CIA ALERT

Gujarat : 5 July 725 નવા કેસો, સુરત 254 નવા કેસો સાથે ટોચે

Share On :

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણના ચાર મહિનામાં જ પોઝિટિવ કેસ હવે રોજ પોતાનો જ નવો વિક્રમ સર્જી રહ્યા છે. રવિવારે અત્યાર સુધીના સર્વોચ્ચ ૭૨૫ સંક્રમિત દર્દીઓ મળી આવતાં કુલ કેસનો આંક ૩૬૦૦૦ને પાર થઇ ૩૬૧૨૩ સુધી પહોંચી ગયો છે. રવિવારે સાંજે પાંચ વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં વધુ ૧૮ દર્દીઓના કોવિડના કારણે મૃત્યું થતાં કુલ આંક ૧૯૪૫ થયો છે. આ સર્વોચ્ચ સપાટીમાં અમદાવાદને ફરીથી પાછળ રાખી સુરત કુલ ૨૫૪ કેસ અને ૬ દર્દીના મૃત્યુ સાથે ટોપ ઉપર પહોંચ્યું છે. અમદાવાદમાં ‘કન્ટ્રોલ્ડ’ ૧૭૬ કેસ અને ૯ દર્દીના મૃત્યુ નોંધાયા છે. આ સિવાય રાજ્યના જામનગર, ગાંધીનગર અને ખેડામાં એક એક દર્દીના કોવિડના સંક્રમણને લીધે મૃત્યું થયા છે.

અન્ય મહાનગરો અને એના જિલ્લાની સ્થિતિ જોઇએ તો સંક્રમણ હવે ધીમે ધીમે વ્યાપક બન્યું છે. વડોદરમાં સંક્રમિત નાગરવાડા સિવાયના અન્ય વિસ્તારોમાંથી રોજેરોજ ચાળીસ પચાસ કેસ મળી રહ્યા છે જ્યારે જિલ્લામાં ઓચિંતુ સંક્રમણ નિયંત્રણમાં આવી ગયું હોય એમ કેસની સંખ્યા ઘટીને ૮ થઇ ગઇ છે જ્યારે શહેરમાંથી નવા ૫૬ કેસ મળ્યા છે. અલબત્ત, વડોદરામાં થતાં રોજેરોજના મૃત્યુંમાં આજે કોવિડથી સંક્રમિત દર્દીના મોતની પુષ્ટી કરાઇ નથી.

રાજ્યના સૌ પ્રથમ જાહેર થયેલા પાંચ હોટ સ્પોટમાં ભાવનગર પછી પાંચમા ક્રમે આવતા રાજકોટમાં હવે ધીમે ધીમે ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ કથળી રહી છે. અહીં જંગલેશ્વર પછી સૌથી મોટું ક્લસ્ટર ધોરાજી બની ગયું છે. જિલ્લામાં ૩૨ કેસ મળ્યા છે એમાંથી અડધા કેસ ધોરાજીના છે જ્યારે મહાનગરમાં પંદર કેસ મળ્યા છે, પરંતુ સત્તાવાર જાહેરાત દસ કેસની કરાઇ છે.

આ જ રીતે ગ્રીન ઝોન પૈકીના જૂનાગઢમાં રોજેરોજ નવા કેસ મળી રહ્યા છે. જૂનાગઢ મહાનગરમાંથી નવા ૯ કેસ અને ગ્રામ્યમાંથી ૪ સંક્રમિત દર્દી મળ્યા છે. આ જ સ્થિતિ ભાવનગરમાં અનુક્રમે ૭ અને ૯ કેસની છે. જામનગર શહેરમાંથી વધુ છ દર્દી મળ્યા છે. ગાંધીનગરમાં સેક્ટર્સમાંથી બે, પણ જિલ્લામાંથી નવા નવ કેસ આવ્યા છે. જિલ્લામાં એક દર્દીનું મૃત્યું પણ થયું છે. આ જ રીતે જામનગરમાં એક દર્દીનું મૃત્યું નોંધાયું છે.

મહાનગરો અને એના ગ્રામ્ય વિસ્તારો પછી રાજ્યના અન્ય જિલ્લાઓમાં સ્થિતિ ધીમે ધીમે વધારે ચિંતાજનક રીતે વકરી રહી છે. વલસાડમાં નવા ૧૮ કેસ, ભરૂચમાં ૧૫, ખેડા ૧૨, પાટણ ૧૧, મહેસાણા, સુરેન્દ્રનગર અને એક પખવાડિયા પછી તાપીમાંથી ૯-૯ કેસ મળ્યા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદમાંથી ૮-૮, પંચમહાલમાંથી વધુ ૬, અરવલ્લી અને મોરબીમાંથી ૫-૫ કેસ એક્ટિવ સર્વેલન્સમાંથી મળ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાંથી ચાર, મહીસાગર, નવસારી, બોટાદમાંથી ૩-૩, કચ્છ ૨, નર્મદા, અમરેલી, છોટા ઉદેપુર અને દેવભૂમિ દ્વારકામાંથી ૧-૧ કેસ મળ્યો છે.

અમદાવાદ મહાનગરમાંથી નવા ૧૬૨ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ કેસ પશ્ચિમ વિસ્તારમાંથી સૌથી વધારે છે. કોટ વિસ્તારમાંથી હવે નવા કેસ નહીવત થઇ ગયા છે. જોકે, હવે અમદાવાદમાં બોપલ, ઘુમા ભળ્યા છે એના સંક્રમિત વિસ્તારોના કેસ ગણાય છે એની સાથોસાથ થલતેજ, વેજલપુર, નારણપુરા, સાબરમતી, શાહીબાગમાંથી વધારે કેસ આવ્યા છે. આઠ દર્દીના મૃત્યું થયા છે. આ જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં વિરમગામ, ધોળકા અને સાણંદમાં ૩-૩, માંડલ ૨, બાવળામાં ૪ મળી કુલ ૧૫ કેસ મળ્યા છે. એક દર્દીનું મૃત્યું થયું છે.

છેલ્લા ચોવીસ કલાકમાં ૭૭૭૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે એની સાથે કુલ આંક ૪,૧૨,૧૨૪ સુધી પહોંચ્યો છે. દર દસ લાખ વસતિએ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ પ્રથમ દસમાં પણ ગુજરાતનું સ્થાન નથી. ૬૨૩૯ ટેસ્ટ પ્રતિ દસ લાખ ટેસ્ટ થયા. ૪.૧૨ લાખ ટેસ્ટથી ૩૬૧૨૩ પોઝિટિવ કેસ આવ્યા છે એમાં ૪૬૮ નવા ડિસ્ચાર્જ સાથે કુલ આંક ૨૫,૯૦૦ થયા છે. અત્યાર સુધીમાં ૧૯૪૫ મૃત્યું થયા છે. એક્ટિવ કેસ ૮૨૭૮ છે એમાં ૭૨ વેન્ટીલેટર પર છે અને ૮૨૦૬ સ્ટેબલ છે. 

હવે અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાં નવા ક્લસ્ટર્સ વધ્યા
અમદાવાદમાં હવે વ્યુહાત્મક રીતે સંક્રમિત કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, પરંતુ અત્યાર સુધી શહેરના કોટ વિસ્તાર અને પૂર્વ વિસ્તારમાં વધેલા ક્લસ્ટર્સ નહીવત થઇ ગયા છે ત્યારે પશ્ચિમ વિસ્તારમાં જુદી જુદી ચાળીસથી વધારે વસાહતો માઇક્રો કન્ટેન્ટમેન્ટ તરીકે જાહેર કરાઇ છે. આવા ક્લસ્ટર્સ હવે સુરત અને વડોદરા ઉપરાંત જિલ્લાઓમાં ધોળકા, વાપી, જંબુસર, ધોરાજી, સાણંદ, બેચરાજી, કડી, મોડાસા, હિંમતનગર, જામનગર, સુરેન્દ્રનગર, ભૂજમાં બીએસએફ કેમ્પ, કેવડીયામાં એસઆરપી કેમ્પ વગેરે જેવા નવા હોટ સ્પોટ બની ગયા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :