CIA ALERT

જય જવાન નાગરીક સમિતિ સુરત તરફથી સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન : ૧૭ જવાનોના પરિવારોને રૂા. ૨૩.૫૦ લાખની સહાય : કોરોના જંગમાં મૃત્યુ પામનાર સુરત પોલીસના જવાનોના પરિવારોને પણ સહાય

Share On :

નાગરીક સમિતિ સુરત તરફથી કારગીલ વિજય દિને સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. ૧૭ વીર જવાનોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહયોગ એનાયત કરવામાં આવશે.

૧૯૯૯ ના કારગીલ યુદ્ધ પછી તેના વિજયના માનમાં ૨૬ જુલાઇ કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

જય જવાન નાગરીક સમિતિ સુરત અને લેઉવા પાટીદાર સમાજ અમેરીકાના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૨૬-૭-૨૦૨૧ સોમવારે સૌરાષ્ટ્ર પટેલ ભવન, વરાછા રોડ, સુરત ખાતે સાંજે ૬ કલાકે ગુજરાતના રાજયપાલશ્રી આચાય દેવવ્રતજીની ઓનલાઇન ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.

કોવિડ-૧૯ની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખી મયાદિત મહાનુભાવોની હાજરી કાયક્રમ યોજાશે અને સમગ્ર કાયક્રમનું ટી.વી. ચેનલ તથા સોશ્યલ મિડીયામાં જીવંત પ્રસારણ થશે.

દેશ માટે વીરગતિ પામેલા ૧૭ વીર જવાનો પૈકી ૬ જવાનોના પરિવારોને સુરત રૂબરૂ નિમંત્રવામાં છે. બાકીના ૧૧ જવાનોના પરિવારોને કુલ રૂા. ૧૮,૨૫,૦૦૦ લાખ રૂપિયાની સહાય પુરા સન્માન સાથે અર્પણ કરવામાં આવશે. સુરતથી કાર્યકર્તાઓની ટીમે દરેક વીર જવાનોના વતન તેમના પરિવારોની મુલાકાત લીધી છે. અને સુરતની લાગણી પહોંચાડી છે.

અત્યાર સુધીમાં કુલ ૫.૨૧ કરોડની સહાય

૧૯૯૯ ના કારગીલ યુદ્ધ સમયથી શરૂ થયેલ જય જવાન નાગરીક સમિતિ સુરત તરફથી અત્યાર સુધીમાં ૩૪૮ વીર જવાનોના પરિવારો કુલ રૂપિયા ૫.૨૧ કરોડની સહાય અર્પણ કરી દેવામાં આવી છે. છેલ્લા ૨૧ વર્ષથી આ પ્રવૃતિ અવિરત ચાલી રહી છે. જેમાં રાષ્ટ્ર પ્રેમી લોકો – શાળાઓ – બાળકો અને યુવા કાયકતાઓ મોટી સંખ્યામાં આ સંસ્થા સાથે જાેડાયેલ છે.

દેશ માટે પ્રાણનું બલીદાન આપનાર વીર જવાનોના પરિવારનું સન્માન કરવુ, આર્થિક સહાય કરવી, નાગરીકોમાં રાષ્ટ્રીય ચેતના પ્રગટાવવાના મુખ્ય ત્રણ હેતુઓ સાથે દર વર્ષે આ કાયક્રમનું આયોજન થાય છે.

૮ પોલીસ જવાનોના પરિવારોને નાણાંકીય સહાય અપાશે

કોરોનાના મહાસંર્કટમાં સુરત પોલીસે પણ નોંધનીય કામગીરી કરી છે. કોરોના કાળમાં મોતના તાંડવ વચ્ચે પણ પોલીસે ફરજ બજાવી છે. કોરોના જંગમાં સુરત પોલીસના ૮ જવાનોએ જીવ ગુમાવ્યા છે. તેમના પરિવારોનું પણ સન્માન સાથે દરેકને એક – એક લાખની સહાય અર્પણ કરવામાં આવશે. અગ્રણી શ્રી લવજીભાઇ ડી. ડાલીયા તરફથી પોલીસ જવાનોના પરિવારોને  સહાય અર્પણ થશે. આ આઠ જવાનોમાં બે મહિલા કોન્ટેબલનો સમાવેશ છે. કોરોના જંગમાં પોલીસ જવાનોને યાદ કરી તેમના પરિવારોને લોકો તરફથી સન્માન સાથે સહાય કરવાની આ પ્રથમ ઘટના છે.

મહેમાનોની રૂબરૂ તથા ઓનલાઇન હાજરી

સમારોહના અધ્યક્ષ સ્થાને રાજ્યપાલશ્રી આચાય દેવવ્રતજીની ઓનલાઇન ઉપસ્થિતિમાં યોજાનાર કાયક્રમમાં મુખ્ય મહેમાનપદે શ્રી લવજીભાઇ બાદશાહ તથા ખાસઅતિથી તરીકે મુંબઇથી હિરા ઉદ્યોગના યુવા અગ્રણી શૈલેષભાઇ પી. લુખી હાજર રહેશે. આ ઉપરાંર્ત સંસ્થાના માગદર્શક બ્રિગેડીયર બી. એસ. મહેતા, કાયક્રમના સૌજન્ય દાતાશ્રી મનહરભાઇ સાંસપરા, સેવાભાવી શ્રી ભરતભાઇ શાહ તથા સુરત જીલ્લા લેઉવા પાટીદાર સમાજના પ્રમુખશ્રી મુકેશભાઇ પટેલ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિ રહેશે.

અમેરીકાથી લેઉવા પાટીદાર સમાજ તરફથી જવાનોના પરિવારોને આથિક સહાય કરવામાં આવી છે. તેમના પ્રમુખ નયનાબેન પટેલ તથા લેફટેનન્ટ કર્નલ મુકેશભાઇ રાઠોડ કાર્યક્રમમાં ઓનલાઇન જાેડાઇ શુભેચ્છા આપશે. આ ઉપરાંત અમેરીકાથી મોટી સંખ્યામાં ગુજરાતી સમાજના પરિવારો અને દાતાઓ કાર્યક્રમ ઓનલાઇન નિહાળશે. સુરત રૂબરૂ નથી બોલાવ્યા તેવા ૧૧ જવાનોના પરિવારો ઓનલાઇન જાેડાઇને કાયક્રમમાં સહભાગી બનશે.

બે બહાદુર જવાનોની હાજરી

કારગીલ યુદ્ધમાં દુશ્મન દેશના ૨૨ સૈનિકોને ખાતમો કરનાર સુબેદાર ધર્મેન્દ્રસિંહ ખુમાણસિંહ વાળા સુરત ખાતે કાયક્રમમાં ઉપસ્થિત રહેશે તેઓ રાજકોટ જીલ્લાના ઉપલેટા નજીક ચરેલીયા ગામના વતની અને હાલ નિવૃત છે. અને બીજા બહાદુર જવાન શ્રી વલ્લભભાઇ અરજણભાઇ બલદાણીયા જેમણે ૧૯૯૨માં પાકિસ્તાનની સામેના ઓપરેશનમાં ૪૫ દુશ્મનોને ઠાર મારી દીધા હતા અને સેવા મેડલ અને સીલ્વર મેડલથી સન્માનિત થયેલા છે. તેવા શ્રી વલ્લભભાઇ બલદાણીયા અમરેલીના ખાંભાં તાલુકાના લાસા ગામે હાલ નિવૃત જીવન ગાળે છે. તેઓ પણ ખાસ સુરત કાયક્રમમાં અતિથિ છે.

લોકો-સહયોગથી કાર્યક્રમ શક્ય બને છે

જય જવાન નાગરીક સમિતિ સુરતના ટ્રસ્ટીશ્રી કાનજીભાઇ આર. ભાલાળા જણાવે છે કે શહીદ જવાનોના પરિવાર માટે લોકોએ આપેલ ફંડનો દરેક રૂપિયો પરિવારો માટે જ છે. તે ફંડમાંથી કોઇ ખર્ચ કરવામાં આવતો નથી. કાર્યકર્તાઓની ટીમ સ્વખર્ચે પરિવારોની મુલાકાત લે છે. સમર્પણ ગૌરવ સમારોહની વ્યવસ્થામાં લોકોનું સૌજન્ય પ્રાપ્ત થાય છે.

  • કાયક્રમનું સ્થળ સૌજન્ય સૌરાષ્ટ્ર પાટીદાર સોશ્યલ ટ્રસ્ટનું છે. પરિવારો માટે ઉતારા તથા ભોજન વ્યવસ્થા સૌજન્ય ઉમિયા પરિવાર ટ્રસ્ટ તરફથી છે.
  • કાર્યક્રમ હોલમાં સોફા – ખુરશી વગેરે મંડપ વ્યવસ્થા આકૃતિ મંડપ વાળા શ્રી અશ્વિનભાઇ અકબરી તરફથી થશે.
  • ફોટોગ્રાફી સૌજન્ય નવકલા સ્ટુડીયોનું છે. દરેક પરિવાર તથા મહેમાનો માટે ચાંદી સ્મૃતિમુદ્રા ધાની જ્વેલર્સના શ્રી વિજયભાઇ માંગૂકીયા આપે છે.
  • આમંત્રણ પત્રિકા તથા સન્માન વ્યવસ્થા ખર્ચ યુરો ઇન્ડિયા ફ્રેશ ફ્રુટ લી. સુરત તરફથી છે. યુરોના શ્રી મનહરભાઇ સાસપરા તથા દિનેશભાઇ સાસપરા તરફથી આ સૌજન્ય દર વર્ષે પ્રાપ્ત થાય છે.
  • આવી રાષ્ટ્ર સેવા ભાવથી કાયકતાઓ, સંર્સ્થાઓ અને દાતાઓનો સહયોગ મળે છે. વર્ષ દરમ્યાન અસંખ્ય લોકો તરફથી જવાનોના પરિવારો માટે દાન પ્રાપ્ત થાય છે. એટલુ જ નહિ આ સંસ્થા સાથે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત ડાયમંડ એસોસીયએશન, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ, શ્રી સૌરષ્ટ્ર પાટીદાર સોશ્યલ ટ્રસ્ટ, ધી વરાછા કો.ઓ.બેંક અને લોક સમર્પણ બ્લડ બેંક ૧૯૯૯થી સહયોગી તરીકે જાેડાયેલ છે. આ ઉપરાંત વ્યવસ્થા માટે અનેકવિધ સંસ્થાઓના કાર્યકર્તાઓ નિષ્ઠા અને ઉત્સાહથી રાષ્ટ્ર પ્રેમ સાથે કામ કરે છે.

કોવિડ-૧૯ ની ગાઇડ લાઇનનું પાલન સાથે કયક્રમ યોજાશે

વર્તમાન કોવિડ-૧૯ ની ગાઇડ લાઇનના પાલન સાથે સૌરાષ્ટ્ર પટેલ ભવન હોલમાં મર્યાદિત દાતા-મહાનુભાવો અને કાયકર્તાઓની હાજરીમાં કાર્યક્રમ યોજાશે. વીર જવાનોને ભાવાંજલી સાથે કાયક્રમનું જીવંત પ્રસારણ થશે. ૨૧ વર્ષમાં પહેલીવાર ભારતથી બહાર અમેરીકાની સંસ્થા અને તેના પ્રતિનિધિઓ કાર્યક્રમમાં સહભાગી બન્યા છે.

દક્ષિણ ગુજરાતના લેઉવા પાટીદાર સમાજના પરિવારો અમેરીકા સ્થાયી થયા છે. તેમણે આર્થિક સહયોગ આપ્યો છે. તે તમામ પરિવારો ઓનલાઇન આપણી સાથે જાેડાશે. લેઉવા પાટીદાર સમાજ અમેરીકાના મંત્રી ગીરીશભાઇ પટેલ જણાવે છે કે આ કાર્યક્રમ અંગે ગુજરાતીઓમાં ભારે ઉત્સાહ છે. દેશ માટે પ્રાણનું બલિદાન આપનાર માટે અમારી આ ભાવાંજલી છે. સંસ્થાના ટ્રસ્ટીશ્રી કે. ડી. વાઘાણી, શ્રી દેવચંદભાઇ જે. કાકડીયા તથા શ્રી માવજીભાઇ ડી. માવાણી વગેરેએ જણાવ્યું છે કે કાર્યક્રમના સ્થળે પ્રવેશવા પ્રવેશ પાસ જરૂરી છે. તેથી લોકોને ટી. વી. તથા સોશ્યલ મિડિયામાં કાયક્રમ નિહાળવા જાહેર અપીલ છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :