ઇનર વ્હીલ ક્લબ ઓફ સુરતના નવા પ્રમુખ અલ્પા જરીવાલા અને ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો

Share On :

સામાજિક સેવાના ધ્યેયને સમર્પિત રોટરી ઇન્ટરનેશનલના અવિભાજ્ય અંગ સમી ઇનર વ્હીલ સંસ્થાના સુરત એકમની ઇનર વ્હીલ ક્લબ ઓફ સુરતના નવા વરાયેલા પ્રમુખ અલ્પા મયુર જરીવાલા અને તેમની ટીમનો પદગ્રહણ વિધિ સમારોહ ભૂતપૂર્વ ડીસ્ટ્રીકટ ચેરમેન બીનાબેન દેસાઈની અધ્યક્ષતામાં શુક્રવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૧ના રોજ રોટરી હોલ, જીવનભારતી, નાનપુરા, સુરત ખાતે રોટરી ક્લબ ઓફ સુરતની નિયમિત સભામાં કોવીડની ચુસ્ત માર્ગદર્શિકાને આધિન યોજાયો હતો.

નવા વરાયેલા પ્રમુખ અલ્પાબેન જરીવાલાએ પદનો સ્વીકાર કરતા જણાવ્યું હતું કે “ઇનર વ્હીલ એટલે સમર્પણ” એટલે કે પોતાની જાતને સમાજને સમર્પિત કરવા માટેની માનસિકતા. “ઇનર વ્હીલ એટલે દર્પણ“ એટલે કે સમાજ પ્રત્યેના ઉત્તર દાયિત્વનું દર્પણ અને “ઇનર વ્હીલ એટલે પરિવાર“ એટલે કે આંતરરાષ્ટ્રીય માળખા સાથે તાલ મેલ રાખી શિસ્ત બદ્ધ રીતે પાંગરતી વિશ્વની મહિલાઓ માટેની સૌથી મોટી સંસ્થા અને આવી સંસ્થાનું સર્વોચ્ચ પદ મને સાંપડ્યું છે  તે મારે માટે ધન્ય ઘડી છે.

પદગ્રહણ વિધિ સમારોહને સંબોધતા ભૂતપૂર્વ ડીસ્ટ્રીકટ ચેરમેન બીનાબેન દેસાઈએ જણાવ્યું હતું કે સેવાને દરેક વ્યક્તિએ પોતાની જાત કરતા પણ ઉપર મુકવું જોઈએ અને આ વાતને જે અમલમાં મૂકે છે તેને જીવનમાં વધુ ને વધુ પ્રાપ્ત થાય છે. જીવનમાં “તારું તારું કરશો તો તરશો પણ મારું મારું કરશો તો મરી જશો, માટે પ્રભુએ આપણને માનવ ભવ આપીને જે સુંદર તક આપી છે તેનો સદુપયોગ કરતા આપણે સૌએ શીખવું જોઈએ”. કોરોનાને કારણે બધા જ લોકોની જીવનની વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે. પહેલા ઘરમાં એક વ્યક્તિ કમાતી હતી અને બાકીના ખાતા હતા પરંતુ હવે એક વ્યક્તિ કમાય તે ચાલી શકે તેમ નથી અને તેથી માત્ર ગૃહકાર્યમાં વ્યસ્ત રહેતી મહિલાઓએ પણ બહાર આવવું પડ્યું છે. તેવા સંજોગોમાં મહિલાઓને આત્મનિર્ભર કરવાના પ્રયત્નો આપણે સૌએ સાથે મળીને કરવા જોઈએ.

૨૩ નવા સભ્યોને ક્લબમાં આવકારતા ભૂતપૂર્વ ડીસ્ટ્રીકટ ચેરમેન સુચેતાબેન પંડિતે સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે આ સંસ્થામાં ગળાડૂબ થશો તો જ તમને એના સાચા આનંદની અનુભૂતિ થશે. કોઈકને માટે કંઈક કરી છૂટવું અને મારી પાસે જે કંઈ છે તેમાંથી થોડું બીજાને આપવું આવો ભાવ જીવનમાં રાખશો તો જીવન જીવવાનો આનંદ જ કંઈક ઓર હશે.

વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રમુખ શ્રી ચૌલા ગજીવાલાએ કોરોના કાળ દરમ્યાન સંસ્થાએ કરેલી પ્રવૃત્તિનો ચિતાર આપીને કોરોનાના કાર્ય કરતી વખતે સમાજના ચોક્કસ અંગોની જે વ્યથા જોઈ છે તેની સિલસિલાબંધ વિગતો પ્રસ્તુત કરી હતી અને સૌને ગદગદિત કરી દીધા હતા. વર્ષ ૨૦૨૦-૨૧ના માનદ્દ મંત્રી નીતા લેખડિયાએ સમગ્ર વર્ષ દરમ્યાન થયેલ પ્રવૃત્તિનો ચિતાર આપ્યો હતો.

પિતૃ સંસ્થા રોટરી ક્લબ ઓફ સુરતના પ્રમુખ ભીષ્મા જરીવાળાએ આ પ્રસંગે પિતૃ સંસ્થા તરફથી સહકારની ખાતરી આપી હતી અને સૌ સાથે મળીને સંયુક્ત કાર્યક્રમોનું આયોજન કરીશું તો વધુ સારા ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરી શકીશું તેમ જણાવ્યું હતું.

સમગ્ર સમારોહનું સંચાલન નેહા લોટવાલાએ કર્યું હતું. પ્રાસંગિક વિધિઓ રૂપલ ભટ્ટ, મિનાક્ષી ખન્ના, અલ્પા મદ્રાસી, અંજના બચકાનીવાલાએ કરી હતી.

વર્ષ ૨૦૨૧-૨૨ના હોદ્દેદારો નીચે મુજબ છે.

પ્રમુખ : અલ્પા જરીવાલા

તત્કાલીન નિવૃત્ત પ્રમુખ : ચૌલા ગજીવાલા

ઉપ પ્રમુખ : અંજના બચકાનીવાલા

મંત્રી : સ્મિતા જરીવાલા

ખજાનચી : પૂનમ પટવા

આઈ.એસ.ઓ. : મમતા દામાણી

મેગેઝિન સંપાદક : મોના સીતવાલા

એક્ઝીક્યુટીવ કમિટી મેમ્બર્સ :

નીશા પુરોહિત

અનિતા ગાયવાલા

રચના મણિયાર

ડૉ. ઉમા મહેતા

ડૉ. બીના શાહ

મિનાક્ષી ખન્ના

નીતા લેખડિયા

સલાહકારો :

સુચેતાબેન પંડિત

ભીષ્મા જરીવાલા

ડૉ. મીનાબેન શાહ

અલ્પા મદ્રાસી

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :