સૌરાષ્ટ્ર તરબતર : નદીઓમાં ઘોડાપૂર : લખતરમાં 7 ઇંચથી વધુ
સૌરાષ્ટ્રમાં બુધવારની રાતથી શરૂ થયેલો વરસાદ આજે દિવસ દરમિયાન પણ ચાલુ રહેતા લગભગ મોટા ભાગના જિલ્લાઓ તરબોળ થયાં હતા. રાજકોટ, અમરેલી અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. રાજકોટમાં ચાર ઈંચ, ગોંડલમાં ચાર ઈંચ, વીરપુરમાં ત્રણ ઈંચ, ઉપલેટામાં ત્રણ ઈંચ, જસદણમાં બે ઈંચ, લોધીકામાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા, જ્યારે શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
બીજી બાજુ આજે ગુરૂવારે સવારથી રાજ્યના ૨૧૭ તાલુકાઓમાં વરસાદ શરૂ થયો હતો જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ૧૮૨ મિમી એટલે કે સાડા સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં ગુરૂવારે અમદાવાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વડોદરા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જામનગર, જૂનાગઢ, કચ્છ, રાજકોટ સહિતના મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ૧૧૩ મિમી એટલે કે સાડા ચાર ઇંચ અને ધ્રાંગધ્રામાં ચાર ઇંચ પાણી વરસ્યું હતું.
રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શહેરનાં બસ સ્ટેન્ડ, ઢેબર રોડ, ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. બીજી તરફ ગોંડલ, વીરપુર, ધોરાજી, જસદણ સહિતના ગામોમાં છેલ્લા ૨૪ કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ગોંડલ પંથકમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાય ગયા છે. વીરપુરમાં ૩ ઈંચ વરસાદ પડતા સિમ વિસ્તારમાં નદી-નાળા છલકાયા હતા, આ સાથે જ લોધિકામાં ૨ ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા.
આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં વહેલી સવારથી જ ભાવનગર, તળાજા, ઘોઘા, સિહોર, પાલિતાણા, ગારીયાધાર, વલ્લભીપુર અને ઉમરાળા તાલુકાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
