ગુજરાતના સંખ્યાબંધ ધારાસભ્યો ઇન્કમટેક્સની વરુણીમાં, ચૂંટણી વખતની એફિડેવિટમાં ગરબડ
જયેશ બ્રહ્મભટ્ટ
ગુજરાત ઇન્કમટેક્સ વિભાગે રાજ્યના ભાજપા અને કોંગ્રેસના સંખ્યાબંધ ધારાસભ્યોને નોટિસ ફટકારીને એ બાબતની સ્પષ્ટતા કરવા જણાવ્યું છે કે 2017ની ચૂંટણી વખતે તેમણે જાહેર કરેલી આવક અને તેમના ઇન્કમટેક્સમાં જાહેર કરેલી આવક વચ્ચે વિસંગતતા કેમ છે, ઇન્કમટેકસ વિભાગે બારીકાઇથી શોધી કાઢ્યું છે કે અનેક ધારાસભ્યોની આવકની રકમમાં મોટો તફાવત છે. ભાજપા અને કોંગ્રેસ બન્નેના ધારાસભ્યોને આ પ્રકારે ઇન્કમટેક્સ વિભાગે વરુણીમાં લીધા છે.
ગુજરાતના પોલિટિકલ તખ્તે છેલ્લા કેટલાક દિવસોથી ભારે દોડધામ જોવા મળી રહી છે. મોટું માથું ગણાતા અનેક ધારાસભ્યો તેમને મળેલી ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસને રફેદફે કરવા માટે સી.એ. તેમજ અન્ય એક્સપર્ટસની કચેરીના ફેરા મારતા જોવા મળી રહ્યા છે. ઇન્કમટેક્સ વિભાગે ગુજરાત વિધાનસભાના ભાજપા અને કોંગ્રેસ બન્ને મળીને 50થી વધુ કરોડપતિ ધારાસભ્યોને આવકની વિસંગગતા બાબતે નોટિસ ફટકારી છે.
આવકવેરા વિભાગે ધારાસભ્યોને 2017 વિધાસભા ચૂંટણી વખતે ઉમેદવારો દ્વારા સબમિટ કરવામાં આવેલી અફિડેવિટમાં આવકની બાજુએ દર્શાવેલી રકમ અને એ પછી ધારાસભ્યો દ્વારા સબમિટ કરાયેલી આઈટી રિટર્નની આવકમાં મોટી રકમનો તફાવત છે અને આવું કેમ ઇન્કમટેક્સ વિભાગના આ પ્રશ્નોનો જવાબ આપવામાં અનેક ધારાસભ્યોની બેનંબરી આવક છતી થઇ જાય તેમ છે.
પહેલી વખત એવું જણાય રહ્યું છે કે ઇન્કમ ટેક્સ વિભાગ ગુજરાત સર્કલ દ્વારા પોલિટિકલ લેવલ પર 50થી વધુ ધારાસભ્યોને ઇન્કમટેક્સ અંગે નોટિસ આપીને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે.
એવી પણ માહિતી મળી છે કે ચૂંટણી પંચે ઇન્કમ ટેક્સ વિભાગને કેટલીક માહિતી તેમજ માર્ગદર્શન આપ્યું છે કે ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલી તેમની આવક સાથે ઇન્કમ ટેક્સ રિટર્નની આવકની બાજુ મેચ થાય છે કે કેમ, ઇન્કમટેક્સ વિભાગે એ પછી હાથ ધરેલી કાર્યવાહીમાં મોટા ગજાના અનેક ધારાસભ્યોની આવકમાં વિસંગગતા સપાટી પર આવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
