CIA ALERT
18. May 2024

IPL આજે RCB વિરુદ્ધ CSKની મેચ

Share On :
Print Friendly, PDF & Email

રોયલ ચેલેર્ન્સ બેંગ્લોરની ટીમે તેના પાછલા મેચમાં મળેલી કારમી હારને ભૂલીને શુક્રવારે એમએસ ધોનીના આગેવાની હેઠળની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ વિજયક્રમ પર વાપસી કરવાની કોશિશ કરશે. જો કે વિરાટ કોહલીની ટીમ સામે આ પડકાર કઠિન છે, કારણ કે સીએસકેએ બીજા તબકકાના તેના પહેલા મેચમાં વર્તમાન વિજેતા મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ શાનદાર જીત મેળવી હતી. આથી ધોનીની ટીમનું મનોબળ ઉંચુ છે જ્યારે કોહલીની કપ્તાની છોડવાની જાહેરાત બાદથી બેંગ્લોરની ટીમ દબાણમાં જોવા મળી રહી છે.

આ મુકાબલાને ગુરુ અને શિષ્ય વચ્ચેની ટકકરના રૂપમાં માનવામાં આવી રહ્યો છે. આઇપીએલમાં આ બન્ને ટીમ જયારે પણ આમને-સામને હોય છે ત્યારે રોમાંચ પરાકાષ્ઠાના ચરમ પર પહોંચી જાય છે.

આરસીબીએ પોઇન્ટ ટેબલ પર ટોચની ચાર ટીમમાં બની રહેવું હશે તો તેના બેટ્સમેનોએ સારો દેખાવ કરવો પડશે. ટીમને યુવા પડીક્કલ અને કપ્તાન કોહલી પાસેથી સારી શરૂઆતની આશા રહેશે. ટીમના મધ્યક્રમે પણ બેટિંગ સુધારવી જરૂરી છે. એબી ડિ’વિલિયર્સ અને ગ્લેન મેકસવેલે ખ્યાતિ અનુસાર બેટિંગ કરવું પડશે. આરસીબીના બોલરોએ પણ કેકેઆર સામેના ખરાબ પ્રદર્શનને ભૂલીને નવી શરૂઆત કરવી પડશે. સિરાઝ, હર્ષલ, જેમિસન, ચહર અને શ્રીલંકાના સ્પિનર હસરંગા કેકેઆરના બેટધરો પર અંકુશ મૂકી શક્યા ન હતા.

ચેન્નાઇની ટીમ શાનદાર ફોર્મમાં છે. યુવા ઋતુરાજે મુંબઈ સામે દબાણ વચ્ચે પ8 દડામાં 88 રનની ઇનિંગ રમીને જીત અપાવી હતી. જો કે તેના મીડલઓર્ડરમાં પણ ખામીઓ છે. અનુભવી રૈના, મોઇન અલી અને સુકાની ધોનીએ રન કરવા જરૂરી છે. ઇજાગ્રસ્ત રાયડુનું આવતીકાલના મેચમાં રમવું નિશ્ચિત નથી. ફાક ડૂ પ્લેસિસ પાસેથી ટીમને મોટી ઇનિંગની આશા રહેશે. ટીમ પાસે રવીન્દ્ર જાડેજા, ડવેન બ્રાવો અને સેમ કરન જેવા ઉપયોગી ઓલરાઉન્ડર છે. જે ટીમને સંતુલન આપે છે.’ સીએસકે 8 મેચમાં 6 જીતથી 12 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. વધુ એક જીતથી તેનું પ્લે ઓફનું સ્થાન લગભગ નિશ્ચિત જેવું બની જશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :