આજથી India vs England T/20 શ્રેણી

ટીમ ઈન્ડિયા સામે હવે ટી20 ચેલેન્જ છે. ઈંગ્લેન્ડ સામે પાંચ ટી20 ઈન્ટરનેશનલ મેચની શ્રેણીનો પહેલો મુકાબલો શુક્રવારે રમાશે. ભારતીય ટીમની નજર શ્રેણી જીતવા ઉપરાંત ભારતમાં જ આયોજીત ટી20 વર્લ્ડકપ માટે પરફેક્ટ સંયોજન શોધવા ઉપર રહેશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.
કેપ્ટન વિરાટ કોહલીનું મુખ્ય લક્ષ્ય શ્રેણી મારફતે ઓક્ટોબરમાં થનારા વિશ્વકપ માટે ખેલાડીઓને પસંદ કરવા ઉપર રહેશે. ભારતીય કેપ્ટન આ માટે ઈયોન મોર્ગનની આગેવાનીની દુનિયાની નંબર 1 ટી20 ટીમથી વધારે સારા પ્રતિદ્વંદ્વીની આશા કરી શકે નહી.
શ્રેણી દરમિયાન સપાટ પીચ ઉપર ખૂબ રન બનવાની સંભાવના છે. તેવામાં ભારતીય બોલરો માટે સ્થિતિ સરળ નહી રહે. ઈંગ્લેન્ડના આક્રમક વિકેટકીપર જોશ બટલરે કહ્યું હતું કે, ઈંગ્લેન્ડ માટે આ શાનદાર તક છે કે અલગ પરિસ્થિતિમાં રમવાનો મોકો મળી રહ્યો છે અને જ્યાં વિશ્વકપ પણ રમાવાનો છે.
ભારત પાસે દરેક સ્થળ માટે અલગ અલગ વિકલ્પ છે અને તેવામાં આ કેપ્ટન માટે સારો માહોલ છે. જો કે ઘણી વખત મુશ્કેલ સ્થિતિ પણ બની શકે છે. જેમ કે 2019માં ટૂર્નામેન્ટમાં ભારત પાસે નિયમિત રૂપે ચોથા ક્રમાંકનો બેટ્સમેન નહોતો.
અનુભવને ધ્યાને લઈને કોહલી અને મુખ્ય કોચ રવિ શાત્રી ઈચ્છશે કે તેઓ નિર્ણય કરે કે વિશ્વકપમાં રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કોણ કરશે. તેમની પાસે કેએલ રાહુલ અને શિખર ધવનના રૂપમાં બે વિકલ્પ છે.
સામાન્ય રીતે સીમિત ઓવરના અંતિમ ઈલેવનમાં રાહુલની પસંદગી લગભગ નક્કી છે. પરંતુ વૈશ્વિક પ્રતિયોગિતામાં શિખર ધવને હંમેશા શાનદાર પ્રદર્શન કર્યું છે અને ટીમના સૌથી સીનિયર ખેલાડીઓમાંથી એક છે. કોહલી જો ધવનને તક આપવાનો નિર્ણય કરશે તો રાહુલને ચોથા ક્રમાંકે ઉતરવું પડશે.
આ મુશ્કેલ નિર્ણય છે જે કોહલીએ લેવાનો છે. કારણ કે બન્ને રમશે તો શ્રેયસ અય્યર અથવા આકરી મહેનત બાદ ટીમમાં જગ્યા મેળવનારા સૂર્યકુમાર યાદવને બહાર બેસવું પડશે. શ્રેયસ અને સૂર્યકુમાર ચોથા કે પાંચમા ક્રમાંકે આક્રમક બેટિંગ કરે છે.’ ટીમ પ્રબંધન તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે.
મોટેરા પીચ નિશ્ચિત રીતે સપાટ રહેશે. બન્ને ટીમમાં ઘણા આક્રમક બેટ્સમેન છે અને તેવામાં દર્શકોને ઢગલાબંધ બાઉન્ડ્રી જોવા મળી શકે છે.
ભારત પાસે ઉપકેપ્ટન રોહિત ઉપરાંત ઋષભ પંત અને હાર્દિક પંડયા જેવા તોફાની બેટ્સમેન છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમમાં ઈયોન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ડેવિડ મલાન અને જેસન રોય જેવા આક્રમક બેટ્સમેન છે.
ટી નટરાજન ઉપલબ્ધ ન હોવાથી બોલિંગ આક્રમણની આગેવાની વાપસી કરનારો ભૂવનેશ્વર કુમાર કરશે. જ્યારે સીનિયર સ્પિનર યુજવેન્દ્ર ચહલ તેનો સાથ આપશે. ચહલને વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ બન્નેનો સાથ મળી શકે છે. ત્યારબાદ શાર્દુલ ઠાકુર, દીપક ચહર અને નવદીપ સૈનિમાંથી કોઈ એકને તક મળશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
