કોરોના સંક્રમણ રોકવા રાત્રિ કર્ફ્યૂ પર્યાપ્ત નથી : Gujarat High Court
કોરોના અંગે હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટોમાં આજે વચગાળાની સૂનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિવ ભાર્ગવ ડી. કારિયાએ ગુજરાત સરકારની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યુ હતુ કે ગુજરાતમાં એક તરફ કોરોના સંક્રમણથી લોકો પીડાઇ રહયા છે તેનાથી વધારે ન મળતી મેડિકલ સુવિધાઓથી લોકો પરેશાન છે.
રાજ્યમાં સંક્રમણથી બચવા અનેક વિસ્તારો અને જિલ્લાઓમાં વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન લાગું કર્યુ છે. દેશના અનેક રાજ્યોમાં સંક્રમણની ચેઇન તોડવા માટે લોકડાઉન લગાવાયેલું છે. ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણને રોકવા સરકારે રાજ્યના 36 જિલ્લાઓમાં માત્ર નાઇટ કફર્યૂ જેવા નિયંત્રણો મુક્યા છે! આ નિયંત્રણો પર ગુજરાત હાઇકોર્ટે સરકારને લપડાક મારતા કહ્યુ છે કે સરકારે રાજ્યમાં જે રાત્રી કફર્યૂ લગાવ્યો છે તે પગલાં કોરોના સંક્રમણ રોકવા માટે પુરતા નથી.
ખંડપીઠે કહ્યું હતું કે સરકાર એફ તરફ એવુ કહી રહી છે કે ટેસ્ટિંગની સુવિધાઓ વધારવામાં આવી છે પરંતુ 23મી એપ્રિલથી બીજી મે દરમિયાન ટેસ્ટિંગની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. જેના જવાબમાં એડવોકેટ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે ત્યારે ટેસ્ટિંગ માટે કોઇને ના કહેવામાં આવતી નથી. જો કોઇ ટેસ્ટિંગ માટે આગળ ન આવતું હોય તો અમે તેમને ટેસ્ટિંગ માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવી છે. જિલ્લા સ્તરે જો કોઇ સત્તાધિશો લોકોને ટેસ્ટિંગની ના કહેતા હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
રેમડેસિવિરની વહેંચણીની પોલિસી વિશે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે ગત દિવસોમાં રાજ્ય સરકારને મળેલા રેમડેસિવિરમાંથી 25.44 અમદાવાદ જિલ્લાને અને બાકીના 74.56 રેમડેસિવિર અન્ય જિલ્લાઓમાં આપવામાં આવ્યા હતા. જેથી ખંડપીઠે ટકોર કરી હતી કે અમે સમગ્ર રાજ્યની વાત કરી રહ્યા છીએ અને અમદાવાદ એ રાજ્યનો એક હિસ્સો છે.
અમદાવાદ રાજ્યનું સૌથી મોટું શહેર, સૌથી મોટી મ્યુનિસિપલ કોર્પોરેશન છે સૌથી વધુ વસતિ પણ અહીં છે, પરંતુ અન્ય જિલ્લાઓમાં રેમડેસિવિરના વિતરણની શું પોલિસી છે તેની વધુ માહિતી જરુરી છે. અમને પ્રતિભાવો મળી રહ્યા છે કે અન્ય જિલ્લાઓમાં માગણી પ્રમાણે રેમડેસિવિર મળી રહ્યા નથી અને ખૂબ ઓછો જથ્થો આપવામાં આવે છે. કોર્ટે સરકારને’ જિલ્લાવાર ચાર્ટ સ્વરુપે એવી વિગતો આપવાનો આદેશ કર્યો છે જેમાં દરેક જિલ્લા અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી રેમડેસિવિર વાયલની માગણી અને તેની સામે પૂરાં પાડવામાં આવેલાં વાયલની માહિતી હોય.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


