarDo)
દરેક ગરીબ બાળક ને પણ એ જ ઉજાણી અને મજાક મસ્તી નો હક છે જે આપણા બાળકો ને છે. ૨૦૧૯ ની શરૂઆત દરેક બાળક માટે યાદગાર બને એ માટે એક ખુશ ભવિષ્ય ની તરફ કદમ ઉઠાવીયે, ચાલો ખુશી વાયરલ કરીયે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


