CIA ALERT

મનપસંદ મિનિસ્ટ્રી નહીં મળતા JDUએ સરકારમાં સામેલ થવાનું ટાળ્યું

Share On :

બિહારમાં ભાજપનાં મુખ્ય સહયોગી દળ રહેલા જેડીયુએ નવી મોદી સરકારમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો છે. ભાજપે એનડીએનાં ઘટક પક્ષોને એક-એક મંત્રીપદનો પ્રસ્તાવ આપ્યો હતો. જે જેડીયુને માફક આવ્યો નથી. વડાપ્રધાન મોદીનાં શપથ સમારોહને થોડી વાર પહેલા જ જેડીયુનાં અધ્યક્ષ અને નીતિશ કુમારે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, તેમનાં પક્ષને કેન્દ્ર સરકારનો હિસ્સો બનવું નથી. તેમણે સાથે એમ પણ ઉમેર્યુ હતું કે આમાં નારાજગીનો કોઈ જ સવાલ નથી પણ જેડીયુને માત્ર સાંકેતિક હિસ્સેદારીમાં કોઈ રુચિ નથી. બિહારમાં ભાજપ અને જેડીયુ સારી રીતે મળીને સરકાર ચલાવે છે અને જેડીયુ એનડીએમાં પણ યથાવત જ રહેશે. આમાં નારાજગીનો કોઈ સવાલ જ નથી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :