ગુજરાતમાં 19 જુલાઇને રવિવારે નવા ૯૬૫ : વધુ ૨૦ના મૃત્યુ
કોરોના સંક્રમણથી પ્રભાવિત ગુજરાતના ૩૩ પૈકી આઠ મહાનગરો સહિત કુલ ૩૨ જિલ્લાઓમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૯૬૫ પોઝિટિવ કેસ મળી આવ્યા છે બીજી તરફ સારવાર હેઠળ રહેલા વધુ ૨૦ દર્દીઓના કોવિડ-૧૯ના કારણે મૃત્યુ થયા હોવાનું હેલ્થ બુલેટિનમાં જાહેર કરાયું છે.
આ કેસને રોકેટ ગતિ આપનાર સુરત મહાનગરમાં નવા ૨૦૬ કેસ અને ૬ દર્દી તેમજ જિલ્લામાંથી નવા ૭૯ કેસ તથા ૩ દર્દી મળી કુલ ૨૮૫ કેસ નવા ઉમેરાયા છે જ્યારે કુલ ૯ દર્દીઓએ સંક્રમણને લીધે દમ તોડ્યો છે. અમદાવાદમાં પણ એક પખવાડિયા સુધી સંક્રમિત દર્દીઓનો આંક બસ્સોની નીચે રહ્યા પછી રવિવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વધુ ૨૧૨ કેસ ઉમેરાયા છે એમાં મહાનગરના ૧૮૬ છે જ્યારે શહેરના જ વધુ છ દર્દીઓના મૃત્યુ જાહેર કરાયા છે.
અન્ય મહાનગરોમાં જોઇએ તો વડોદરામાં કોરોનાના સંક્રમિત દર્દીઓનો આંક શહેર અને જિલ્લાના કેસોના ઉતારચડાવ વચ્ચે ૭૦-૮૦ કેસની વચ્ચે લાંબા સમયથી સ્થિર છે. વડોદરાના જુદા જુદા વિસ્તારમાંથી નવા ૬૭ કેસ મળ્યા છે જ્યારે જિલ્લામાંથી નવા ૧૨ કેસ ઉમેરાયા છે. રાજકોટ શહેરના ૩૮ કેસ મળી કુલ ૪૯ કેસ આજે ઉમેરાયા છે. ભાવનગર શહેરમાં નવા ૨૫ કેસ નોંધાયા છે તો એક દર્દીનું મૃત્યુ જાહેર કરાયું છે. ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૦ નવા કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાં એકાએક રફતાર ઘટીને ૧૫ કેસની રહી છે. બીજી તરફ જામનગર સિટીના ૭ મળી કુલ ૧૦ કેસ નોંધાયા છે એમાં જિલ્લામાંથી એક દર્દીનું મૃત્યુ થયું છે. સૌરાષ્ટ્રના અન્ય એક ગીર સોમનાથમાં નવા બે કેસ મળ્યા છે, પરંતુ એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
ગાંધીનગર જિલ્લામાંથી નવા ૨૪ મળી કુલ ૩૦ કેસ ઉમેરાયા છે. આ કેસ ગાંધીનગર તાલુકાના ગામડાઓ, દહેગામ, માણસા અને કલોલ તાલુકામાંથી ઉમેરાયા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


