CIA ALERT
02. May 2024
March 15, 20221min333

Related Articles



હિજાબ અનિવાર્ય નથી, યુનિફોર્મ પહેરવો જ પડશે: કર્ણાટક હાઇકોટનો મહત્વનો ચુકાદો

Share On :
Print Friendly, PDF & Email

કર્ણાટક હાઈકોર્ટની ફુલ બેન્ચે હિજાબ વિવાદ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે હિજાબ ઈસ્લામનો ભાગ નથી. આ આદેશ સાથે હાઇકોર્ટે વિદ્યાર્થિનીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દીધી છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબને લઈને હાઈકોર્ટમાં પહોંચેલી ફુલ બેન્ચે 15 દિવસથી વધુ સમય સુધી સુનાવણી કરી અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગયા અઠવાડિયે નિર્ણય અનામત રાખ્યો હતો. અહીં મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીન રાજ્ય સરકારે કર્ણાટકના જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી છે. જે વિસ્તારો અતિસંવેદનશીલ છે ત્યાંની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દક્ષિણ કન્નડના ડેપ્યુટી કલેક્ટર ડૉ. રાજેન્દ્ર કે.વી.એ જણાવ્યું કે મંગળવારે તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે એક્સટર્નલ પરીક્ષાઓ સમયપત્રક મુજબ જ લેવામાં આવશે પરંતુ મંગળવારે જે ઇન્ટરનલ પરીક્ષાઓ યોજાવાની હતી તે મોકૂફ રાખવામાં આવી છે. ઉડુપીના ડીએમ કુરમા રાવ એમએ પણ મંગળવારે તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

પોલીસ ફોર્સ તૈનાત
શિવમોગા જિલ્લામાં શાળા કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. અહીં 21 માર્ચ સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. એસપી બીએમ લક્ષ્મી પ્રસાદે જણાવ્યું કે KSRPની 8 કંપનીઓ, ડિસ્ટ્રિક્ટ આર્મ્ડ રિઝર્વની 6 કંપનીઓ અને RPFની 6 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. કલબુર્ગી પ્રશાસને કલમ 144 પણ લગાવી છે.

ઉડુપીની કોલેજથી શરૂ થયો હતો વિવાદ
ઉડુપીની એક કોલેજમાંથી હિજાબનો વિવાદ ઉભો થયો હતો. ગવર્નમેન્ટ પ્રી કોલેજમાં છોકરીઓને સ્કૂલમાં હિજાબ પહેરવાની છૂટ હતી પરંતુ ક્લાસની અંદર હિજાબ પર પ્રતિબંધ હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં કોલેજના છ વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરીને ક્લાસરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. તેમને અટકાવવામાં આવ્યા હતા પરંતુ છોકરીઓ મક્કમ હતી. જે બાદ તે કોલેજની બહાર ધરણા પર બેસી ગઈ હતી અને ત્યારબાદ વિવાદ વધુ ગરમાયો હતો. કોલેજની અંદરનું આ પ્રદર્શન દેશના અન્ય જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાં ફેલાઈ ગયું.

ખંડપીઠે નિર્ણય અનામત રાખ્યો હતો
કર્ણાટક હાઈકોર્ટે ગયા મહિને હિજાબ વિવાદની સુનાવણી પૂર્ણ કરી હતી. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ જેએમ ખાજી અને જસ્ટિસ કૃષ્ણા એમ દીક્ષિતની બનેલી ફુલ બેન્ચે કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટમાં કર્ણાટક સરકાર વતી દલીલ કરવામાં આવી હતી કે હિજાબ જરૂરી ધાર્મિક પરંપરા નથી અને ધાર્મિક સૂચનાઓને શૈક્ષણિક સંસ્થાઓની બહાર રાખવી જોઈએ.

હાઇકોર્ટે વચગાળાનો સ્ટે લગાવ્યો હતો
કર્ણાટક સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર પ્રભુલિંગ નવદગીએ કહ્યું હતું કે બંધારણની કલમ 25 હેઠળ માત્ર આવશ્યક ધાર્મિક પ્રથાઓ જ સુરક્ષિત છે, જે નાગરિકોને તેમની પસંદગીના ધર્મનું પાલન કરવાની ખાતરી આપે છે. કર્ણાટક હાઈકોર્ટે હાલમાં કોઈપણ ધાર્મિક પ્રતીક પહેરીને શાળાએ જવા પર વચગાળાનો પ્રતિબંધ લગાવી દીધો છે!

હિજાબ વિવાદ કેસમાં સુનાવણીના કેટલાક તથ્યો
– ફેબ્રુઆરીમાં મેરેથોન સુનાવણી પછી, કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
– મોટાભાગની અરજીઓ ઉડુપી અને કુંડાપુરા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવી. બે પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી હતી.
– અરજીકર્તાઓએ દલીલ કરી હતી કે હિજાબ પહેરવું ફરજિયાત છે અને રાજ્ય સરકારની કાર્યવાહી ધર્મના આધારે પ્રતિકૂળ ભેદભાવ સમાન છે.
– અરજદારોએ વધુમાં દલીલ કરી હતી કે મુસ્લિમ છોકરીઓ ઓછી શિક્ષિત હોય છે અને વર્ગોમાં તેનું પ્રતિનિધિત્વ ઓછું હોય છે અને જો તેઓને આ રીતે બંધ કરવામાં આવશે તો તેની અસર તેમના શિક્ષણ પર પડશે.
– રાજ્ય સરકારે દલીલ કરી હતી કે હિજાબ પહેરવું એ જરૂરી ધાર્મિક પ્રથા નથી. સરકારે એમ પણ કહ્યું હતું કે ડ્રેસ કોડ સંબંધિત તેનો 5 ફેબ્રુઆરી, 2022નો પરિપત્ર – જેને કોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો – તે અરજદારોના અધિકારોમાં દખલ કરતું નથી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :