Indiaમાં વિશ્વમાં સૌથી ઝડપથી 17 કરોડ લોકોને વેક્સીન અપાઇ

કેન્દ્રીય આરોગ્ય પ્રધાને તા.10મી મે 2021ના રોજ જણાવ્યું હતું કે ૧૭ કરોડ ડૉઝ આપનારો ભારત વિશ્વમાં સૌથી ઝડપી દેશ બન્યો છે. આ આંકડા સુધી પહોંચવા માટે ચીનને ૧૧૯ અને અમેરિકાને ૧૧૫ દિવસ લાગ્યા હતા. જયારે ભારતે ૧૧૪ દિવસમાં આટલા ડોઝ આપ્યા હતા.
દેશમાં ૧૬મી જાન્યુઆરીથી વૅક્સિન આપવાનું શરૂ થયું હતું અને તબક્કાવાર દરેક વય અને ક્ષેત્રના લોકોને વૅક્સિન આપવામાં આવી રહી છે. સોમવારે સવારે સાત વાગ્યા સુધીના અહેવાલ અનુસાર ૧૭,૦૧,૭૬,૬૦૩ વૅક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. આ ૧૭ કરોડમાં ૯૫,૪૭,૧૦૨ આરોગ્યકર્મી જેમણે પહેલો ડોઝ લીધો અને ૬૪,૭૧,૩૮૫ કર્મી જેમણે બીજો ડોઝ લીધો, ૧,૩૯,૭૨,૬૧૨ કોરોના યોદ્ધાઓએ પહેલો ડોઝ અને ૭૭,૫૫,૨૮૩ યોદ્ધાઓએ બીજો ડોઝ, ૧૮થી ૪૪ વર્ષના ૨૦,૩૧,૮૫૪ લાભાર્થીએ પહેલો ડોઝ લીધો છે.
૬૦ વર્ષથી ઉપરના નાગરિકોમાં ૫,૩૬,૭૪,૦૮૨ નાગરિકે પહેલો અને ૬૫,૬૧,૮૫૧ બીજો ડોઝ લીધો હતો. ૪૫થી ૬૦ વર્ષ વચ્ચેના નાગરિકોમાં ૫,૫૧,૭૯,૨૧૭ નાગરિકે પહેલો અને ૧,૪૯,૮૩,૨૧૭ નાગિરકે બીજો ડોઝ લીધો છે.
દેશમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, કેરળ, બિહાર, આંધ્ર પ્રદેશમાં કુલ વૅક્સિનના ૬૬.૭૯ ટકા વૅક્સિન આપવામાં આવી છે. નવમી મેએ વૅક્સિનેશન ડ્રાઈવ શરૂ કર્યાના ૧૧૪મા દિવસે ૬,૮૯,૬૫૨ ડોઝ આપવામાં આવ્યા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
