CIA ALERT

IPL 2020 : ફાઇનલમાં પહોંચવા આજે MI vs DC

Share On :

મુંબઇ ઇન્ડિયન્સની મજબૂત ટીમ અને આઇપીએલની વર્તમાન સિઝનમાં શાનદાર દેખાવ કરનાર દિલ્હી કેપિટલ્સની ટીમ વચ્ચે ગુરૂવારે ફાઇનલમાં પહોંચવા માટે પહેલા ક્વોલીફાયરમાં કાંટે કી ટક્કર થશે. લીગ રાઉન્ડના બન્ને મેચમાં મુંબઇએ દિલ્હીને હાર આપી છે. આથી આવતીકાલના મેચમાં પણ તે ફેવરિટ માનવામાં આવે છે. જો કે સુકાની રોહિત કહે છે કે તે ઇતિહાસ છે. અહીં પહોંચ્યા બાદ જે સારો દેખાવ કરશે તેને જીત મળશે.

આ મુકાબલાની વિજેતા ટીમ સીધી જ ફાઇનલમાં પહોંચશે. જ્યારે પરાજીત ટીમને આ માટે વધુ એક તક મળશે. કારણ કે બન્ને ટીમ પોઇન્ટ ટેબલ પર પહેલા-બીજા સ્થાને છે.

આઇપીએલની ચાર વખતની વિજેતા મુંબઇ ઇન્ડિયન્સ ટીમને લીગ રાઉન્ડમાં હાર આપવી કોઇ ટીમ માટે આસાન ન હતી, પણ મંગળવારના મેચમાં હૈદરાબાદના હાથે 10 વિકેટે મળેલી હારથી ચેમ્પિયન ટીમનો આત્મવિશ્વાસ થોડો ડગમગી ગયો છે.

બીજી તરફ પોતાના પહેલા ખિતાબ માટે ઝઝુમી રહેલી દિલ્હી કેપિટલ્સ સતત ચાર મેચ ગુમાવ્યા બાદ નિર્ણાયક મુકાબલામાં બેંગ્લોરને પરાજીત કરીને નંબર ટૂ ટીમ બની છે. આ જીતથી તેનો આત્મવિશ્વાસ વધ્યો છે. મુંબઇની ટીમ માટે સકારાત્મક વાત એ છે કે તેનો કેપ્ટન રોહિત શર્મા વાપસી કરી ચૂકયો છે. હેમસ્ટ્રિંગને લીધે તે ચાર મેચ રમી શકયો ન હતો. જો કે આ સ્ટાર બેટ્સમેન હૈદરાબાદ સામે પ રન જ કરી શકયો હતો. મુંબઇ પાસે સારી બેટિંગ લાઇન અપ છે. યુવા ઇશાન કિશન (428 રન) તેનો મહત્ત્વનો બેટધર બનીને ઉભરી આવ્યો છે. કિવંટન ડિ’કોક (443 રન) તેની ભૂમિકા બખૂબી નિભાવી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ (410 રન) શાનદાર ફોર્મમાં છે. જ્યારે કિરોન પોલાર્ડ, હાર્દિક પંડયા અને કુણાલ પંડયા બિગ હિટર છે.

સુકાની રોહિત શર્મા દબાણગ્રસ્ત મેચનો મોટો ખેલાડી ગણાય છે. મુંબઇની બોલિંગને જસપ્રિત બુમરાહ (23 વિકેટ) અને ટ્રેંટ બોલ્ટ (20 વિકેટ) ધારદાર બનાવે છે. આ બન્નેને હૈદરાબાદ વિરૂધ્ધ વિશ્રામ અપાયો હતો.

બીજી તરફ દિલ્હી તરફથી અનુભવી શિખર ધવન (પ2પ રન) શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે. જો કે તેને બીજા બેટ્સમેનો તરફથી પૂરતો સહયોગ મળી રહ્યો નથી. દિલ્હીની ચિંતા પૃથ્વી શો અને ઋષભ પંતના નબળા ફોર્મની છે. સુકાની શ્રેયસ અય્યર (421 રન) લીગ રાઉન્ડના બીજા તબક્કામાં ચમકદાર દેખાવ કરી શકયો નથી. વિદેશી ખેલાડી હેટમાયર અને સ્ટોઇનિસે મહત્ત્વના મેચમાં ફોર્મ બતાવવું પડશે. રબાડા (2પ વિકેટ) અને નોત્ઝે (19 વિકેટ) સાથે સારી બોલિંગ કરી રહ્યા છે. આ આફ્રિકી જોડી દિલ્હી માટે હુકમના એક્કા સમાન છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :