ગુજરાતમાં હવે સવારના 9થી સાંજના 6 વાગ્યા સુધી દુકાનો ખોલી શકાશે
ગુજરાતમાં બેથી અઢી મહિના સુધી કોરોનાએ આતંક મચાવ્યા બાદ હવે નવા કેસો ઘટવા લાગતા સરકારે અમદાવાદ સહિત ૩૬ નગરોમાં સવારના છ થી બપોરના ત્રણ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાના નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપીને સવારના નવથી સાંજના છ વાગ્યા સુધી દુકાનો અને વેપાર-ધંધા ખૂલ્લા રાખવાની મંજૂરી આપી છે. જો કે ૩૬ નગરોમાં રાતના નવથી સવારના છ વાગ્યા સુધીનો નાઇટ કરફ્યૂ યથાવત્ રાખવામાં આવ્યો છે.
ગુજરાતમાં એક તબક્કે રોજના ૧૪૦૦૦થી વધુ કેસો નોંધાઈ રહ્યા હતા, જે હવે ઉત્તરોતર ઘટીને દરરોજ ૧૬૦૦ જેટલા કેસો સામે આવી રહ્યા છે. કોરોના કાબૂમાં આવવા લાગતા સરકારે દુકાનદારો અને લારી-ગલ્લા ધારકોને સવારના ૯થી સાંજના ૬ વાગ્યા સુધી ધંધા-રોજગાર ખુલ્લા રાખવાની છૂટ આપી છે, જ્યારે રાત્રિ કર્ફ્યૂ વધુ એક અઠવાડીયું લંબાવ્યો છે અને તેમાં કોઈ છૂટ આપી નથી.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના ૩૬ શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લાં, શોપિંગ કોમ્પ્લેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા. ૪ જૂનથી સવારે ૯ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. કોર કમિટીમાં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે ૧૦ વાગ્યા સુધી થઈ શકશે.
રાજ્યમાં હાલ ૩૬ શહેરોમાં જે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્ય પ્રધાને જાહેરાત કરી છે. એટલે કે આ ૩૬ શહેરોમાં ૪થી જૂનથી ૧૧મી જૂન સુધીના દિવસો દરમ્યાન રાતે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી આ રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ચિંતાજનક હદે વધી જતાં સરકારે લગાવેલા આંશિક લૉકડાઉનમાં કેસ ઘટતાં આંશિક અનલોકની શરૂઆત કરવામાં આવી છે. ૩૬ શહેરના તમામ પ્રકારની દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્સ, લારી-ગલ્લાંને સવારે ૯થી બપોરે ૩ વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની મંજૂરી અપાઇ હતી પણ હવે ત્રણ કલાકની વધુ રાહત અપાઇ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
