કોરોનામાં જીવન રક્ષક ટોસીલીઝુમેબ અને રેમડેસીવીર જેનરીક દવાઓ સીધી હોસ્પિટલ ચેનલથી મળશે એવી CIPLA ની જાહેરાત પણ દવાઓ ક્યાંય મળતી નથી
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેના સત્તાવાર ફેસબુક પેજ માય સુરત પર રજૂ કરવામાં આવેલી એક પોસ્ટમાં જણાવાયું છે કે કોવીડ-19ના ક્રિટીકલ પેશન્ટસ માટે જીવનરક્ષક સમા ટોસીલીઝુમેબ ઇન્જેક્શન તેમજ રેમડેસીવીરની સીપ્લા પ્રોડક્ટ જેનરક દવાઓ હવે સીપ્લા ફાર્માસ્યુટિકલ્સ કંપની દ્વારા સીધી જ જે તે હોસ્પિટલમાં દાખલ દર્દીને મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આવી જાહેરાત ખુદ સીપ્લા કંપનીએ એક પોસ્ટર બનાવીને કરી છે. સીપ્લા કંપનીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર તેમજ ફેસબુક પર પણ આ જ સંદર્ભની જાહેરાતો મોટા ઉપાડે કરી છે કે ટોસીલીઝુમેબ ઇન્જેક્શન અને રેમડીસીવીરની જેનરીક વર્ઝનની દવાઓનું ડિસ્ટ્રીબ્યુશન હોસ્પિટલ ચેનલ્સ મારફતે કરવામાં આવી રહ્યું છે. સીપ્લાએ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત સમેત આખા દેશની હોસ્પિટલ્સનું લિસ્ટ જારી કર્યું છે જ્યાં આ દવાઓ મળી રહેશે એવી જાહેરાત કરવામાં આવી છે.
ખુદ સુરત મહાનગરપાલિકા કહી શકતી નથી કે દવાઓ સુરતમાં મળી રહી છે કે નહીં
પરંતુ, સી.આઇ.એ. લાઇવ દ્વારા આ અંગેની ખરાઇ કરવામાં આવતા સીપ્લાની જાહેરાત અને રિયાલિટી બન્ને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. સુરત મહાનગરપાલિકાએ પણ પોતાના ફેસબુક પેજ પર સીપ્લા કંપનીનું પોસ્ટર પોસ્ટ કરી દીધું છે. પરંતુ, ખુદ સુરત મહાનગરપાલિકાના અધિકારીને પણ એ વાતની જાણ નથી કે ખરેખર સીપ્લાની જેનરીક દવાઓ સુરતમાં સીધી હોસ્પિટલને મળે છે કે નહીં.
સીપ્લાની વેબસાઇટ પર સુરતમાં ઉપલબ્ધિ સ્થાન કિરણ હોસ્પટલ દર્શાવાયું છે, કિરણ હોસ્પિટલ કહે છે અમને ખબર જ નથી
હકીકતમાં કિરણ હોસ્પટલના મેનેજમેન્ટને પણ એ વાતની ખબર નથી કે સીપ્લાની દવાઓ માટે તેમની હોસ્પિટલનું નામ સીપ્લા કંપનીએ વેબસાઇટ પર ચઢાવી દીધું છે.
સુરતની કિરણ હોસ્પિટલ મેનેજમેન્ટ બોર્ડના ચેરમેન મથુરભાઇ સવાણીએ સીઆઇએ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અમને ખબર જ નથી કે સીપ્લા કંપનીએ અમારુ નામ વેબસાઇટ પર મૂક્યું છે. અમારા દર્દીઓને જરૂરીયાત પ્રમાણે અમે સીપ્લા કંપનીમાંથી દવા મગાવી લઇએ છીએ. પણ વિતરણ સ્થાન તરીકે કિરણ હોસ્પિટલ છે એવું અમને પણ ખબર નથી એમ મથુરભાઇ સવાણીએ જણાવ્યું હતું.
સીપ્લા ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ટોસીલીઝુમેબ ઇન્જેકશન તેમજ રેમડીસીવીર દવાની જરૂરીયાત માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે તેમજ ઇમેલ મારફતે પણ હોસ્પિટલ કે દર્દીઓના સગા દવાઓ માટે ઓર્ડર પ્લેસ કરી શકે છે.
સીપ્લા કંપનીનો હેલ્પલાઇન નંબર 86573 11088
સીપ્લા ફાર્માસ્યુટીકલ્સ કંપની એ એક દવા બનાવતી કંપની છે. જેમણે કોવીડ-19 માટે હાલમાં અસરકારક દવાઓનું જેનેરીક વર્ઝન તૈયાર કર્યું છે. રેમડેસીવીરનું જનરીક નામ સ્પીલાએ સીપ્રેમી રાખ્યું છે જ્યારે ટોસીલીઝુમેબ ઇન્જેકશનનું નામ એક્ટેમ્રા રાખવામાં આવ્યું છે.

ગુજરાતમાં આ હોસ્પિટલ્સમાંથી મળશે એવી માહિતી સીપ્લા કંપનીની વેબસાઇટ પર રજૂ કરવામાં આવી છે
Apollo Hospital, Ahmedabad | Gujarat |
CIMS Hospital, Ahmedabad | Gujarat |
HCG Hospital Ahmedabad | Gujarat |
Kiran Hospital, Surat | Gujarat |
Narayana Health Ahmedabad | Gujarat |
Sterling Hospital Ahmedabad | Gujarat |
Sterling Hospital Baroda, Vadodara | Gujarat |
GMSCL (Gujarat Medical Service Corporation Ltd) | Gujarat |
સુરત મહાનગરપાલિકાએ તેના ફેસબુક પેજ પર આ સ્ટેટસ અપડેટ કરીને માહિતી આપી છે

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
