
- વિદ્યાર્થીને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે
- ધો. 10 અને 12 ની પરીક્ષામાં આ વર્ષે રેકોર્ડ બ્રેક 18.50 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા
- 2018 માં 17.14 લાખ વિદ્યાર્થીઓ હતા
- આ વખતે વિદ્યાર્થીની સંખ્યા 1.36 લાખનો જંગી વધારો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 7 માર્ચથી લેવામાં આવનારી ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં આ વર્ષે રેકોર્ડ બ્રેક 18.50 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં 17.14 લાખ વિદ્યાર્થીઓ હતા. આમ, ગત વર્ષ કરતા આ વખતે વિદ્યાર્થીની સંખ્યા 1.36 લાખનો જંગી વધારો થયો છે. આ વખતે ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-12 સાયન્સ એમ ત્રણેયમાં વિદ્યાર્થીની સંખ્યા વધી છે. ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં તો વિદ્યાર્થીની સંખ્યામાં 50 હજાર કરતા વધુનો વધારો થયો છે.
- ધોરણ 10ની પરીક્ષા 11,59,762 વિદ્યાર્થીઓ
- ધોરણ 10ના વિદ્યાર્થીની સંખ્યામાં 56,088નો વધારો
- 7.05,465 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપશે
- 6,222 જેટલા ડિસેબલ વિદ્યાર્થીઓ
- ચાલુ વર્ષે 12,694 વિદ્યાર્થી એનસીઇઆરટી આધારિત ધોરણ 10ની પરીક્ષા આપશે
રાજ્યભરમાંથી 11,59,762 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે જેમાં 7.05,465 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપશે. આ વિદ્યાર્થીઓમાં 6,222 જેટલા ડિસેબલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10માં ગુજરાત બોર્ડ દ્વારા એનસીઇઆરટી આધારિત અભ્યાસક્રમનો પાયલોટ પ્રોજેક્ટ દાખલ કરી તેના આધારે પરીક્ષા લેવા માટેની વ્યવસ્થા કરી હતી. જેમાં ચાલુ વર્ષે 12,694 વિદ્યાર્થી એનસીઇઆરટી આધારિત ધોરણ 10ની પરીક્ષા આપશે જેમાં 12,263 રેગ્યુલર વિદ્યાર્થી અને 431 રિપિટર વિદ્યાર્થીનો સમાવેશ તાય છે.
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના કુલ 1,41,302 વિદ્યાર્થીઓ
- વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીની સંખ્યામાં 12,631નો વધારો
- ગ્રુપ-એ (ગણિત)માં 57,511 વિદ્યાર્થીઓ
- ગ્રુપ-બી (જીવવિજ્ઞાન)માં 89,760 વિદ્યાર્થીઓ
- સેમેસ્ટર સિસ્ટમના રિપીટર વિદ્યાર્થીની સંખ્યા 10,302
રાજ્યભરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના કુલ 1,41,302 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ગ્રુપ-એ (ગણિત)માં 57,511 વિદ્યાર્થીઓની નોંધણી થઇ છે. જ્યારે ગ્રુપ-બી (જીવવિજ્ઞાન)માં 89,760 વિદ્યાર્થીઓની નોંધણી થઇ છે. આ ઉપરાંત ગ્રુપ એબી (ગણિત-જીવવિજ્ઞાન)માં 31 વિદ્યીર્થીઓની નોંધણી થઇ છે. આ ઉપરાંત ચાલુ વર્ષે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં સેમેસ્ટર સિસ્ટમના રિપીટર વિદ્યાર્થીની સંખ્યા 10,302 છે.
- સામાન્ય પ્રવાહમાં રાજ્યભરમાંથી કુલ 5,33,626 વિદ્યાર્થી
- 3,59,375 નિયમિત, 95,075 રીપીટર, 7335 આઇસોલેટેડ વિદ્યાર્થીઓની નોંધણી
- ખાનગી નિયમિત 40,960 અને ખાનગી રીપીટર 30,881 વિદ્યાર્થીઓ
- સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીની સંખ્યામાં 56,992નો વધારો
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં રાજ્યભરમાંથી કુલ 5,33,626 વિદ્યાર્થી પરીક્ષા આપશે. જેમાં 3,59,375 નિયમિત, 95,075 રીપીટર, 7335 આઇસોલેટેડ વિદ્યાર્થીઓની નોંધણી થઇ છે. જ્યારે ખાનગી નિયમિત 40,960 અને ખાનગી રીપીટર 30,881 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાંથી ધોરણ 10ની પરીક્ષા માટે 11,59,762 વિદ્યાર્થીઓ નોંધાયા છે, ગત વર્ષે બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં 11,03,674 વિદ્યાર્થી નોંધાય હતા. આમ ગત વર્ષ કરતા ધોરણ 10ના વિદ્યાર્થીની સંખ્યામાં 56,088નો વધારો થયો છે. એવી જ રીતે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના કુલ 1,47,302 વિદ્યાર્થી નોંધાયા છે જેની સામે ગત વર્ષે 1,34,671 વિદ્યાર્થીઓ નોંધાયા હતા
આમ ગત વર્ષ કરતા ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીની સંખ્યામાં 12,631નો વધારો થયો છે. ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રાહના કુલ 5,33,626 વિદ્યાર્થીઓની સામે ગત વર્ષે 4,76,634 વિદ્યાર્થી નોંધાયા હતા. આમ ગત વર્ષ કરતા ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીની સંખ્યામાં 56,992નો વધારો થયો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાને લઇને પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. પરીક્ષા સારા વાતવરણમાં પૂર્ણ થાય તે માટે શિક્ષણ બોર્ડ અને જિલ્લા વહીવાટી તંત્ર દ્વારા પૂર્વ કામગીરી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને કોઇપણ જાતની તકલીફ ન પડે તે પ્રકારની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ સાતે તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી મુકવામાં આવ્યાછે. ઝોનલરૂમને પમ સીસીટીવી ની નજર હેઠળ રાખવામાં આવ્યા છે.
સંવેદનશીલ પરીક્ષા મથક પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા 144મી કલમ લાગુ કરી દેવામાં આવી છે. શાળાઓની આજુબાજુના ઝેરોક્ષ મશીન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. નિયમનું પાલન ન કરનાર પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944