ઈન્નર વ્હીલ કલબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા આશાદીપ નારી શકિત એવોર્ડ આપીને ઉદ્યોગ સાહસિક મહિલાઓનું જાહેર અભિવાદન
સ્ત્રી સશકિતકરણ માટે વ્યવસાય અને ઉદ્યોગ સાહસીક બહેનોને પ્રોત્સાહિત અને પ્રગતિ માટે માર્ગદર્શન આપવા માટે ઈન્નર વ્હીલ કલબ ઓફ સુરત ઈસ્ટ તરફથી ૭૮ બહેનોનું જાહેર અભિવાદન કરવામાં આવ્યુ હતું.

તા.૧૪.૦૭.૨૦૨૧, બુધવારે આશાદીપ સ્કુલ ઓડીટોરીયમ ખાતે આશાદીપ નારી શકિત એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું. સમારોહના અઘ્યક્ષ સ્થાનેથી આરોગ્ય સમિતીના અઘ્યક્ષ દર્શિનીબેન કોઠીયાએ જણાવ્યુ હતું કે નારીની શકિત ઓછી નથી તમામ ક્ષેત્રો બહેનો માટે ખુલ્લા છે.
જીવનમાં માત્ર ગૃહિણી બની રહેવાને બદલે કંઈક કરવાની ઈચ્છા ખૂબ જરૂરી છે. નાના ગૃહઉદ્યોગ કરવા માટે રાજય સરકારની ઘણી યોજના મદદરૂપ થઈ શકે તેમ છે.

પોતાની જાત ઉપર વિશ્વાસ રાખી આગળ વધો- હેતલ વિરાણી
નારીશકિત એવોર્ડ વિતરણ સમારોહના મુખ્ય મહેમાન પદે યુવા ઉદ્યોગ સાહસીક મહિલા અને સ્પાર્કલ બ્રાંડના ફાઉન્ડર એવા હેતલબેન વિરાણીએ બહેનોને જણાવ્યુ હતુ કે પોતાની જાત ઉપર વિશ્વાસ રાખી લોકો શું કહે છે તે ઘ્યાનમાં લીધા વગર આગળ વધો. શૈક્ષણિક ડિગ્રી લીધા પછી કેળ અને બંબુમાંથી સેનેટરી પેડ બનાવવાનું સફળ સ્ટાર્ટઅપ ઉભુ કરનાર હેતલ વિરાણીએ મહિલાઓને કંઈક કરી પોતાની કમાણી કરવા માટે પ્રોત્સાહિત કરી હતી.

ઈન્નર વ્હીલ કલબ ઓફ સુરત ઈસ્ટના પ્રમુખ જયશ્રી ભાલાળાએ સર્વોને આવકારી બહેનોને જાગૃત અને મજબુત બનવા આહવાન કર્યુ હતું. તેમણે જણાવ્યુ હતુ કે વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેકટ અંતર્ગત આજે ૭૮ બહેનો જે જુદા જુદા વ્યવસાય અને ઉદ્યોગ સાહસીક બહેનોને સન્માનિત કરવામાં આવ્યા છે. કલબની બહેનોને પ્રોત્સાહિત કરી તેમના વ્યકિતત્વનો વિકાસ થાય તે માટેના પ્રયાસો હજુ પણ કરવામાં આવનાર છે.
આવનારો સમય ઓનલાઈન વેપારનો છે… કાનજી ભાલાળા
બહેનોને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપતા સમારોહના અતિથીશ્રી કાનજીભાઈ આર.ભાલાળાએ જણાવ્યુ હતુ કે આવનારો સમય ઓનલાઈન વેપારનો છે. ત્યારે તમારા ગૃહઉદ્યોગની પ્રોડકટ ઓનલાઈન વેચાણ મુકવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે બહેનોને જીવનમાં રોટી-કપડા અને મકાન ઉપરાંત હેલ્થ-વેલ્થ અને હેપીનેસની જરૂર છે. તે વિશે સમજણ આપી હતી.
બહેનોની કલબ દ્ધારા જ બહેનોનું સન્માન એવા કાર્યક્રમમાં આશાદીપ ગૃપ ઓફ એજયુકેશનના ડિરેકટરશ્રી મહેશભાઈ રામાણી, વરાછાબેંકના ચેરમેન ભવાનભાઈ નવાપરા, લોકસર્મપ્ણ બ્લડબેંકના પ્રમુખ હરિભાઈ કથીરિયા તથા રોટરી કલબ ઓફ સુરત ઈસ્ટના પ્રમુખ મનહરભાઈ વોરા ઉપસ્થિત રહયા હતા.
ઈન્નર વ્હીલ કલબ ઓફ સુરત ઈસ્ટના પાસ્ટ પ્રેસીડેન્ટ વિણાબેન, અસ્મિતાબેન શિરોયા અને ઉષાબેન ખેની ઉપરાંત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહયા હતા. કલબના સેક્રેટરી દિવ્યાબેન મોવલીયા, ઉપપ્રમુખ ચેતનાબેન શિરોયા, માયાબેન માવાણી વગેરે બહેનોએ વ્યવસ્થા જાળવી હતી. આભારવિધી ઉર્મિલાબેન સોજીત્રાએ કરી હતી. એવોર્ડ વિતરણ સમારોહનું સફળ સંચાલન જીગ્નાશાબેન ઠકકર અને મનીષાબેન વઘાસીયાએ કર્યુ હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
