CIA ALERT

Gujarat Corona Cases on 3/4/21 : 2640 New Cases

Share On :

તા.૨ એપ્રિલ ૨૦૨૧ના રોજ ગુજરાતમાં અગાઉ ક્યારેય નહીં નોંધાયા હતા એટલા દૈનિક કેસ મળી આવ્યા છે. તા.૨ એપ્રિલ ૨૦૨૧ની રાત્રે ૮ કલાકે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ગુજરાતમાંથી વધુ 2640 કેસો મળી આવ્યા છે.

આ જ સમયગાળા દરમિયાન કોવિડ-19ના કારણે વધુ 11 દર્દીના મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાએ છેલ્લા 12 દિવસમાં 9 વખત દૈનિક વધુ કેસ નોંધાવવાનો રેકોર્ડ સર્જયો છે.

છેલ્લા 8 દિવસમાં રાજ્યમાં કોરોનાના 2 હજારથી વધુ કેસ નોંધાયા છે, જેમાં 2200થી વધુ 4 વખત 2400થી વધુ 1 વખત અને આજે તમામ રેકોર્ડ તોડીને 2600 ઉપર કેસ નોંધાવા પામ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 7,12,797એ પહોંચી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4539 વ્યક્તિઓને કોરોના ભરખી ગયો છે. જો કે, આજે 2066 દર્દી કોરોનાને મહાત આપવામાં સફળ થતા કોરોનામાંથી ડીસ્ચાજ ઍ દર્દીનો આંક 2,94,650 પર પહોંચ્યો છે. કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા જેટ ગતિએ વધીને 13,559 થઇ છે, જેમાં 158 વેન્ટિલેટર પર છે.

ગુજરાતમાં આજે નોંધાયેલા સર્વોચ્ચ 2640 કેસમાં સુરત સૌથી મોખરે છે. સુરતમાં 644, અમદાવાદમાં 629, વડોદરામાં 376, રાજકોટમાં 307 આમ સૌપ્રથમવાર રાજકોટમાં 307 સર્વોચ્ચ કેસ નોંધાવા પામ્યા છે. જ્યારે ચાર મહાનગરોમાં જ 1956 કેસ નોંધાયા છે. આમ કુલ કેસના 74 ટકા માત્ર ચાર મહાનગરોમાં નોંધાયા છે. જ્યારે જામનગર અને ભાવનગરમાં 60-60, ગાંધીનગરમાં 55, મહેસાણામાં 43, પાટણમાં 42, મહીસાગરમાં 38, ખેડામાં 32, બનાસકાંઠામાં 30 તેમજ અન્ય જિલ્લાઓમાં 30થી ઓછા કેસ નોંધાવા પામ્યા છે. સરકાર દ્વારા અપાયેલા સત્તાવાર મૃત્યુના આંક મુજબ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં 3-3 જ્યારે ભરૂચ અને વડોદરામાં 1-1 મૃત્યુ નોંધાવા પામ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :