You Tube પર 10 લાખથી વધુ Views, સુરતી કપલ જગદીશ-અજીતાના ગુજ્જુ સોંગનો કરિશ્મા
પોતાની 20મી મેરેજ એનિવર્સરીને એક અદ્દલ બોલીવુડ સોંગ બનાવડાવીને સેલિબ્રેટ કરનાર સુરતી યુગલ અજીતા અને જગદીશ ઇટાલિયા અભિનીત ગુજરાતી સોંગ જબ કોઇ બાત ને યુ ટ્યુબ પર ફક્ત 3 દિવસમાં જ 1 મિલિયન (10 લાખ)થી વધુ વ્યુઝ મળ્યા છે. કોઇ સુરતી બોલિવુડના ખ્યાતનામ સિંગર્સ કે એક્ટર્સને મળતા હોય તેવા વ્યુઝ મળે એ સુરતીઓ માટે ગૌરવપ્રદ ઘટના છે.
ફક્ત 3 દિવસમાં જ 1 મિલિયન (10 લાખ)થી વધુ વ્યુઝ કમાઇ ચૂક્યું છે સુરતી કપલનું રોમેન્ટિક સોંગ જબ કોઇ બાત-વાલમ આવોને
એડવેન્ચરિયસ સાઇકલિંગ માટે ખ્તાયનામ અજિતા અને જગદીશ ઇટાલિયા મ્યુઝિક તેમાં પણ ખાસ કરીને ગુજરાતી મ્યુઝિકના ભારોભાર પ્રેમી છે. તક અને સમય મળે ત્યારે અજિતા કે જગદીશ ગીત ગાવાની એકેય તક જતી કરતા નથી હોતા એવા આ સુરતી મ્યુઝિક લવર કપલ અજિતા અને જગદીશ ઇટાલિયાએ પોતાની 20મી મેરેજ એનિવર્સરીને સેલિબ્રેટ કરવા માટે જોધપુર ખાતે પોતાના પર જ જબ કોઇ બાત અને વાલમ આવોને ગીતનું ફિલ્માંકન કરાવ્યું હતું. સોંગ મેકીંગ પ્રોસેસ દરમિયાન તેમની અપેક્ષા બહાર આ ગીતની સિનેમેટોગ્રાફિ, મ્યુઝિક કમ્પોઝિશન, લિરીક્સ બધું જ એટલું યોગ્ય હતું કે વિશ્વ વિખ્યાત મ્યુઝિક કંપનીને એપ્રોચ કરીને તેનું વર્લ્ડ પ્રીમિયર અને એ પણ 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ના ઉપલક્ષમાં કરવાનું નક્કી કરાયું હતું. વિનસ મ્યુઝિક કંપનીએ જબ કોઇ બાત વાલમ આવોને સોંગ યુ ટ્યુબ સમેત 9 મ્યુઝિક ચેનલ્સ પર લોંચ કર્યાના 3 જ દિવસમાં સુરતી કપલના અદ્લ બોલિવુડ સ્ટાઇલ ગુજરાતી સોંગને 10 લાખ કરતા વધુ વ્યુઅર્સ મળી ચૂક્યા છે.
- ઓવર વ્હેલમિંગ રિસપોન્સની ડેફિનેશન અમે છેલ્લા 4 દિવસથી અનુભવી રહ્યા છીએ : જગદીશ ઇટાલિયા
- અમે કોઇ પ્રોફેશનલ એક્ટર્સ નથી કે પ્રોફેશનલ સિંગર્સ નથી, બટ અમે જે કર્યું છે ગીતમાં એ રિયાલિટી છે જેનું ફિલ્માંકન થયું છે : અજિતા ઇટાલિયા
અમે જ્યારે જગદીશ અને અજિતાનો સંપર્ક કર્યો અને પૂછ્યું કે આટલા વ્યુઅર્સ મળ્યા પછી કેવી ફિલિંગ થાય છે, ત્યારે સાહજિક રીતે જ જગદીશ ઇટાલિયાએ કહ્યું આ રિસ્પોન્સ કલ્પના બહારનો છે, સ્વપ્નેય વિચાર્યું ન હતું કે મારી એનિવર્સરી સેલિબ્રેશન માટે બનાવેલું સોંગ ગુજરાતી મ્યુઝિક લવર્સને આટલી હદે ગમશે. આ એક ઉત્સાહ વર્ધક રિસ્પોન્સ છે, ઓવર વ્હેલમિંગની ડેફિનેશન અમે છેલ્લા 4 દિવસથી અનુભવી રહ્યા છીએ. અજિતા ઇટાલિયાએ સહજતાથી કહ્યું કે અમે કોઇ પ્રોફેશનલ એક્ટર્સ નથી કે પ્રોફેશનલ સિંગર્સ નથી, બટ અમે જે કર્યું છે ગીતમાં એ રિયાલિટી છે જેનું ફિલ્માંકન થયું છે. સોંગ પ્રત્યેના લોકોના પ્રતિભાવો અમે જ્યારે સોશ્યલ મિડીયા પર વાંચીએ છીએ ત્યારે એવી ફિલીંગ આવે છે કે જાણે અમે પ્રોફેશનલ હોઇએ.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
