ઈનર વ્હીલ કલબ ઓફ સુરત ઈસ્ટની ટીમનો પદગ્રહણ સમારોહ શાનદાર રીતે સંપન્ન
‘વિમેન્સ એમ્પાવરમેન્ટ’ અને બહેનોના
વ્યકિતત્વ વિકાસના કાર્યક્રમો યોજવા નવા પ્રેસીડન્ટ જયશ્રી ભાલાળાનું આયોજન
સેવા પ્રવૃતિઓ સાથે વ્યકિત વિકાસના ઘ્યેય સાથે ચાલતી ઈન્નર વ્હીલ કલબ ઓફ સુરત ઈસ્ટની નવી ટીમે તેનો પદભાર સંભાળી લીધો છે. ઉત્રાણ, મૌની ઈન્ટરનેશનલ સ્કુલના ઓડિટોરીયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાસ્ટ ડીસ્ટ્રીકટ પ્રેસીડન્ટ ડૉ. સુચિતા પંડીતે પદગ્રહણ વિધી કરાવી હતી.
ઈન્નર વ્હીલ કલબના ડીસ્ટ્રીકટ ચેરમેન સુષ્મા અગ્રવાલ મુખ્ય મહેમાન તરીકે ઓનલાઈન જોડાયા હતા. વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રેસીડન્ટ વીણાબેન પટેલ પાસેથી વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રેસીડન્ટ જયશ્રી ભાલાળાને કોલર અને પીન પહેરાવી પદભાર સોંપ્યો હતો. મૌની સ્કુલ્સના ડિરેકટર શ્રી જે.બી. પટેલ અને આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલના ડિરેકટર મહેશભાઈ રામાણી ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહયા હતા.
કોરોના સંકટમાં પણ ૨૦૨૦-૨૧ના વર્ષમાં વીણાબેન અને ટીમે સુંદર કામગીરી કઈ રીતે કરી હતી તેની માહિતી આપવામાં આવી હતી. આગામી વર્ષ માટે પ્રેસીડન્ટ તરીકે જયશ્રીબેન ભાલાળા અને સેક્રેટરી તરીકે દિવ્યા મોવલીયા અને ટીમની ઓળખ તથા જવાબદારીના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આગામી વર્ષની કામગીરી અને વિઝન ૨૦૨૧-૨૨ રજુ કરતા પ્રેસીડન્ટ જયશ્રીબેન ભાલાળાએ જણાવ્યુ હતુ કે વિમેન્સ એમ્પાવરમેન્ટ તથા જય જવાન પ્રોજેકટ તથા બહેનોના વ્યકિતત્વ વિકાસના કાર્યક્રમો આ મહિનામાં યોજાનાર છે. તેમણે જણાવ્યુ હતું કે ડીસ્ટ્રીકટ ૩૦૬માં ૧૩૫ સભ્યો સાથે સૌથી મોટી કલબ બન્યાનું ગૌરવ વ્યકત કરી સર્વોનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે રોટરી કલબ ઓફ સુરત ઈસ્ટના પાસ્ટ પ્રેસીડન્ટ ડૉ. જગદીશભાઈ વઘાસીયા, પ્રેસીડન્ટ મનહરભાઈ વોરા તથા રોટ્રેકટ કલબ ઓફ સુરત ઈસ્ટ અને કર્મભુમિના હોદ્દેદારો તથા રોટરી કલબ ઓફ સુરત મેટ્રોના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ખુંટ ઉપસ્થિત રહયા હતા. આ પદગ્રહણ સમારોહમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા, વરાછાબેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા, લોકસર્મપ્ણ બ્લડબેંકના પ્રમુખશ્રી હરિભાઈ કથીરિયા તથા વિશ્વ ગુજરાતી સમાજના ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા ખાસ ઉપસ્થિત રહયા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


