ગુજરાત બોર્ડની ધો.12ની ઉત્તરવહીઓ ચકાસવામાં ૫,૭૪૨ પરીક્ષકોએ છબરડા કર્યા
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણી કરવામાં પરીક્ષકો એટલે કે શિક્ષકોએ જે પ્રકારની ભૂલો કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે એ જોતા એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી જણાતી કે પરીક્ષકોએ અનેક તેજસ્વી વિદ્યાર્થીઓના ભાવિ રંગદોળી નાંખ્યા હશે. બોર્ડે આવા બેધ્યાન અને મિસ્ટેકીયા પરીક્ષકોને ફક્ત પેનલ્ટી ઠોકીને છોડી મૂક્યા છે પણ પરીક્ષકોની ભૂલોની સજા ભોગવતા નિર્દોષ વિદ્યાર્થીઓને ન્યાય આપવાની કોઇ વાત કરી નથી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ 2018માં લેવાયેલી ધો. ૧૨ તમામ પ્રવાહની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણીમાં કુલ ૫,૭૪૨ ભૂલ પકડાઈ છે. ટોટલ મારવા જેવી સામાન્ય ભૂલો સહિતની અન્ય ભૂલો બહાર આવતા તમામ પરીક્ષકોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી. પરીક્ષકોના જવાબી ખુલાસા બાદ બોર્ડ તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરશે, પરંતુ સામાન્ય ભૂલો વિદ્યાર્થીઓનું ભાવિ ધમરોળી શકે છે.
ધો.૧૨ જનરલ સ્ટ્રીમમાં અંદાજે ૬.૦૦ લાખ અને વિજ્ઞાન પ્રવાહમાં ૧.૪૦ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યાર બાદ બોર્ડ દ્વારા પેપર ચકાસણીની કામગીરી હાથ ધરાઈ હતી. ઉત્તરવહી તપાસાઈ ગયા પછી વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરાયું હતું. કમ્પ્યુટરમાં પરિણામ તૈયાર કરતાં પહેલાં સોફ્ટવેર દ્વારા ઉત્તરવહીઓનું ક્રોસ ચેકિંગ કરાયું હતું. જેમાં ૫,૭૪૨ પરીક્ષકોએ છબરડા કર્યા હોવાનું બહાર આવતાં જ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય અને આ બાબત ગંભીરતાપૂર્વક લેવાય તે માટે નિર્ણય લેવાયો હતો.
હાલમાં બોર્ડ દ્વારા પરીક્ષકને પેપર ચકાસણી માટે ધો. ૧૦ માટે રૂ. ૫ અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે રૂ. ૬.૫૦ અને સામાન્ય પ્રવાહ માટે રૂ. ૭ ઉત્તરવહી દીઠ ચૂકવવામાં આવે છે. પરીક્ષકોએ કરેલા છબરડાની માત્રાના આધારે બોર્ડ દ્વારા તેમને આર્થિક દંડ કરવાનો નિર્ણય લેવાયો છે તે પ્રમાણે એક માર્કની ભૂલ દીઠ પરિક્ષક પાસેથી રૂ. ૧૦૦ની વસૂલાત કરાશે. શિક્ષકોએ ટોટલ કરવામાં ૧૦ માર્કસથી ૨૩ માર્ક્સની ભૂલો કરી હોવાનું જાણવા મળે છે. છબરડા કરનારા શિક્ષકો પૈકી ૮૦ શિક્ષકોએ તો સરવાળા કરવામાં ૧૦ કે તેનાથી વધુ માર્કસની ભૂલો કરી છે. આ વર્ષે શિક્ષણ બોર્ડ કડક બન્યું છે. બોર્ડની જોગવાઈ મુજબ પરીક્ષક ૧ માર્ક્સની ભૂલ કરે તો રૂ. ૧૦૦ દંડ થાય છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
