IRCTC : ઇ-ટિકેટિંગની અપગ્રેડેડ વૅબસાઇટ launched
ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટુરીઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી)ની ઇ-ટિકેટિંગ માટેની અપગ્રેડેડ વૅબસાઇટનું રેલવે પ્રધાન પીયૂષ ગોયલે ગુરુવારે ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે એમણે જણાવ્યું હતું કે દેશની સેવા માટે રેલવે પ્રતિબદ્ધ છે અને રેલવેનો પ્રવાસનો અનુભવ વધુ સુખમય બની રહે એ માટે સતત પ્રયાસ કરતી રહી છે. ઑનલાઇન ટિકિટ બુકિંગ માટેની અપગ્રેડેડ વૅબસાઇટ પ્રવાસીઓ માટે વધુ સુવિધામય સાબિત થશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા યોજના અને દૃષ્ટિ પ્રમાણે રેલવેએ પોતાની વૅબસાઇટમાં સતત સુધારો કરતા રહીને એને વિશ્ર્વની સૌથી શ્રેષ્ઠ વૅબસાઇટ બનાવવી જોઇએ.
રેલવે મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું હતું કે અપગ્રેડ કરાયેલી વૅબસાઇટ અને ઍપ દ્વારા યુઝર્સને ઉચ્ચસ્તરિય સેવાનો અનુભવ થશે. નવા સુધારામાં ગ્રાહકોના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રેલવે ટિકિટિ બુક કરવા માટેની આ વૈશ્ર્વિક કક્ષાની વૅબસાઇટની ડિઝાઇન બનાવતી વખતે રેલવેના ગ્રાહકોની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. હવે આ વૅબસાઇટ કે ઍપ દ્વારા ટ્રેનની ટિકિટની બુકિંગ, પ્રવાસ વખતે ભોજનનું બુકિંગ અને રહેવાની વ્યવસ્થાની સગવડ એક સાથે કરી શકાશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉમેરો કરાયો હોવાથી હવે ટિકિટ બુકિંગમાં ઓછો સમય લાગશે. રિફંડ માટેની પ્રક્રિયા પણ સરળ બનાવાઇ છે તથા રેગ્યુલર કે ફેવરિટ પ્રવાસ માટેની ટિકિટ સંબંધિત વિગતો ભરીને આપોઆપ બુક કરી શકાશે.
ટ્રેન માટેની શોધ અને પસંદગી પણ હવે એક જ પાનાં પર મૂકવામાં આવ્યા છે, જેથી બુકિંગ ઝડપથી થઇ શકે. હવે ફક્ત ટ્રેન પસંદ કરીને ‘બુક’ પર ક્લિક કરીને તમે ટિકિટ બુક કરાવી શકશો. અગાઉ દરેક ટ્રેન પર ક્લિક કર્યા બાદ બેઠકની ઉપલબ્ધતા અને ટિકિટનો ભાવ જાણવા મળતો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
